Home> Gujarat
Advertisement
Prev
Next

હવે ડ્રગ્સ વિરૂદ્ધ સ્ટ્રાઇક, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક વર્ષમાં 300 ડ્રગ પેડલરો વિરુદ્ધ કરી કાર્યવાહી

દરિયાઈ વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપ્યા બાદ હવે પોલીસે ડ્રગ્સ પેડલરો સામે લાલ આંખ કરી છે. અને ઓછી માત્રામાં ડ્રગ્સનો જથ્થો પોતાની પાસે રાખીને છૂટક વેચાણ કરતા લોકો સામે તવાઈ બોલાવી છે. 

હવે ડ્રગ્સ વિરૂદ્ધ સ્ટ્રાઇક, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક વર્ષમાં 300 ડ્રગ પેડલરો વિરુદ્ધ કરી કાર્યવાહી

મૌલિક ધામેચા, અમદાવાદઃ ગુજરાતમાં ડ્રગ્સની બદી દૂર કરવા માટે હવે પોલીસ અને સુરક્ષા એજન્સીઓ કડક કાર્યવાહી કરી રહી છે. અત્યાર સુધી ડ્રગ્સ પેડલરો સામે કાર્યવાહીનું પ્રમાણ ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળતું. જો કે હવે ક્રાઇમ બ્રાન્ચ સહિતની એજન્સીઓએ આવા ડ્રગ્સ પેડલરો સામે સખ્ત કાર્યવાહી શરૂ કરી છે. અને માત્ર એક જ વર્ષમાં 300 જેટલા આરોપી ઓને જેલ હવાલે કર્યા છે.

fallbacks

ગુજરાતના યુવક યુવતીઓને નશાના રવાડે ચડાવી યુવાઘનને બરબાદ કરવાના કારસાને નિષ્ફળ બનાવવા પોલીસ સતર્ક છે. છેલ્લા કેટલાક સમયમાં દરિયાઈ વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપ્યા બાદ હવે પોલીસે ડ્રગ્સ પેડલરો સામે લાલ આંખ કરી છે. અને ઓછી માત્રામાં ડ્રગ્સનો જથ્થો પોતાની પાસે રાખીને છૂટક વેચાણ કરતા લોકો સામે તવાઈ બોલાવી છે. ક્રાઇમ બ્રાન્ચએ માત્ર એક જ વર્ષ માં અલગ અલગ કેસ કરીને 300 જેટલા આરોપીઓ પકડ્યા છે. અને મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો પણ કબ્જે કર્યો છે.

આ પણ વાંચોઃ સુપ્રીમના ચુકાદા બાદ પાટીદારો પર દાખલ રાજદ્રોહના કેસ પરત ખેંચવા હાર્દિક પટેલે કરી માંગ

ડ્રગ્સ પેડલરો પણ ડ્રગ્સના બંધાણી હોય છે અને પોતાની આદતને પૂર્ણ કરવા માટે ડ્રગ્સનું વેચાણ કરવા સિન્ડિકેટમાં લાગી જતા હોવાનું મોટા ભાગના કિસ્સામાં સામે આવ્યું છે. જ્યારે તેઓ કોઈ પણ યુવક યુવતીને ડ્રગ્સના બંધાણી બનાવવા માટે પ્રથમ બે થી ત્રણ વખત ફ્રીમાં ડ્રગ્સ આપે છે. બાદમાં જ્યારે આ આદત તેનું બંધાણ થઈ જાય ત્યારે તેની પાસેથી રૂપિયા વસૂલે છે. જો કે કેટલાક કિસ્સામાં ડ્રગ્સ પેડલરો યુવાધનને બરબાદ કરવા માટે કાફેની આસપાસના વિસ્તારોને ટાર્ગેટ કરતા હોય તેમ લાગી રહ્યું છે. ડ્રગ્સ પેડલરો સોશિયલ મીડિયા મારફતે પણ યુવાધનને ટાર્ગેટ કરતા હોય છે.

હાલમાં ગુજરાતમાં અનેક એવા રિહેબ સેન્ટરો પણ કાર્યરત છે જે ડ્રગ્સ અને અન્ય વ્યસન છોડાવવા માટે મદદરૂપ બનતા હોય છે. જેમાં એડમિશન લઈને તમે આ બંધનમાંથી મુક્ત થઈ શકો છો. જેમની સામે પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી. જેથી પોલીસ કાર્યવાહીનો ડર રાખ્યા વગર આવી સંસ્થા ઓનો સંપર્ક કરવો જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More