Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદમાં વધુ એક આયશા: સાબરમતીમાં આપઘાત કરે તે પહેલા બચાવી, જાણો શું છે સમગ્ર મામલો

અમદાવાદના સાબરમતી નદીના રિવરફ્રંટ પરથી થોડાક સમય પહેલા વટવા વિસ્તારમાં રહેતી આયશા નામની યુવતીએ ઝંપલાવી મોતને વ્હાલુ કર્યું હતું. જેમાં આત્મહત્યા પહેલા આઈશાએ બનાવેલો વીડિયો સામે આવ્યો હતો

અમદાવાદમાં વધુ એક આયશા: સાબરમતીમાં આપઘાત કરે તે પહેલા બચાવી, જાણો શું છે સમગ્ર મામલો

ઉદય રંજન, અમદાવાદ: અમદાવાદમાં વધુ એક આયશા પતિના અત્યાચારનો ભોગ બની છે. વીડિયો બનાવીને આપઘાત કરવા રિવરફ્રન્ટ પહોંચી હતી. પરંતુ જાગૃત નાગરિકે તેનો જીવ બચાવ્યો. પતિએ લગ્નના એક મહિના બાદ પત્નીને ઘરની બહાર કાઢી મૂકી અને અન્ય યુવતી સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેવા લાગ્યો હતો. જેથી મહિલા આપઘાતનો પ્રયાસ કર્યો હતો. શું છે સમગ્ર ઘટના આવો જોઈએ આ અહેવાલ...

fallbacks

અમદાવાદના સાબરમતી નદીના રિવરફ્રંટ પરથી થોડાક સમય પહેલા વટવા વિસ્તારમાં રહેતી આયશા નામની યુવતીએ ઝંપલાવી મોતને વ્હાલુ કર્યું હતું. જેમાં આત્મહત્યા પહેલા આઈશાએ બનાવેલો વીડિયો સામે આવ્યો હતો. જે વીડિયોમાં તેણે પતિ સામે ગંભીર આક્ષેપો કરતા પોલીસે તેની ધરપકડ કરી હતી. ત્યારે આયેશા જેવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે.

વરસાદે તો ભારે કરી: અમદાવાદ સહિત આ જિલ્લામાં આગામી 3 કલાકમાં તૂટી પડશે વરસાદ

fallbacks

અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર રવિવારના દિવસે મોટી સંખ્યામાં સહેલાણીઓ ફરવા માટે આવતા હોય તેવામાં બપોરના સમયે એક યુવતી રિવરફ્રન્ટ વોક વે પરથી નદીમાં ઝંપલાવી આપઘાતનો પ્રયાસ કરવા જઈ રહી હતી. તે જ સમયે આસપાસમાં બેઠેલા યુવકોએ તેને પકડીને નદીમાં કૂદતા અટકાવી હતી. 

મહિલાએ દીકરાને બચાવવા મજબૂરીમાં કર્યું આ કામ, દંપતિની ધરપકડ કરતા પુત્રનું હવે કોણ

મહત્વનું છે કે તે સમયે આસપાસમાં રહેલી મહિલાઓને બોલાવી આપઘાતનો પ્રયાસ કરનાર યુવતીને સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને તેના આપઘાત પાછળનું કારણ જાણવા માટે લોકોએ પ્રયાસ કર્યો હતો. જોકે યુવતીએ તે બાબતે કોઈ વાત લોકો સાથે ન કરતા અંતે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. આત્મહત્યાના પ્રયાસની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો વોક વે પર પહોંચ્યો હતો. યુવતીને સમજાવીને માધુપુરા પોલીસ સ્ટેશન લાવ્યા હતા અને તેના પતિ વિરુદ્ધ ગુનો નોંધાયો છે.

એક ગુજરાતી ચલાવતો હતો ચાઈલ્ડ પોર્નોગ્રાફીનું વૈશ્વિક નેટવર્ક, જાણો કઈ રીતે થયો પર્દાફાશ

મહત્વનું છે કે યુવતીએ આત્મહત્યાનો પ્રયાસ કરતા પહેલા પોતાના મોબાઈલમાં આયશાની જેમ એક વીડિયો બનાવ્યો હતો. જે વીડિયોમાં તેણે પોતાના પતિ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. આત્મહત્યાનો પ્રયાસ કરનાર યુવતીએ પોતાના વીડિયોમાં જણાવ્યું હતું કે, 7 વર્ષથી યોગેશ નામના યુવકને તે પ્રેમ કરતી હતી. તેની સાથે 2021 માં પોતાના પરિવારની વિરુદ્ધમાં જઈને લગ્ન કર્યા હતા.

fallbacks

આચાર્યની હેવાનિયત: વિદ્યાર્થીઓને નગ્ન કરી વિકૃતિની તમામ હદો કરતો પાર, 200 જેટલા વીડિયો આવ્યા સામે

સાસરીમાં સાસુ-સસરા સહિતના પરિવાર સાથે રહેતી હતી. લગ્નના થોડા દિવસોમાં જ પતિ તેની સાથે નાની નાની બાબતે ઝઘડો કરી માર મારતો હતો. એક વર્ષ પહેલા યુવતીના પતિ યોગેશે માર મારી તેને ઘરમાંથી કાઢી મૂકી અને થોડા સમય બાદ અન્ય એક યુવતીને લઈ આવ્યો. યુવતીએ જેના પર આંખો મીચીને વિશ્વાસ કર્યો તેના પતિએ દગો આપતા તેણે પોતાના જીવનનો અંત લાવવાનો પ્રયાસ કર્યો હતો.

માત્ર 15 પૈસા પ્રતિકિમીના ખર્ચે માણો પેટ્રોલવાળા ટુ વ્હીલરની સવારી, ગુજરાતીનું સફળ પરિક્ષણ

મહત્વનું છે કે આ ઘટનામાં લોકોની સજાગતાના કારણે યુવતીનો જીવ બચી ગયો છે. આ અંગે માધુપુરા પોલીસે યુવતીના પતિ સહિત સાસરીયા ઓ સામે ઘરેલું હિંસા અને શારીરિક માનસિક ત્રાસ અપાતો હોવાની ફરિયાદ દાખલ કરીને તેની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More