Ahmedabad Accident અમદાવાદ : અમદાવાદના માણેકબાગ વિસ્તારમાં નશીલા કાર ચાલક દ્વારા bmw ના અકસ્માત મામલે મોટો વળાંક સામે આવ્યો છે. બુધવારે મોડી રાતે દારૂ પીને અકસ્માત સર્જનાર બીએમડબલ્યુ કાર ચાલકે હકીકતમાં તો પોલીસના વાહન ચેકિંગ દરમિયાન જ BMW ઠોકી હતી. તેના બાદ અમદાવાદ પોલીસે ત્રણ કિમી સુધી તેનો પીછો પણ કર્યો હતો. પોલીસે આ સમગ્ર ઘટના પરથી પડદો ઉંચક્યો છે.
અમદાવાદ એ નબીરાઓના બાપની જાગીર છે તેવુ સતત સાબિત થઈ રહ્યું છે. અમદાવાદમાં એક જ અઠવાડિયામાં ચાર અકસ્માત સર્જાયા છે. મોડી રાતે એક શખ્સે બીએમડબલ્યુ કાર પૂરઝડપે હંકારીને ઠેકઠેકાણે ગાડીને ઠોકી હતી. હકીકતમાં મોડી રાતે પોલીસે બીએમડબ્લ્યુ કારચાલકને ફિલ્મી ઢબે પીછો કરીને ઝડપી પાડ્યો છે. વસ્ત્રાપુર પોલીસે પોતાની જીપ બીએમડબ્લ્યુ પાછળ ભગાવી હતી. કમલેશે બીએમડબ્લ્યુ કારને એટલી સ્પીડમાં હંકારી હતી કે તેણે સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવાનું શરૂ કરી દીધું હતું. કમલેશ આમ તેમ કાર ચલાવતો હતો અને અંતે રેલિંગ પાસે કારને અથડાવી હતી. આ ઘટના જોઇને સ્થાનિકોનું ટોળું દોડી આવ્યું હતું અને તેને મેથીપાક ચખાડ્યો હતો. જ્યારે વસ્ત્રાપુર પોલીસ પણ આવી જતાં તેની ધરપકડ કરી હતી.
છપ્પનની છાતી ફુલાવી ફરતી અમદાવાદ પોલીસ વિશે તમે શું કહેશો, નબીરાઓ કેમ દેખાતા નથી?
સેટેલાઇટ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર કેતન વ્યાસ દ્વારા સત્તાવાર નિવેદન જાહેર કરાયું કે, પોતાની કાર લઇ કમલેશ બિશ્નોઇ નામના શખ્સે અકસ્માત સર્જ્યો હતો. મૂળ રાજસ્થનનો વતની કમલેશ બિશ્નોઈ અમદાવાદમાં એક્સપ્રેસ હાઇવે નજીક પત્ની સાથે રહે છે. તે રાજ્સ્થાનથી આવી રહ્યો હતો, કારમાં કોઈ દારૂની બોટલ મળી આવી નથી. ત્યારે વસ્ત્રાપુર જજીસ બંગલો એરિયાથી ડિવાઈડર સાથે કાર અથડાવી ફરાર થયો હતો. પોલીસે 2 થી 3 કિલોમીટર સુધી તેનો પીછો કર્યો હતો. પરંતું તે શિવરંજની બ્રિજથી ફરાર થયો હતો. જ્યાં માણેકબાગ નજીક પુનઃ કાર અથડાતા સ્થાનિકોએ તેને પકડ્યો હતો. કમલેશ બિશ્નોઈનો કોઈ ગુનાહિત ભૂતકાળ નથી, પ્રાથમિક પૂછપરછમાં પારિવારિક વિખવાદ ચાલી રહ્યો છે તેવુ તેણે જણાવ્યું. તે અગાઉ સ્ટીલનો બિઝનેસ હતો, પરંતું હાલ શેર માર્કેટનો ધંધો કરે છે. હાલ તેની સામે ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ સંબંધી કેસ નોંધી આગળની કાર્યવાહી કરી છે.
ગુજરાતમાં ફરી ભારેથી અતિભારે વરસાદની આગાહી : વાવાઝોડા જેવો પવન ફૂંકાશે
આ સાથે જ ડીસીપી વાઘેલાએ જણાવ્યું કે, જો કોઇ વ્યક્તિ મોભાદાર કે વગદાર વ્યકતિને ફોન કરી છુટવાનો પ્રયત્ન કરશે તો પણ પોલીસ પોતાની કાર્યવાહી કરાશે. બીએમડબલ્યુના કાર ચાલક કમલેશ બિશ્નોઈ સામે વસ્ત્રીપુર અને સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
આપનો આરોપ, ગુજરાતમાં દારૂ ક્યાંથી આવે છે
આ ગંભીર મુદ્દા પર આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા આપતા જણાવ્યુંક ે, ગુજરાતમાં દિવસેને દિવસે નબીરાઓ દારૂ પીને અકસ્માત કરતા હોય તેવા કેસો વધી રહ્યા છે. જેગુઆર ગાડીનો અકસ્માત થયો એ મામલો શાંત નથી પડ્યો ત્યાં તો, BMW વાળાએ વધુ એક અકસ્માત કર્યો અને તપાસમાં જાણવા મળ્યું કે નબીરો દારૂ પીધેલી હાલતમાં હતો. પણ કહેવાય છે કે ગુજરાતમાં તો દારૂબંધી છે, તો આ દારૂ આવે છે ક્યાંથી?
દશામાના વિસર્જન સમયે બની મોટી દુર્ઘટના, મૂર્તિ વિસર્જન કરતા સમયે 5 યુવાનો ડૂબ્યા
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે