ઝી ન્યૂઝ/અમદાવાદ: ઇશ્યોરન્સ પાકતી સમયે પૈસા ચુકવવામાં લેટ પડતી કંપનીઓ માટે ઉદાહરણ બેસતો ચુકાદો આજે અમદાવાદની ગ્રાહક તકરાર નિવારણ કચેરીએ આપ્યો છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે અમદાવાદના એક દંપતીએ ઇન્ડિયન પોસ્ટલ ઇશ્યોરન્સ પાસેથી રૂપિયા 10 લાખની પોલિસી ઉતરાવી હતી. આ દરમિયાન ગ્રાહકે નક્કી કરેલા સમયે 9 મહિનાનું પ્રીમિયમ ભરવાનું ચુકી ગઈ હતી. ત્યારબાદ તેની પાસે વ્યવસ્થા થતાં એક સાથે લેટ ફી અને પ્રીમિયમની રકમ ભરી દીધી હતી.
ગુજરાતમાં ધીરે ધીરે કોરોનાનો 'ગરબો' ઘેર! સંક્રમણ ઘટ્યું, પણ મોતનો આંક રોકેટ ગતિએ વધ્યો
છતાં કમ્પનીએ અગાઉ મહિનાનું પ્રીમિયમ ન ભરવાનું કારણ આપી પોલિસીની રકમ ન આપવા જણાવ્યું હતું. એવામાં ગ્રાહકે ગ્રાહક તકરાર નિવારણ કચેરીમાં અરજી કર્તા કચેરીએ ગ્રાહક તરફી ચુકાદો આપ્યો છે. કોર્ટે ગ્રાહકને 10 લાખ રૂપિયા 4 વર્ષના 7 ટકા વ્યાજ સાથે ચૂકવવા પોસ્ટલ ઇનયુરન્સ કંપનીને આદેશ કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે