Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદ એરપોર્ટ પર યુવકે અધિકારીને ધીમેથી કહ્યું, ‘મારી બેગમાં બોમ્બ છે..’

મુસાફરોથી ધમધતા અમદાવાદ એરપોર્ટ પરથી એક વ્યક્તિની કરવામાં અટકાયત કરવામાં આવી છે. આ શખ્સે એરપોર્ટ સિક્યુરિટી ચેકિંગ દરમિયાન ‘મારી પાસે બૉમ્બ છે’ તેવું કહ્યું હતું. બોમ્બ શબ્દનો ઉલ્લેખ થતા જ એરપોર્ટ ઓથોરિટી સતર્ક થઈ ગઈ હતી. ત્યારે એરપોર્ટ પોલીસે યુવાનની અટકાયત કરી છે. 

અમદાવાદ એરપોર્ટ પર યુવકે અધિકારીને ધીમેથી કહ્યું, ‘મારી બેગમાં બોમ્બ છે..’

અમદાવાદ :મુસાફરોથી ધમધતા અમદાવાદ એરપોર્ટ પરથી એક વ્યક્તિની કરવામાં અટકાયત કરવામાં આવી છે. આ શખ્સે એરપોર્ટ સિક્યુરિટી ચેકિંગ દરમિયાન ‘મારી પાસે બૉમ્બ છે’ તેવું કહ્યું હતું. બોમ્બ શબ્દનો ઉલ્લેખ થતા જ એરપોર્ટ ઓથોરિટી સતર્ક થઈ ગઈ હતી. ત્યારે એરપોર્ટ પોલીસે યુવાનની અટકાયત કરી છે. 

fallbacks

Maha Cycloneના લેટેસ્ટ અપડેટ : જાણો ગુજરાતથી હાલ કેટલું દૂર છે?

પ્રાપ્ત માહિતી અનુસાર, ગાંધીનગર સેક્ટર 7માં રહેતો અમિત જોવિનીયન કાઉપર નામનો યુવક સોમવારે બપોરે ઈન્ડિગોની ફ્લાઈટમાં અમદાવાદથી કોલકાત્તા જવા નીકળ્યો હતો. ફ્લાઈ 6ઈ 135માં જતા સમયે ઉતાવળે જતા સમયે તે ડોમેસ્ટિક ટર્મિનલ ટી-1 ડિપાર્ચર ગેટ પર ટિકીટ બતાવ્યા વગર અંદર ઘૂસી રહ્યો હતો. ત્યારે ફરજ પર હાજર કર્મચારીઓએ તેને અટકાવ્યો હતો.

એક સમયના મિત્રો બની ગયા રાજકીય દુશ્મનો, 2017માં કોંગ્રેસની હારનું ઠીકરું હાર્દિક પટેલે અલ્પેશ ઠાકોર પર ફોડ્યું

મહિલા કર્મચારીએ તેને અટકાવતા જ તેની સૂટકેટમાં શું છે તેવું પૂછ્યું હતું. ત્યારે યુવક બોલ્યો હતો કે, તેની સૂટકેટમાં બોમ્બ છે. આ સાંભળીને સિક્યુરિટી અધિકારીઓ સતર્ક થઈ ગયા હતા, અને ઉચ્ચ અધિકારીઓને જાણ કરાઈ હતી. જેથી એરપોર્ટ પર ફાયર બ્રિગેડ, બોમ્બ ડિસ્પોઝલ ટીમ, સ્કવોડ ટીમ, ક્વિક રિએક્શન ટીમ સહિતના અધિકારીઓ દોડતા થયા હતા. જોકે, યુવકના બેગમાંથી બોમ્બ કે અન્ય કોઈ ચિંતાજનક વસ્તુ મળી ન હતી. એરપોર્ટ પોલીસે તેની સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More