Ahmedabad News : અમદાવાદ ભાજપના મહિલા કોર્પોરેટરના પતિએ મોટી બબાલ કરી હતી. પાલડીના કોર્પોરેટર ચેતના પટેલના પતિ પરેશ પટેલ પાલડી વોર્ડના amc ના સ્ટોરને તાળું મારી દીધું હતુ. કોઈ કારણોસર amc સ્ટાફ સાથે વિવાદ થતા તાળું માર્યુ હતું. ખાડો ખોદ્યા બાદ તેના પર પેચવર્ક કરવાના થતા હતા, જેથી પેચવર્કને લઈને વિવાદ થયો હતો. કોર્પોરેટરના પતિએ amc ના ઇજનેરી સ્ટાફને રૂમમાં બંધ કરી બહારથી તાળુ માર્યુ હતું. ઉચ્ચ ઇજનેરી અધિકારીઓએ સ્થળ પર પહોંચી મામલો થાળે પાડ્યો હતો.
હાજર સ્ટાફ સાથે બોલાચાલી કરી દરવાજા બંધ કરી દીધા
શહેરના પાલડી વિસ્તારમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટોરમાં આજે સવારે ભાજપના મહિલા કોર્પોરેટરના પતિ દ્વારા સ્ટોરના દરવાજા બંધ કરી તાળું મારી દેવામાં આવી હોવાની ચર્ચા છે. વિસ્તારમાં પશ્ચિમ ઝોનના ઇજનેર વિભાગ દ્વારા ખાડા પૂરવામાં ન આવતા હોવાને લઈ મહિલા કોર્પોરેટરના પતિ સવારે કોર્પોરેશનના સ્ટોર ઉપર પહોંચ્યા હતા અને ત્યાં હાજર સ્ટાફ સાથે બોલાચાલી કરી દરવાજા બંધ કરી દીધા હતા. આમ અમને જાણ થતા તાત્કાલિક ધોરણે ઇજનેર વિભાગના અધિકારીઓ સ્ટોર ઉપર પહોંચ્યા હતા અને મહિલા કોર્પોરેટરના પતિને સમજાવ્યા હતા.
આ ઘટના વિશે કોર્પોરેટર ચેતના પટેલે જણાવ્યું કે, કોઈ એવી બબાલ થઈ જ નથી. તાળુ મારવામાં પણ નથી. માત્ર ઝાંપો આડો કર્યો હતો. કોઈને પૂર્યા પણ નથી. રોડ માટે આપણું કામ ચાલતું હતું, ડામરનુ કામ થઈ ગયું હતુ, પણ થોડો વિવાદ થયો હતો. પરંતું તાળુ મારવાની ઘટના ખોટી છે.
વડોદરા બોટકાંડમાં મોટો ખુલાસો : નાસ્તો બનાવતી કંપનીને આપ્યો હતો લેકઝોનનો કોન્ટ્રાક્ટ
હું તો લડીશ! અહેમદ પટેલના પરિવારમાં દીકરા-દીકરી વચ્ચે ડખા, હવે કોંગ્રેસ ભરાઈ
મોટો નિર્ણય : રામ મંદિર માટે ગુજરાતની તમામ શાળાઓમાં અડધા દિવસની રજા જાહેર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે