Home> Gujarat
Advertisement
Prev
Next

ફ્યુલ કંટ્રોલ સ્વિચ કોણે બંધ કરી? પાયલટોએ રિપોર્ટ પર ઉઠાવ્યા સવાલ, કહ્યું- શું AAIB નો ઈરાદો સ્પષ્ટ છે?

Ahmedabad Plane Crash, AAIB Report: 12 જૂન, 2025ના રોજ અમદાવાદમાં થયેલા દુ:ખદ વિમાન દુર્ઘટનામાં 260 લોકોના મોત થયા હતા. એર ઇન્ડિયાના આ વિમાન દુર્ઘટનાનો પ્રાથમિક તપાસ અહેવાલ આવી ગયો છે, જેના પર પાઇલટ્સે પોતાની ચિંતા વ્યક્ત કરતા પ્રશ્નો ઉઠાવ્યા છે.

  ફ્યુલ કંટ્રોલ સ્વિચ કોણે બંધ કરી? પાયલટોએ રિપોર્ટ પર ઉઠાવ્યા સવાલ, કહ્યું- શું AAIB નો ઈરાદો સ્પષ્ટ છે?

Ahmedabad Plane Crash, AAIB Report: 12 જૂન, 2025ના અમદાવાદમાં થયેલી એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનાનો પ્રાથમિક તપાસ રિપોર્ટ સામે આવ્યો છે. એરક્રાફ્ટ એક્સીડેન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ના આ પ્રાથમિક રિપોર્ટમાં ચોંકાવનારી વાત સામે આવી છે. ટેકઓફની થોડી સેકેન્ડ બાગ એર ઈન્ડિયાના બોઇંગ 787 ડ્રીમલાઇનરની ફ્યૂલ-કંટ્રોલ સ્વિચ અચાનક કટ-ઓફ પોઝિશનમાં પહોંચી ગઈ હતી. જેના કારણે એન્જિનોને ફ્યુલ મળવાનું બંધ થઈ ગયું અને એન્જિને કામ કરવાનું બંધ કરી દીધુ હતું. હવે એએઆઈબીના આ રિપોર્ટ પર પાયલટોએ પોતાની ચિંતા વ્યક્ત કરી છે.

fallbacks

ઉડ્ડયન સુરક્ષા નિષ્ણાત કેપ્ટન અમિત સિંહે કહ્યું, ‘એ સ્પષ્ટ નથી કે એન્જિન ખરેખર ક્યારે થ્રસ્ટ આપવાનું બંધ કરી દીધું હતું.’ તેમણે કહ્યું કે AI 171 રિપોર્ટમાં જણાવાયું છે કે 08:08:42 UTC પછી, ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ 'કટ ઓફ' સ્થિતિમાં મૂકવામાં આવ્યો હતો, એટલે કે, એન્જિન બંધ થઈ ગયું હતું. પરંતુ રિપોર્ટના બીજા ભાગમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ટેકઓફ પછી તરત જ, વિમાનની RAT (રેમ એર ટર્બાઇન) સિસ્ટમ સક્રિય થઈ ગઈ હતી, જે ત્યારે જ શરૂ થાય છે જ્યારે એન્જિન સંપૂર્ણપણે કામ કરવાનું બંધ કરી દે છે.

કેપ્ટન અમિત સિંહે પ્રશ્નો ઉઠાવતા કહ્યું, 'આવા પ્રારંભિક અહેવાલમાં, અત્યાર સુધીનો ડેટા સરળ અને સ્પષ્ટ ભાષામાં રજૂ થવો જોઈતો હતો. પરંતુ આ અહેવાલે તેનાથી વિપરીત શંકાઓ અને પ્રશ્નો ઉભા કર્યા છે કે શું AAIBનો ઈરાદો સ્પષ્ટ છે?'

આ પણ વાંચોઃ ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય થયું, બંગાળની ખાડીમાં હલચલ થતા આ જિલ્લાઓમાં આવશે વરસાદ

એરલાઈન પાયલટ્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાએ શું કહ્યું
તો એરલાઇન પાયલટ્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (ALPA-I) ના અધ્યક્ષ કેપ્ટન સેમ થોમસે કહ્યુ- 'ફ્યુલ નિયંત્રણ સ્વીચ કોણે કાપી નાખ્યો તે પૂછતા પાઇલટ્સ વચ્ચેની વાતચીત ચિંતાજનક છે. બીજો મુદ્દો એ છે કે અકસ્માત પછી ઇમરજન્સી લોકેટર ટ્રાન્સમીટર કેમ કામ કરી રહ્યું ન હતું?' AAIB રિપોર્ટ પર કોઈ સત્તાવાર સહી નથી, તપાસ હજુ પણ ગુપ્તતામાં ઢંકાયેલી છે, જે વિશ્વસનીયતા અને જાહેર વિશ્વાસને નબળી પાડે છે.'

તપાસ ટીમમાં ક્વોલીફાઇડ પાયલટને સામેલ કરવાની માગ
લાયક, અનુભવી લાઇન પાઇલટ્સને હજુ પણ તપાસ ટીમમાં સામેલ કરવામાં આવી રહ્યા નથી. તેમણે વધુમાં કહ્યું, 'ALPA-I એ પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવા માટે ઓછામાં ઓછા સુપરવાઇઝર તરીકે તપાસમાં સામેલ કરવાની વિનંતીનો પુનરોચ્ચાર કર્યો.' જ્યારે, બોઇંગ 737 ના ભૂતપૂર્વ કમાન્ડર અને કોચ, કેપ્ટન મોહન રંગનાથને દાવો કર્યો હતો કે, 'પાઇલટે જાણી જોઈને ઇંધણ બંધ કર્યું. જમણા એન્જિન પછી થોડીક સેકન્ડોમાં ડાબું એન્જિન બંધ થઈ ગયું, જે દર્શાવે છે કે ઇંધણ નિયંત્રણ સ્વીચો એક પછી એક બંધ કરવામાં આવ્યા હતા. AAIB રિપોર્ટમાં ઘણી અસ્પષ્ટતા છે.'

'સલાહકારનો અભાવ સિસ્ટમની સલામતીની પુષ્ટિ કરતું નથી'
આ ઉપરાંત, બોઇંગના એક વરિષ્ઠ કમાન્ડરે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, 'બોઇંગે કોઈ સલાહ જારી કરી નથી, તેથી તેનો અર્થ એ છે કે પાઇલટે બળતણને કટ-ઓફ પોઝિશન પર લાવ્યું હતું તે દલીલ ખોટી છે. સલાહનો અભાવ સિસ્ટમની સલામતીની પુષ્ટિ કરતું નથી. ઇતિહાસ સાક્ષી છે કે ઘણી એરક્રાફ્ટ ડિઝાઇન ખામીઓને ઘણી ઘટનાઓ પછી જ સ્વીકારવામાં આવી હતી.' જ્યારે, 'આપણે જાણીએ છીએ કે 2018 માં લાયન એરના બોઇંગ 737 મેક્સ વિમાન દુર્ઘટના પછી, પાઇલટ્સને સૌથી પહેલા દોષિત ઠેરવવામાં આવ્યા હતા.'
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More