Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદમાં ડ્રગ્સનો કાળો કારોબાર, લાખો રૂપિયાના એમડી ડ્રગ્સ સાથે મહિલા સહિત 2 ઝડપાયા

Ahmedabad News: અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી આધારે રામોલ વિસ્તારના વિનાયકપાર્ક પાસે જાહેરમાંથી એક મહિલા બાઉન્સર અને રિક્ષા ડ્રાઈવરને MD ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડ્યા છે.

અમદાવાદમાં ડ્રગ્સનો કાળો કારોબાર, લાખો રૂપિયાના એમડી ડ્રગ્સ સાથે મહિલા સહિત 2 ઝડપાયા

ઉદય રંજન/અમદાવાદ: મહિલા બાઉન્સર સહિત બે લોકોની MD ડ્રગ્સ સાથે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદના રામોલ વિસ્તારના વિનાયકપાર્ક પાસે જાહેરમાંથી એક મહિલા બાઉન્સર અને રિક્ષા ડ્રાઈવરને MD ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી 3,41,800ની કિંમતનો 34 ગ્રામ 180 મિલીગ્રામ એમ્ફેટામાઈન અને મેફેડ્રોન મિશ્રિત ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે.

fallbacks

અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી. જે આધારે રામોલના વિનાયકપાર્ક નજીક GJ-01-TD-6360 નંબરની ઓટો રિક્ષામાંથી આ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. તેમની પાસેથી નશીલો પદાર્થ (એમ્ફેટામાઈન અને મેફેડ્રોનનું મિશ્રણ) મળી આવ્યું હતું. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓ પાસેથી એમ્ફેટામાઈન અને મેફેડ્રોન મિશ્રિત ડ્રગ્સનો 34 ગ્રામ 180 મિલીગ્રામ જથ્થો, જેની કિંમત 3,41,800 થવા પામી છે. મોબાઈલ ફોન 2 નંગ અને એક ઓટો રિક્ષા કબજે કરવામાં આવી છે.

ગુજરાતમાં આ તારીખથી આવશે પહેલો વરસાદ,સિસ્ટમ સક્રિય થતા ભારેથી અતિભારે વરસાદની આગાહી!

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે રમીઝ મોહમદ નસીર મોહમદ ઉસમાનમીયા બેલીમ અને સીરીનબાનુ મોહમદ શરીફ મોહમદ સફી શેખની ધરપકડ કરી છે અને ફરાર આરોપી તનવીર સહિત 2ની શોધખોળ શરૂ કરી છે જેમાં સામે આવ્યું છે કે, આરોપી રમીઝાનને MD ડ્રગ્સ ખાવાની આદત હોવાથી તેણે તનવીર પાસેથી આ ડ્રગ્સ મેળવ્યું હતું. જ્યારે આરોપી સિરીન MD ડ્રગ્સ પોતાના આર્થિક ફાયદા માટે છૂટક વેચાણ કરવા મુંબઈથી લાવી હોવાનું સામે આવ્યું છે. આ મામલે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More