Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદના વેપારીને ડેટિંગ એપ પર ગલગલિયા કરવા ભારે પડ્યા! ગુમાવી બેઠો 1.66 કરોડ રૂપિયા

HoneyTrap Via Dating App : ડેટિંગ એપ પર પાર્ટરને બદલે ફ્રોડ ટોળકી ન મળી જાય તેનું ધ્યાન રાખજો... અમદાવાદના એક વેપારીને તેનો કડવો અનુભવ થયો 

અમદાવાદના વેપારીને ડેટિંગ એપ પર ગલગલિયા કરવા ભારે પડ્યા! ગુમાવી બેઠો 1.66 કરોડ રૂપિયા

Ahmedabad Honeytrap Case : આજકાલ ડેટિંગ એપ ખતરનાક બની રહી છે. આ એપ પર પાર્ટનર ઓછા અને ફ્રોડ વધારે થાય છે. ત્યારે અમદાવાદના એક વેપારીને ટીન્ડર ડેટિંગ એપ પર ગલગલિયા કરવા 1.66 કરોડમાં પડ્યા.

fallbacks

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના 45 વર્ષીય વેપારીએ પોતાના મોબાઈલમાં વિવિધ ડેટિંગ એપ પોતાના મોબાઈલમાં ડાઉનલોડ કરી હતી. જેમાં એક ટન્ડર એપ હતી. ટીન્ડર એપ પર વેપારીનો સંપર્ક દિલ્હીની એક મહિલા સાથે થયો હતો. મહિલા સાથે વાતચીત થયા બાદ વેપારી દિલ્હીમાં રહેતી મહિલાને મળવા ગયા હતા. જોકે, ત્યાં ડીપીમાં બતાવેલી મહિલા કરતા અલગ મહિલા હતી. આ બાબતે પૂછતા વેપારીને એ મહિલાએ કહ્યું કે, તેની ઓળખ છતી ન થાય તે માટે તેણે ખોટો ફોટો મૂક્યો હતો. 

આ બાદ અમદાવાદના વેપારી અને મહિલાનો સંપર્ક વધવા લાગ્યો હતો. મહિલાએ તેને દિલ્હીની હોટલમાં બોલાવી હતી. ત્યાં બોલાવતા જ કંઈક એવું થયું જેનાથી વેપારીના પગ તળેથી જમીન સરકી ગઈ. મહિલાએ વેપારીને હોટલમાં જ પોલીસ કેસમાં ફસાવવાનુ કહ્યું હતું. તેને લોકએપમાં પૂરી દેવાની ધમકી આપી હતી.   

આ બાદ એક વ્યક્તિ રૂમમાં આવ્યો હતો, અને તેણે પોલીસની ઓળખ આપીને સમાધાન માટે દોઢ લાખ રૂપિયા આપ્યા હતા. આ બાદ વાત અટકી ન હતી. પોલીસ તરીકે ઓળખ આપનાર વ્યક્તિએ પોલીસના યુનિફોર્મ સાથે ફોન કરીને વીડિયો કોલ કર્યો હતો, અને તેના વાંધાજનક વીડિયો અને ફોટો વાયરલ કરવાની ધમકી આપી હતી. આમ, કહીને તેણે વેપારી પાસેથે 1.96 કરોડ રૂપિયા પડાવી લીધી હતા. 

અમદાવાદમાં મકાન ભાડે આપનારા આટલું જરૂર કરજો, નહિ તો પોલીસ ઘરે આવશે

આટલા રૂપિયા બાદ પણ વેપારી પર ધમકીના કોલ ચાલુ રહ્યા હતા. વેપારીએ આ અંગે તેમના પરિવારને જાણ કરતા ક્રાઈમબ્રાંચમાં જાણ કરવામાં આવી હતી. જેના બાદ પોલીસે તપાસ શરૂ કરીને આરોપીઓને પકડી લીધા છે. 

પોલીસે મોબાઈલ લોકેશનની મદદથી ઔરંગાબાદથી કૌશલેન્દ્ર સિંઘ અને અરૂણ સિંઘ નામના આરોપીઓને ઝડપી લીધા હતા. કૌશલેન્દ્ર સિંહ દિલ્હીમાં એસ્કોર્ટ સર્વિસમાં કામ કરતો હતો. તેણે નાણાં કમાવવા માટે લોકોને ફસાવવાનું નક્કી કર્યું હતું. આ માટે તેણે મહિલાઓના ઉપયોગથી ગ્રાહકોને ફસાવવાનું શરૂ કર્યું હતું. અમદાવાદના વેપારી તેના ઝપેટમાં આવી ગયો હતો. આ કેસમાં અરૂણ સિંઘ બેંક એકાઉન્ટ સંભાળવાનું કામ કરતો હતો. 

બિહારનો કૌશલેન્દ્ર આ ઠગાઈનો છે માસ્ટરમાઇન્ડ
આ કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ફરિયાદના આધારે કાર્યવાહી કરી અને બે આરોપીઓને દબાચી લીધા છે. આરોપીઓની ઓળખ પણ થઈ ગઈ છે. આરોપી કૌશલેન્દ્ર બિહારનો છે અને આરોપી અરૂણ ઝારખંડનો રહેવાસી છે. આરોપીઓએ વેપારી પાસેથી પડાવેલા રૂપિયાથી મોંઘી ગાડીઓ પણ લીધી હતી. આ કાંડનો માસ્ટરમાઇન્ડ કૌશલેન્દ્ર છે. કારણ કે, તે ટિંડર પર મહિલાઓની ફેક આઈડી બનાવીને લોકોને ફસાવતો હતો. જ્યારે બીજો આરોપી પીડિતો પાસેથી પડાવેલા રૂપિયાને સગેવગે કરતો હતો. આ બન્ને આરોપીઓ સામે પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી છે.

ભાજપના સાંસદ મનસુખ વસાવા થયા લાલઘુમ, નવા બનેલા પ્રમુખ પર ઉતાર્યો ગુસ્સો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More