Home> Gujarat
Advertisement
Prev
Next

ક્રાઈમ બ્રાન્ચે કબજે કર્યા વધુ 34 Remdesivir Injection, 3 આરોપીઓ ઝડપાયા

ચિરાગ શાહ, સંદીપ મહેતા અને જયેશ ભાવસાર આ ત્રણે આનંદ મેડિસિનના ગોડાઉનમાં ઇન્જેક્શન રાખી તેનું કાળા બજારી કરી જરૂરતમંદ પાસેથી ઊંચા ભાવ પર વેચતા હતા. 

ક્રાઈમ બ્રાન્ચે કબજે કર્યા વધુ 34 Remdesivir Injection, 3 આરોપીઓ ઝડપાયા

મૌલિક ધામેચા, અમદાવાદ: કોરોના મહામારી (Corona Pandemic) માં અનેક પરિવારોના મોભી છીનવાઇ રહયા છે. બીજી તરફ પરિવારના સભ્યોના જીવ બચાવવા લોકો કોઈ પણ કિંમતે ઇન્જેકશન ( Remdesivir Injection) ખરીદવા તૈયાર થઈ જાય છે. ત્યારે કાળા બજારિયાઓ તેનો લાભ લેતા અચકાતા નથી.

fallbacks

અમદાવાદમાં પણ અનેક વખત ઇન્જેક્શનની કાળા બજારી કરતા આરોપીઓને પકડયા છે. તેવામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) પ્રથમ વખત ફાર્માશ્યુટીકલ ડિસ્ટ્રિબ્યુટર્સને ત્યાં તપાસ કરતા ખરીદ વેંચાણના વ્યવહાર વગરમાં 34 ઇન્જેક્શન કબ્જે કર્યા છે.

કોરોના (Coronavirus) ની બીજી લહેર એટલી ખતરનાક છે જેમાં અનેક રાજ્યો માં હાહાકાર મચ્યો છે અને પરિવાર પોતાના સભ્યો માટે ઇન્જેક્શન અને ઓક્સિજન (Oxygen) સિલીન્ડર નહિ મળતા જીવ ગુમાવ્યા હોવાનું પણ આપે સાંભળ્યું હશે. એવામાં મહામારી સમયે પણ માનવતા રાખવાને બદલે કાળાબજારી કરતા શખ્સો બેફામ રીતે લોકોને લૂંટી રહી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) 34 જેટલા રેમડેસીવીર ઇન્જેક્શન સાથે પ્રેમ દરવાજા નજીક થી એક મેડિસીન ફાર્માશ્યુટીકલ ડિસ્ટ્રિબ્યુટર્સ માંથી 3 શખ્સોની ધરપકડ કરી છે. 

“સિવિલ હોસ્પિટલના હેલ્થ કેર વર્કર્સ ખરા અર્થમાં બન્યા "સેવાના સુપર સ્પ્રેડર્સ”!!

પોલીસને મળેલી હકીકત આધારે આનંદ મેડિસિનના ગોડાઉનમાં રાખવામાં આવ્યા હતા. ચિરાગ શાહ, સંદીપ મહેતા અને જયેશ ભાવસાર આ ત્રણે આનંદ મેડિસિનના ગોડાઉનમાં ઇન્જેક્શન રાખી તેનું કાળા બજારી કરી જરૂરતમંદ પાસેથી ઊંચા ભાવ પર વેચતા હતા. 

પ્રાથમિક તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે ચિરાગ શાહ અને સંદીપ મહેતા આનંદ મેડિસિન ફાર્માસ્યુટિકલ ડિસ્ટ્રીબ્યુટરના પાર્ટનર છે. જ્યારે જયેશ ભાવસાર કર્મચારી તરીકે કામ કરતો હતો. એટલું જ નહીં પોલીસે ગોડાઉનમાં તપાસ કરતા અગાઉ પણ રેમડેસીવીર ઇન્જેક્શન ( Remdesivir Injection) વેચાણ પોતે કર્યા હોવાનું બિલ રજુ કર્યું હતું. પરંતુ ક્રાઈમ બ્રાન્ચે (Crime Branch) ઇન્જેક્શનના ખરીદ-વેચાણના સ્ટોકના સ્ટેટમેન્ટ તપાસતા તેમાં વિસંગતતા જોવા મળી જેના આધારે આ ત્રણેયની ધરપકડ કરતા કાળાબજારીનું પર્દાફાશ થયો હતો. 

શું આમ કોરોનામુક્ત થશે ગુજરાત, જાણો વલસાડ જિલ્લાના કોવિડ સેન્ટરોની વાસ્તવિકતા

અગાઉ પણ આ જ પ્રકારે ઇન્જેક્શન ( Remdesivir Injection) ની કાળાબજારીના કિસ્સા અમદાવાદ, રાજકોટ, સુરતમાં પણ સામે આવ્યા છે. ત્યારે હાલમાં પોલીસે પકડેલા આ ત્રણેય આરોપીઓ અત્યાર સુધીમાં કેટલા ઇન્જેક્શન કોને કોને વેચ્યા છે અને કેટલા સમયથી ઈન્જેક્શનની કાળાબજારી કરતા હતા? તે બાબતે વધુ પૂછપરછ શરૂ કરી છે.

જો કે પૂછપરછ ના અંતે સામે આવશે કે ચિરાગ અને સંદીપ ઘર અગાઉ કેટલાક ઇન્જેક્શનનો ગેરકાયદેસર વહીવટ કરવામાં આવે છે. હાલ તો ક્રાઈમ બ્રાન્ચ (Crime Branch) આવશ્યક ચીજવસ્તુની ગેરકાયદેસર હેરાફેરી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ મુજબ ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More