Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદ બ્લાસ્ટમાં 12ના મોત બાદ માલિકોની પૂછપરછ શરૂ કરાઈ

અમદાવાદ બ્લાસ્ટમાં 12ના મોત બાદ માલિકોની પૂછપરછ શરૂ કરાઈ
  • ગોડાઉનના મૂળ માલિક બુટા ભરવાડ, કેમિકલ ગોડાઉનના મલિક હિતેશ સુતરિયા અને પાસેના ગોડાઉનના મલિક અમિતની બ્લાસ્ટ અને આગમાં બેદરકારી સંબંધે પૂછપરછ શરૂ કરાઈ. 

ઉદય રંજન/અમદાવાદ :ગઈકાલે બપોરે અમદાવાદના નારોલમાં આવેલ કેમિકલના ગોડાઉનમાં થયેલા બ્લાસ્ટ (Ahmedabad blas) માં 12 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ આપીને તેમના પરિવારજનો માટે 4 લાખની સહાયની જાહેરાત કરી હતી. ત્યારે નારોલ પોલીસે 160 મુજબનું સમન્સ આપી 3 લોકોની પૂછપરછ શરૂ કરી છે. ગોડાઉનના મૂળ માલિક બુટા ભરવાડ, કેમિકલ ગોડાઉનના મલિક હિતેશ સુતરિયા અને પાસેના ગોડાઉનના મલિક અમિતની બ્લાસ્ટ અને આગમાં બેદરકારી સંબંધે પૂછપરછ શરૂ કરાઈ છે. બપોર સુધીમાં એફએસએલના પ્રાથમિક રિપોર્ટ અને પુરાવા બાદ ફરિયાદ નોંધાઈ શકે છે. જવાબદારો સામે ફરિયાદ નોંધાયા બાદ અટકાયત થઈ શકે છે. સેક્ટર-2 જેસીપી ગૌતમ પરમાર પોલીસ સ્ટેશનની મુલાકત લેશે. 

fallbacks

આ પણ વાંચો : કોરોના વચ્ચે ગુજરાતમાં વધુ એક જીવલેણ રોગે માથુ ઉચક્યું, 8 બાળકોનો લીધો ભોગ

ગેરકાયદેસર કેમિકલ મિક્સીંગ કરી ઈન્ડસ્ટ્રીયલ યુનિટને વેચતા હતા. હાઇડ્રોજન પેરોક્સાઇડનું મિક્સીંગ કરી કેટલિસ્ટ બનાવતા હતા. સમગ્ર ઘટનામાં કુલ 12 લોકોના મોત અને 9 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આજે Fsl ના અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. એફએસએલના પ્રાથમિક તપાસમાં બે કેમિકલના પ્રમાણ મળી આવ્યા છે. 

પિરાણા કેમિકલ ફેક્ટરીમાં આગ બાદ બ્લાસ્ટની જગ્યા પર કાટમાળ યથાવત છે. ત્યારે આજે Amc એસ્ટેટ વિભાગ દ્વારા જોખમી ભાગ તોડવની કામગીરી હાથ ધરાઈ હતી. GPCB ના ચેરમેનને આ વિશે તપાસ સોંપાઈ છે. Noc વગર ચાલતા એકમો સામે હવે કાર્યવાહી કરવામાં આવશે તેવુ એસ્ટેટ વિભાગ દ્વારા જણાવાયું છે.

આ પણ વાંચો : હાર્દિક પટેલની અરજી પર આજે hcમાં સુનવણી, ગુજરાત બહારના પ્રવાસની આપશે માહિતી 

અમદાવાદમાં આગકાંડ બાદ દલિત નેતા અને અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી હોસ્પિટલ પહોંચ્યા હતા અને તમામ મૃતકોના પરિજનોને શ્રદ્ધાંજલિ આપી હતી. તેઓએ કહ્યું હતું કે, પરપ્રાંતિય શ્રમિકોની જવબદારી સરકાર અને કારખાનાના માલિકોની છે, અનેક વખત આવી ઘટનાઓ બને છે, 11 લોકોના મોત સામે કોઈ કાર્યવાહી કરાઈ નથી. તેઓએ 4 લાખની સરકારી સહાયને મામૂલી સહાય ગણાવી હતી. મૃતકોના પરિવારજનોને 20 લાખ સહાય મળે અને. જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા જિગ્નેશ મેવાણીએ માંગ કરી છે. 

આ પણ વાંચો : અક્કલ દાઢ કાઢ્યાના સમાચાર શેર કરનારા પહેલા સ્ટાર બન્યા વરુણ ધવન

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More