Ahmedabad News : અમદાવાદના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વર્ષ 2023માં કુલ અધધ 11.65 કરોડ મુસાફરો નોંધાયા છે. એટલે કે અમદાવાદ એરપોર્ટ પર દૈનિક 32 હજાર મુસાફરોએ અવજવર કરી છે. અમદાવાદ એરપોર્ટ પર 2014માં કુલ 48.09 લાખ મુસાફરોની અવરજવર નોંધાઈ હતી. આમ, 10 વર્ષમાં અમદાવાદ એરપોર્ટથી હવાઈ મુસાફરોમાં 25 ગણો જેટલો વધારો થયો છે.
છેલ્લાં 12 મહિનામાં કેટલા મુસાફરોએ અમદાવાદ એરપોર્ટથી મુસાફરી કરી તેની વાત કરીએ તો...
ગુજરાતીએ જીત્યું બિગબોસ 17 નું ટાઈટલ : મુનવ્વર ફારુકીનો વિવાદો સાથે છે જૂનો નાતો
અમદાવાદના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વર્ષ 2023માં કુલ 11.65 કરોડ મુસાફરો નોંધાયા છે. જે બતાવે છે કે એક જ વર્ષમાં અમદાવાદ એરપોર્ટ કેટલુ ધમધમતુ એરપોર્ટ બન્યું છે. અમદાવાદ એરપોર્ટ પર દૈનિક 32 હજાર મુસાફરોએ અવજવર કરી છે. 10 વર્ષમાં અમદાવાદ એરપોર્ટથી હવાઈ મુસાફરોમાં 25 ગણો જેટલો વધારો થયો છે.
આમ, દરેક ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં સરેરાશ 167 અને ડોમેસ્ટિક ફ્લાીટમાં સરેરાશ 126 મુસાફરો નોંધાયા છે. વર્ષ 2023 માં કુલ 18.73 લાખ ઈન્ટરનેશનલ અને 97.85 લાખ ડોમેસ્ટિક મુસાફરોની અવરજવર આ એરપોર્ટ પર રહી. જે વર્ષ 2014 માં માત્ર 11.73 લાખ ઈન્ટરનેશનલ અને 36.48 લાખ ડોમેસ્ટિક મુસાફરો હતો. આમ, આ આંકડો બતાવે છે કે, ઈન્ટરનેશનલ મુસાફરોમાં અંદાજે 60 ટકા, જ્યારે કે ડોમેસ્ટિક મુસાફરોમાં 170 ટકાનો વધારો નોંધાયો છે.
ગુજરાત પર વધુ એક આફતની આગાહી : કાતિલ ઠંડીના જબરદસ્ત રાઉન્ડની એન્ટ્રી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે