Home> Gujarat
Advertisement
Prev
Next

Corona Virus: અમદાવાદ કોર્પોરેશનનો મહત્વનો નિર્ણય તમામ કોરોના સંક્રમિતોના નામ કર્યાં જાહેર


અમદાવાદ મહાનગર પાલિકાએ કોરોના સંક્રમિતોના સંપર્કમાં આવેલા લોકોની ઓળખ મળે તે માટે મોટો નિર્ણય લીધો છે. 

Corona Virus:  અમદાવાદ કોર્પોરેશનનો મહત્વનો નિર્ણય તમામ કોરોના સંક્રમિતોના નામ કર્યાં જાહેર

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યા ખુબ વધી રહી છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 87 કેસ સામે આવ્યા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 31 કેસ સામે આવ્યા છે. આજે સવારે જ અમદાવાદમાં એક સાથે કુલ 8 કેસ નોંધાયા હતા. હવે અમદાવાદ મહાનગર પાલિકાએ મહત્વનો નિર્ણય લીધો છે. મનપાએ અમદાવાદમાં અત્યાર સુધી પોઝિટિવ આવેલા તમામ 31 લોકોના નામ જાહેર કર્યાં છે.

fallbacks

કોર્પોરેશને સંક્રમિતોના નામ કર્યા જાહેર
અમદાવાદ મહાનગર પાલિકાએ અત્યાર સુધી કોરોનાના તમામ 31 સંક્રમિતોના નામ જાહેર કરવાનો નિર્ણય કર્યો છે. મનપાએ તમામ લોકોના નામ જાહેર કરી દીધા છે. તેનું મહત્વનું કારણ છે કે જો કોઈ વ્યક્તિ આ પોઝિટિવ લોકોના સંપર્કમાં આવ્યા હોય તો તેને ખ્યાલ આવી શકે છે. કોર્પોરેશન દ્વારા દર્દીઓની સંપર્કમાં આવેલા લોકોની ઓળખ કરવામાં આવી રહેલી મુશ્કેલી બાદ આ નિર્ણય કર્યો છે. 

fallbacks

આ સાથે મનપાએ હેલ્પલાઇન નંબર પણ જારી કર્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, જો કોઈ વ્યક્તિ આ સંક્રમિકોના સંપર્કમાં આવ્યા હોય તો તેણે આ નંબર પર જાણ કરવી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More