Home> Gujarat
Advertisement
Prev
Next

Ahmedabad: ભાજપના નારાણપુરા વોર્ડના મહામંત્રીએ અકસ્માત જેવી સામાન્ય બાબતે કરી મારામારી

શહેરના નારણપુરા વોર્ડના ભાજપના મહામંત્રી વાલ્મિક પટેલ અને તેના મિત્ર સામે ફરિયાદ દાખલ થઇ છે. વેપારીને સામાન્ય બાબતમાં માર મારતા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વાલ્મિક અને તેના મિત્રએ વેપારીની બહેનને પણ માર માર્યો હોવાની ફરિયાદ નોંધાઇ છે. ઝપાઝપી વખતે વેપારીનો સોનાનો દોરો પણ પડી ગયો, ગાડીના કાચ પણ તોડી નાખ્યા હોવાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વેપારીની ગાડી અને એક્ટિવાચાલક વચ્ચે અકસ્માત જેવી સામાન્ય બાબતે રકઝક ઉગ્ર બની હતી. 

Ahmedabad: ભાજપના નારાણપુરા વોર્ડના મહામંત્રીએ અકસ્માત જેવી સામાન્ય બાબતે કરી મારામારી

મૌલિક ધામેચા/અમદાવાદ : શહેરના નારણપુરા વોર્ડના ભાજપના મહામંત્રી વાલ્મિક પટેલ અને તેના મિત્ર સામે ફરિયાદ દાખલ થઇ છે. વેપારીને સામાન્ય બાબતમાં માર મારતા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વાલ્મિક અને તેના મિત્રએ વેપારીની બહેનને પણ માર માર્યો હોવાની ફરિયાદ નોંધાઇ છે. ઝપાઝપી વખતે વેપારીનો સોનાનો દોરો પણ પડી ગયો, ગાડીના કાચ પણ તોડી નાખ્યા હોવાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વેપારીની ગાડી અને એક્ટિવાચાલક વચ્ચે અકસ્માત જેવી સામાન્ય બાબતે રકઝક ઉગ્ર બની હતી. 

fallbacks

સ્ટીલ કિંગ લક્ષ્મી મિત્તલ ગુજરાતમાં કહ્યું Statue of Unity જોઇને લાગે છે કે દેશ સુરક્ષીત હાથમાં છે.

એક સાયકલચાલક બોલાચાલી કરી વાલ્મિક અને તેનો મિત્ર મારામારી કરી ફરાર થઇ ગયા હતા. નારણપુરા પોલીસ સ્ટેશનમાં વાલ્મિક પટેલ અને તેના મિત્ર સામે ફરિયાદ નોંધાઇ હતી. નારણપુરા સિંધવાઈ માતાના મંદિર પાસેથી પસાર થતાં સમયે સામાન્ય રકઝકે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. લાલુ અને વાલ્મિક સાયકલચાલકની મદદે આવ્યા હતા, વાત વાતમાં  ઉશ્કેરાઈ જઇ વાલ્મિકે દંડો રવિને પગે માર્યો હતો. રવિની બહેન વચ્ચે છોડાવવા પડતા તેને લાલુએ માથામાં લાકડી મારી હતી. 

Banaskantha: બટાકાનું વાવેતર કરી ખેડૂતો પછતાઇ રહ્યા છે, ચપાણીયું પણ નથી મળી રહ્યું

ત્રણેયે લાકડી અને પથ્થર વડે ગાડીના કાચ પણ તોડી નાખ્યા હતા. બંને ભાઈ બહેનને વાગતા સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ લઇ જવાયા હતા. નારણપુરા વિસ્તારના ભાજપના મહામંત્રી સામે ફરિયાદ દાખલ થતા જ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વસ્ત્રાપુર ખાતે મારામારી કરવા બાબતે નારણપુરા સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More