ઝી મીડિયા/બ્યૂરો :આજે અમદાવાદ બ્લાસ્ટ કેસના દોષિતોની સજા પર થોડીવારમાં સુનાવણી શરૂ થઈ હતી. ત્યારે 2008 સિરિયલ બ્લાસ્ટ કેસમાં આજની સુનાવણી વિશેષ અદાલતમાં પૂર્ણ થઈ હતી. વધુ સુનાવણી સોમવારે 14 ફેબ્રુઆરીના રોજ હાથ ધરાશે. આજની સુનાવણીમાં વિશેષ અદાલતે દોષિતોનો પક્ષ સાંભળ્યો હતો. ત્યારે સોમવારના રોજ આરોપીઓના વકીલ વિશેષ અદાલત સમક્ષ રજુઆત કરશે.
સુનાવણીમાં બોમ્બ બ્લાસ્ટ કેસના તમામ 49 દોષિતો કોર્ટમાં વર્ચ્યૂઅલી હાજર રહ્યા હતા. દોષિતોને સાંભળ્યા બાદ તેમની સજાનું એલાન થશે. બ્લાસ્ટ કેસમાં 49 દોષિતોને સાંભળી સજાનું એલાન થશે. કેસની અંતિમ સુનાવણી બાદ સજાનું એલાન થશે. 28 આરોપીને પુરાવાના અભાવનો જાહેર નિર્દોષ કરાયા છે. બચાવ પક્ષના વકીલો આજે આરોપીઓના પુરાવા રજૂ કરશે. મેડિકલ ડિટેલ અને અન્ય ડોક્યુ્મેન્ટ્સ રજૂ કરવા કોર્ટ બચાવ પક્ષને સમય આપ્યો હતો. ત્યારે બચાવ પક્ષ દ્વારા સજાના એલાન પર અંતિમ સુનાવણી થશે.
સુનાવણી શરૂ....
આરોપી નંબર 11 એ કહ્યુ કે, ઉપરવાળાની જે મરજી હોય હું, એમના ઉપર છોડું છું. તો આરોપી નંબર 12 એ કોર્ટમાં કહ્યું કે, ફર્ધર સ્ટેટમેન્ટ મારું માનવામાં આવે જે સામેલ કરવામાં આવે. સાથે જ લેખિત રજુઆત કરવાની પણ માંગણી છે.
આરોપી નંબર 6 એ કહ્યુ કે, મારા ઘરની સ્થિતિ સારી નથી. માં બાપ વૃદ્ધ છે, બાળકો અને પત્નીની જવાબદારી છે. 13 વર્ષ જેલમાં રહ્યો, ઘરની સ્થિતિ સારી નથી. એ ધ્યાને લેજો. તો આરોપી નંબર 7 એ કહ્યુ કે, મને ખોટી રીતે દોષિત ઠેરવાયો.
સજા મુદ્દે આરોપીઓને જે રજુઆત કરવી હોય એ કરી શકે છે તેવી કોર્ટે ટકોર કરી. ત્યાર બાદ એક પછી એક આરોપીઓએ પોતાની રજૂઆત શરૂ કરી
અમદાવાદ બ્લાસ્ટ કેસના દોષિતોને સુનાવણીમા વીડિયો કોન્ફરન્સથી રજૂ કરાયા છે. બચાવપક્ષ દ્વારા દોષિતોના મેડિકલ ,શૈક્ષણિક લાયકાત અને ઘરની પરિસ્થિતિ અંગેની વિગતો કોર્ટમાં રજૂ કરશે. 49 દોષિતોના બચાવપક્ષના વકીલોને કોર્ટ સાંભળશે. આ કેસમા આરોપીનો સામે લાગેલી કલમોમાં જનમટીમ અને ફાંસીની સજાની જોગવાઈ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે