Gujarat Police Action : અસામાજિક તત્વોના આતંકથી ગુજરાતની છબી ખરડાઈ રહી છે. ત્યારે હવે ગુજરાત પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. આવામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે નાગરિકો માટે એક વોટ્સએપ નંબર જાહેર કર્યો છે. શહેરમાં ભય ફેલાવનાર લુખ્ખાગીરી કરનાર વ્યક્તિ વિશે જાણકારી આપવા માટે આ નંબર જાહેર કરાયો છે. 6359625365 નંબર પર અસમાજિક તત્વોની વિરૂદ્ધ ફરિયાદ આપી શકાશે.
ફરિયાદ કરનારાનું નામ ગુપ્ત રખાશે
અમદાવાદમાં અસામાજિક તત્વોના તોફાનનો મામલે અમદાવાદ શહેર પોલીસે આવા તત્વો વિરુદ્ધ ઝુંબેશ શરૂ કરી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે નાગરિકો માટે એક નંબર જાહેર કર્યો છે. અસામાજિક તત્વોની માહિતી સહિત ગેરકાયદેસર ચાલતી પ્રવૃતિની માહિતી આ વોટ્સએપ નંબર પર આપી શકાશે. 6359625365 વોટ્સએપ નંબર પર ફોટો વીડિયો સહિતની માહિતી આપી શકાશે. તેમાં માહિતી આપનારનું નામ ગુપ્ત રખાશે.
અસામાજિક તત્વો સામે કાર્યવાહી મુદ્દે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, આવા વીડિયો અનેક રાજ્યમાં હશે પણ એક્શન લેનાર ગુજરાત એકમાત્ર હશે. કલાકોની અંદર ગુનેગારોને પકડવા ટીમની રચના કરવામાં આવી હતી. આવા ગુનેગારને રોકવા માટે પ્રિવેન્શન એક્શન લેવાયા છે. આ ગુનેગારને ત્રણ વાર પાસા હેઠળ જેલમાં ધકેલાયો છે. તેમને કાયદાની આંટીઘૂંટીથી જામીન મેળવવામાં સફળતા મળી છે. હજુ વધુ કડક પગલાં આવા લોકો સામે ભરવામાં આવશે. કાયદાના કામ પર કોઇ નિવેદન આપવું યોગ્ય નથી. પ્રિવેન્શન એક્શન સંપૂર્ણ રીતે મજબૂતાઇથી ગંભીરતાપૂર્વક કરવામાં આવશે. એક કરતાં વધારે એજન્સીઓ આ માટે કામ કરી રહી છે.
દીકરો વિદેશ ગયો અને લોકોએ ઉઘરાણી ચાલુ કરી, પિતાએ કંટાળીને કર્યો આપઘાત
તેમણે વધુમાં કહ્યું કે, પોલીસના જવાનોનો સંપર્ક જણાશે તો તેને નોકરીથી હાથ ધોવા પડશે. પોલીસ આવા ગુનેગારને પાસામાં મોકલવા યોગ્ય કાર્યવાહી કરે છે કે કેમ તેની તપાસ થશે. ગુનેગાર જે ભાષામાં સમજે એ ભાષામાં ગુજરાત પોલીસ તેમને સમજાવે તે સુચના છે. ગંભીરતાપૂર્વક આવા ગુનેગારો સામે કાર્યવાહી કરાશે. જે તે વિસ્તારમાં આ પ્રકારની ઘટનાઓ ના બને તેની જવાબદારી લોકલ પોલીસ સ્ટેશનની છે. જો હેબિચ્યુઅલ ગુનેગાર દ્વારા આવા ગુના થાય તો લોકલ પોલીસ સ્ટેશનની જવાબદારી રહેશે. જો પોલીસનો કોઇ કર્મચારી સંડોવાયેલા હશે તો તેની સામે કાર્યવાહી થશે.
અસામાજિક તત્વો વિરુદ્ધ ગુજરાત પોલીસ એક્શનમાં
રાજ્યમાં અસામાજીક ગુંડા તત્વો સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે લેવાયેલા આ નિર્ણયનું તાત્કાલિક અમલીકરણ કરવા આદેશ કરવામાં આવ્યા છે. આ અસામાજિક તત્વોની યાદીમાં કેવા તત્વોનો સમાવેશ કરવો તે અંગે પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. વારંવાર શરીર સંબંધી ગુનાઓમાં સંકળાયેલા વ્યક્તિઓ, ખંડણી ઉઘરાવવા, ધાક-ધમકી આપવાના ગુનાઓમાં સંડોવાયેલા વ્યક્તિઓ, મિલકત સામેના ગુનાઓ આચરનારા, પ્રોહિબિશન અને જુગારનો ગેરકાયદેસર ધંધો કરનારા તત્વો, ખનીજ ચોરી જેવા ગુનાઓમાં સંકળાયેલા તથા અન્ય અસામાજીક કૃત્યો દ્વારા જનતામાં ભય ફેલાવનારા તત્વોને આ યાદીમાં સમાવવા આદેશ કરાયા છે.
ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યું દાદાનું બુલડોઝર, વસ્ત્રાલ ઘટનામાં કોર્ટે આપી ચેતવણી
કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો
રાજ્ય પોલીસ વડાના આદેશના પગલે સુરતની ઉધના પોલીસે એક્શન મોડ કાર્યવાહી કરી છે. સુરત પોલીસે માથાભારે અને અસામાજિક તત્વોના ઘરો પર બુલડોઝર ફરી વળ્યું છે. માથાભારે તરીકેની છાપ ધરાવતા કુખ્યાત રાહુલ એપાર્ટમેન્ટના ઘર પર પોલીસનું બુલડોઝર ફરી વળ્યું. અસમાજિક તત્વો સામે સુરત પોલીસે લાલ આંખ કરી છે. ઉધના વિસ્તારમાં આવેલ આરોપીના ઘર પર બુલડોઝર અને ડિમોલિશનના હથોડા ફરી વળ્યા. આરોપી સામે કાયદાનો સકંજો વધુ મજબૂત રીતે કસાયો. આરોપી રાહુલ એપાર્ટમેટ વિરુદ્ધ 23 જેટલા ગંભીર પ્રકારના ગુના નોંધાયેલા છે. આરોપી વિરુદ્ધ હત્યા, મારામારી, ખંડણી, મિલકત પર કબ્જા સહિત ગંભીર પ્રકારના ગુના દાખલ છે. હાલ પણ આરોપી વિરુદ્ધ ગુજસીટોકનો ગુનો રજિસ્ટર છે. ત્યારે ઉધના પોલીસની કડક કાર્યવાહીના પગલે અન્ય આરોપીઓમાં ભારે ફફડાટ ફેસલાયો છે. "કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો "નો પાઠ આરોપીઓને ઉધના પોલીસે ભણાવ્યો.
કેડિલા કંપનીમાં રહસ્યમયી દુર્ઘટના, વોશરૂમમાં 4 કર્મચારી બેભાન થયા, એકનું મોત
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે