Home> Gujarat
Advertisement
Prev
Next

અનોખી કામગીરી: અ'વાદ એરપોર્ટે હરિયાળા ભવિષ્ય અને કાર્બન ન્યુટ્રાલીટી માટે લગાવી છલાંગ!

પર્યાવરણની દ્રષ્ટિએ સંવેદનશીલ એરપોર્ટ ઓપરેટર તરીકે SVPI એરપોર્ટે ગત વર્ષે 3 EV શરૂ કર્યા હતા, જેનો ઉપયોગ પેસેન્જર ટર્મિનલ શટલ તરીકે થઈ રહ્યો છે. ઉપરાંત બે મહિના પહેલા પણ એરપોર્ટે પરંપરાગત ઈંધણથી ચાલતી કારને બદલે 2 ઈલેક્ટ્રીક કાર મૂકી હતી.

અનોખી કામગીરી: અ'વાદ એરપોર્ટે હરિયાળા ભવિષ્ય અને કાર્બન ન્યુટ્રાલીટી માટે લગાવી છલાંગ!

અમદાવાદ: સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટે કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા અનોખી કામગીરી કરી છે. એરપોર્ટ પર કાર્બન ન્યુટ્રાલિટીને વધારવા નવી 11 ઈલેક્ટ્રિક કાર અને 6 ઈલેક્ટ્રિક સ્કૂટર્સ સામેલ કર્યા છે. નવા ઇલેક્ટ્રિક વાહનો હાલના પરંપરાગત વાહનોનું સ્થાન લેશે. જે ભવિષ્યમાં કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા એરપોર્ટ ઓપરેટર્સની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

fallbacks

પર્યાવરણની દ્રષ્ટિએ સંવેદનશીલ એરપોર્ટ ઓપરેટર તરીકે SVPI એરપોર્ટે ગત વર્ષે 3 EV શરૂ કર્યા હતા, જેનો ઉપયોગ પેસેન્જર ટર્મિનલ શટલ તરીકે થઈ રહ્યો છે. ઉપરાંત બે મહિના પહેલા પણ એરપોર્ટે પરંપરાગત ઈંધણથી ચાલતી કારને બદલે 2 ઈલેક્ટ્રીક કાર મૂકી હતી.

વધારાની 11 EV-કારનો ઉપયોગ હાલની પરંપરાગત ઈંધણથી ચાલતી કારોના સ્થાને એરપોર્ટની વહીવટી અને ઓપરેશનલ જરૂરિયાતો માટે કરવામાં આવશે. તો છ સ્કૂટર્સ સ્ટાફની અવરજવર માટે કામ લાગશે. આમ SVPI એરપોર્ટ પર હવે 15 EV કાર અને 6 સ્કૂટર્સ ઉપલબ્ધ છે. એટલું જ નહી, મુસાફરો માટે ટર્મિનલની પાસે ચાર્જિંગ સ્ટેશન પણ ઉભુ કરવામાં આવ્યું છે.

એરપોર્ટ પર વધુને વધુ લોકોને EVs અપનાવવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવી પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. હાલનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર મુસાફરો અને સ્ટાફને એરપોર્ટ પર ઈલેક્ટ્રીક વાહનોનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરે છે. વળી અન્ય કેટલીક એરલાઇન્સે પણ ભાવિ હરિયાળી માટે ઇલેક્ટ્રિક વાહનો તરફ વળવાનું શરૂ કર્યું છે.

SVPI એરપોર્ટ પર પરંપરાગત લાઇટ્સના સ્થાને LED લગાવાઈ રહ્યાં છે, બાગાયત માટે ટ્રીટેડ વોટરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એરપોર્ટના ઓપરેશનમાં જ વોટર રિચાર્જને ખાસ મહત્વ આપવામાં આવી રહ્યું છે. સ્ટેકહોલ્ડર્સ અને એરપોર્ટ યુઝર્સ તરફથી ટેકો મળતા આ પ્રયાસો વધુ તીવ્ર બન્યા છે.
 
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More