ઉદય રંજન/અમદાવાદ: સરદાર પટેલ હોસ્પિટલ મામલે વિપક્ષે આક્ષેપ કરતા કહ્યું કે, હોસ્પિટલમાં પાર્કિંગની સુવિધા અંગે નક્કર આયોજન કરવામાં આવ્યું નથી અને હોસ્ટેલમાં રહેતા તબીબોને વાહન પાર્ક કરવા અંગે કોઈ વિચારણા કરવામાં આવી નથી. સરદાર પટેલ હોસ્પિટલમાં પાર્કિગના મુદ્દે વિપક્ષે શાસક પક્ષ પર ગંભીર આક્ષેપ કર્યા છે.
અત્યાધુનિક હોસ્પિટલ બનાવવા છતાં પણ પાર્કિંગની સુવિધા ઉભી ન કરાતા હોસ્ટેલમાં રહેતા તબીબો વાહનો ક્યાં પાર્ક કરશે. તે અંગે AMC દ્વારા નક્કર આયોજન કરવામાં આવ્યું નથી, ત્યારે આ અંગે મ્યુ.કમિશનરનું કહેવુ છે કે આ હોસ્પિટલમાં તમામ બાબતો અંગે કાળજી રાખવામાં આવી છે. પાર્કિંગની વ્યવસ્થા અંગે તમામ આયોજન કરવામાં આવેલું છે.
મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટ અંતર્ગત બનાવવામાં આવેલી હોસ્પિટલના કારણે અન્ય કોઈ મિલકતને નુકશાન નહિ પહોંચે તે અંગે AMC મક્કમ છે. વિપક્ષ નેતા અગાઉ જ કોર્ટમાં રિટ પિટિશન કરી ચુક્યા છે.ત્યારે ખરેખર હોસ્પિટલમાં પાર્કિંગની સુવિધા છે કે કેમ તે અંગે આગામી દિવસોમાં સત્ય બહાર આવશે
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે