Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદ ડ્રગ્સ માફિયાઓ માટે કેમ છે હોટ ફેવરિટ? આ હકીકત જાણીને ખરેખર સરકી જશે જમીન

ગુજરાતનું અમદાવાદ શહેર ડ્રગ્સના નેટવર્કનું હબ બની ગયું છે.ડ્રગ્સ માફિયાઓ પર અલગ અલગ એજન્સીઓ તવાઈ બોલાવીને ડ્રગ્સ પેડલરો અને ડ્રગ્સ ડીલર પકડી રેકોર્ડ બ્રેક ગુના નોંધ્યા છે.

અમદાવાદ ડ્રગ્સ માફિયાઓ માટે કેમ છે હોટ ફેવરિટ? આ હકીકત જાણીને ખરેખર સરકી જશે જમીન

મૌલિક ધામેચા/અમદાવાદ: ડ્રગ્સ માફિયાઓ માટે જાણે ગુજરાત હોટ ફેવરિટ સ્પોટ બન્યું હોય તેમ મેફેદ્રોન ડ્રગ્સ ઘુસાડવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં પકડાયેલ ડ્રગ્સના આંકડા ડ્રગ્સ માફિયાઓના નેટવર્કનો ઘટસ્ફોટ કરે છે. જેમાં અમદાવાદ ડ્રગ્સનું હબ બન્યું છે. અત્યાર સુધીમાં ચાલુ વર્ષમાં 100 થી વધુ ડ્રગ્સ પેડલરો અમદાવાદમાંથી ઝડપાયા છે. કેમ અમદાવાદ ડ્રગ્સ માફિયાનું હબ બન્યું?

fallbacks

ગુજરાતનું અમદાવાદ શહેર ડ્રગ્સના નેટવર્કનું હબ બની ગયું છે.ડ્રગ્સ માફિયાઓ પર અલગ અલગ એજન્સીઓ તવાઈ બોલાવીને ડ્રગ્સ પેડલરો અને ડ્રગ્સ ડીલર પકડી રેકોર્ડ બ્રેક ગુના નોંધ્યા છે.જોકે વર્ષ 2022માં ચાલુ વર્ષે કરેલા NDPSના કેસોના ચોકવાનારા આંકડાઓ સામે આવ્યા છે. જેમાંથી MD ડ્રગ્સનો જથ્થો સૌથી વધુ ઝડપી લેવામાં આવ્યો છે. સાથે જ યુવાવર્ગમાં ચરસ, ગાંજો, કફ શિરપ અને એમ.ડી ડ્રગ્સ લેવાનું પ્રમાણ વધતા હવે આ બધા જ ડ્રગ્સની હેરાફેરી વધી રહી છે.

fallbacks

અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ચાલુ વર્ષે 24 કેસ નોંધી 74 જેટલા આરોપી ધરપકડ કરી છે. જેમાં ડ્રગ્સ પેડલરો અને મદદગારી કરનારની ધરપકડ કરી છે. ત્યારે ક્રાઇમ એસ.ઓ.જી ટીમે પણ 15 કેસ કરી 35 જેટલા પેડલરો અને ડ્રગ્સ ડીલરની ધરપકડ કરીને જેલ હવાલે કર્યા છે. થોડા દિવસ પહેલા જ ક્રાઇમ એસ.ઓ.જી ટીમ ડ્રગ્સ ડીલર અમીનાબાનું પકડી ડ્રગ્સ હેરાફેરીના મોટા નેટવર્ક પર્દાફાશ કર્યો છે.

ડ્રગ્સ કેસના ચાલુ વર્ષના આંકડા
ક્રાઈમ બ્રાંચ ટીમે 24 કેસ 74 આરોપી ધરપકડ કરી છે. જેમાં 1.5 કરોડથી વધુનું અંદાજીત 1.5 કિલોથી વધુ MD ડ્રગ્સ કબ્જે કર્યું છે. ક્રાઇમ એસ.ઓ.જી ટીમે 15 કેસ કરી 35 આરોપી ધરપકડ કરી છે. 67 લાખથી વધુની કિંમતનું 671 ગ્રામ MD ડ્રગ્સ કબ્જે કર્યું છે.

fallbacks

ડ્રગ્સ માફિયાઓ સામે ચાલુ વર્ષે પોલીસે કરેલી કાર્યવાહીના આંકડા
- MD ડ્રગ્સ 127 કેસ - 209 આરોપી
- હેરોઇન/બ્રાઉન સુગર -10 કેસ- 54 આરોપી
- ચરસ- 26 કેસ -47 આરોપી
- અફીણ-18 કેસ-23 આરોપી
- ગાંજો-287 કેસ-401 આરોપી

ગુજરાત ડ્રગ્સ માફિયા માટે હોટ ફેવરિટ બન્યું છે કારણકે ગુજરાતના 1600 કિલો મીટરનો લાંબો દિરીયા કિનારો ડ્રગ્સની હેરાફેરી માટેનું એપી સેન્ટર બન્યું હતું.ગુજરાતમાં પકડાયેલ ડ્રગ્સમાં મોટા પ્રમાણમાં દરિયાઈ માર્ગનો હેરાફેરી માટે ઉપયોગ થયો હોવાનું ખુલ્યું છે.ત્યારે અત્યાર સુધીમાં અલગ અલગ પ્રકારના ડ્રગ્સ સાથે 467 કેસ સામે 734 આરોપી ઝડપાયા છે.અને તમેની પાસેથી 27 હજાર 947 કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે જેની કિંમત 52 અબજા 55 કરોડ 31 લાખ થાય છે.

fallbacks

આ ચોંકાવનરો આંકડો સાબિત કરે છે કે આ ડ્રગ્સ માફિયા માટે ગુજરાત ડ્રગ્સનું હબ બન્યું છે જેમાં સૌથી વધુ અમદાવાદ માં ડ્રગ્સ મળી આવના કેસ સામે આવ્યા છે.મહત્વની બાબત છે કે ડ્રગ્સના નેટવર્કમાં અમદાવાદ માં ડ્રગ્સ ઘુસાડવા માટે સિલ્ક રૂટ મહારાષ્ટ્ર અને રાજસ્થાન છે. જે બન્ને રાજ્યોના ડ્રગ્સ માફિયાઓ ડ્રગ્સ અમદાવાદ પહોંચાડે છે જેમાં કેરિયર બોય અને ડ્રગ્સ પેડલરનો સૌથી વધુ ઉપયોગ થાય છે. એટલું જ નહીં આ ડ્રગ્સ નેટવર્કમાં દરિયાઇ મારફતે માછીમારો પણ સંડોવાયેલા હોય છે. જેઓને ડ્રગ્સની હેરાફેરી માટે મોટું કમિશન મળતું હોય છે.

fallbacks

અમદાવાદ ની તમામ એજન્સીઓના કાર્યવાહીના આ રેકોર્ડ બ્રેક NDPS કેસો નોંધાયેલા છે.જેમાં હાલમાં ગુજરાત ATSએ ભરૂચ અને વડોદરાથી MD ડ્રગ્સની ફેકટરી પકડી પાડી છે.નોંધનીય છે કે એક સમયએ ડ્રગ્સની હેરાફેરી માટે ગુજરાતનો દરિયાકાંઠો ટ્રાન્ઝિટ પોઇન્ટ બની ગયો હતો પણ ગુજરાતમાં હવે MD ડ્રગ્સનું પ્રોડક્શન થતું હોવાનો ખુલાસો થયો છે. જ્યારે દરિયાઈ માર્ગે આવતું હેરોઇન ગુજરાત નહીં પજાંબ અને બેગ્લોર સહિત સાઉથમાં જતું હોવાનું સામે આવ્યું છે. ગુજરાતમાં વધી રહેલું ડ્રગ્સનું નેટવર્ક ખૂબ જ ચિંતાજનક છે. જેથી તમામ એજન્સી ડ્રગ્સ દૂષણને દૂર કરવા અને યુવા પેઢી બચાવ નવા નવા અભિયાન શરૂ કર્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More