મૌલિક ધામેચા, અમદાવાદ: રાજ્ય (Gujarat) માં ગેરકાયદે રીતે વિદેશી દારૂની હેરાફેરી કરતા બૂટલેગર (Bootlegger) બેફામ બન્યા છે. ત્યારે પોલીસ (Police) પણ દારૂની હેરાફેરી કરતી ટોળકીને નિષ્ફળ બનાવવામાં મહદઅંશે સફળતા પ્રાપ્ત કરે છે.
આવો જ અનોખો કીમિયો વાપરતા એક બુટલેગર (Bootlegger)ને કૃષ્ણ નગર પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો છે. બુટલેગર (Bootlegger) ની દારૂની અનોખી તરકિબ જોઈ નવાઈ લાગશે પણ હકીકત છે કે તેલના ડબ્બા ભરેલો ટેમ્પોમાં દારૂ (liquor) ના જથ્થાની હેરાફેરી થતી હતી.
લ્યો બોલો- જમીનના એક ટુકડા માટે સરકારના જ બે વિભાગો આમને-સામને આવી ગયા, મામલો પોલીસ સુધી પહોંચ્યો
પ્રથમ દ્રષ્ટિએ જોતા તેલનાં પેક ડબ્બા લાગતા આ ડબ્બાને પોલીસે કટર મગાવીને કાપતા તેમાથી દારૂ અને બિયરના ટીન નીકળ્યા હતા. કૃષ્ણનગર પોલીસ (Police) ને મળેલી સફળતા બાદ આરોપીની અટકાયત કરી તપાસ કરી તો અનેક ઘણો મુદ્દામાલ મળી આવતા ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
દુઃખની વાત: 25 ફ્રન્ટલાઇન વોરિયર્સમાંથી માત્ર 4 ને મળી સહાય, કોરોનાનાકાળમાં રાત દિવસ કરતા હતા કામ
કૃષ્ણ નગર (Krishnanagar) પોલીસને મળેલી માહિતી આધારે ટિમ વાદળી કલરના ટેમ્પોની વોચમાં હતી. તે દરમ્યાન ટેમ્પો આવતા પોલીસે ટેમ્પો રોકીને ચાલકની પૂછપરછ કરી હતી. પૂછપરછ કરતા ટેમ્પો ચાલકે પોતાનું નામ બિપિન જાદવ જણાવ્યું અને ટેમ્પોમાં તેલના ડબ્બા હોવાનું કહ્યું હતું.
પણ પોલીસને શંકા જતા તેલના ડબાને કટરથી કાપવામાં આવ્યો અને તેમાંથી દારૂની બોટલ નીકળતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. હાલ કૃષ્ણનગર પોલીસે તેલના ડબ્બા કાપીને 434 દારૂની બોટલ, 235 બિયરના ટીન સહિત કુલ 4 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે