Home> Gujarat
Advertisement
Prev
Next

સલમાન મોત કેસમાં મોટો ખુલાસો : સંભોગ માટે કોન્ડોમને બદલે ફેવિક્વિક લગાવતા જીવ ગયો હતો

અમદાવાદ (Ahmedabad) ના જુહાપુરા વિસ્તારમાં રહેતા સલમાન નામનો યુવક એક કચરા પેટી પાસે મળી આવ્યો હતો. સારવાર દરમિયાન તેનુ મોત નિપજ્યુ હતું. પોલીસ તપાસ (Crime) માં જાણવા મળ્યુ હતું કે, તેના ગુપ્ત ભાગમાં કોઈએ ફેવિક્વિક નાંખી હતી. ત્યારે હવે પોલીસ આ યુવકના મોતનું કારણ જાણવામાં લાગી છે. આ માટે એફએસએલની પણ મદદ લેવાઈ હતી. જોકે, પોલીસ તપાસમા જે બહાર આવ્યું, તે અત્યંત ચોંકાવનારું હતું. સલમાને શારીરિક સંબંધ બાંધવા માટે કોન્ડોમને બદલે ફેવિક્વિકનો ઉપયોગ કર્યો હતો. જે તેના મોતનું કારણ બન્યું હતું. 

સલમાન મોત કેસમાં મોટો ખુલાસો : સંભોગ માટે કોન્ડોમને બદલે ફેવિક્વિક લગાવતા જીવ ગયો હતો

ઝી મીડિયા/બ્યૂરો :અમદાવાદ (Ahmedabad) ના જુહાપુરા વિસ્તારમાં રહેતા સલમાન નામનો યુવક એક કચરા પેટી પાસે મળી આવ્યો હતો. સારવાર દરમિયાન તેનુ મોત નિપજ્યુ હતું. પોલીસ તપાસ (Crime) માં જાણવા મળ્યુ હતું કે, તેના ગુપ્ત ભાગમાં કોઈએ ફેવિક્વિક નાંખી હતી. ત્યારે હવે પોલીસ આ યુવકના મોતનું કારણ જાણવામાં લાગી છે. આ માટે એફએસએલની પણ મદદ લેવાઈ હતી. જોકે, પોલીસ તપાસમા જે બહાર આવ્યું, તે અત્યંત ચોંકાવનારું હતું. સલમાને શારીરિક સંબંધ બાંધવા માટે કોન્ડોમને બદલે ફેવિક્વિકનો ઉપયોગ કર્યો હતો. જે તેના મોતનું કારણ બન્યું હતું. 

fallbacks

શું હતી ઘટના
અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં ફરીદભાઈ રહે છે. તેમને સંતાનમાં 29 વર્ષીય દીકરો સલમાન તથા બે દીકરીઓ છે. આ પરિવારની આર્થિક સ્થિતિ એટલી સારી નથી. ત્યારે તાજેતરમાં સલમાનનો મિત્ર તેને બેહોશ હાલતમાં ઘરે લઈ આવ્યો હતો. જ્યાં તેણે કહ્યું હતું કે, સલમાન ડ્રગ્સ લીધુ છે, નશો ઉતરશે એટલે સારો થઈ જશે. દીકરાના સાજા થવાની રાહ જોઈ રહેલા માતાપિતા કંઈ સમજે તે પહેલા તો સલમાનનુ મોત નિપજ્યુ હતું. ત્યારે આ મામલો પોલીસ (crime news) સુધી પહોંચ્યો હતો. પોલીસ તપાસમાં ચોંકાવનારી બાબત સામે આવી હતી કે, મૃતક સલમાનના ગુપ્તાંગમાં ફેવિક્વિક નાખી દીધી હતી. ત્યાર બાદ યુવકને કચરા ટોપલી પાસે નાંખી દેવામાં આવ્યો હતો. જ્યારે તેનો મિત્ર તેને ઘરે લઈને આવ્યો હતો તો તેને ભારે દર્દી થઈ રહ્યુ હતું. તેના ગુપ્તાંગમાં ફેવિક્વિક લાગેલી હોવાથી તેને પેશાબ પણ થતો ન હતો. સવારે ઊલટીઓ થતા પરિવાર તેને સોલા સિવિલમાં સારવાર માટે લઈ ગયો હતો. જ્યાં તેનુ મોત નિપજ્યુ હતું. 

આ પણ વાંચો : અફઘાનિસ્તાનથી હેમખેમ પરત આવ્યો ગુજરાતી યુવક, કહ્યું-કેમ્પમાં હતા એટલે સલામત હતા

સલમાનને મળવા બે યુવતી આવી હતી  
સમગ્ર મામલે પોલીસે તપાસ માટે એફએસએલની મદદ લીધી છે. સાથે જ પોલીસ તપાસમાં ખૂલ્યુ કે, જે હોટલમાં સલમાને ડ્રગ્સ લીધુ હતું ત્યાં બે યુવતીઓ પણ હતી. જેથી પોલીસે આ યુવતીઓ કોણ છે તે જાણવા હોટલના સીસીટીવી ચકાસ્યા હતા. સીસીટીવીમાં સલમાન બે યુવતીઓ સાથે એક્ટિવા પર આવતો દેખાયો હતો. જેમાં સલમાન અને એક યુવતી હોટલની અંદર ગયા હતા, જ્યારે બીજી યુવતી એક્ટિવા લઈને જતી રહી હતી.

આ પણ વાંચો : ગુજરાતમાં ડ્રગ માફિયાનો જોખમી ખેલ : ભીખારીઓ પર થઈ રહી છે દવાની ટ્રાયલ

કોન્ડોમ ન હોવાથી ગુપ્તાંગ પર ફેવિક્વિક લગાવ્યું 
પોલીસ તપાસમાં ખૂલ્યું કે, સલમાન અને તેની પૂર્વ મંગેતર બંને ડ્રગ્સનાં બંધાણી હતા. તેઓ જુહાપુરાની એક હોટલમાં ગયા હતા, ત્યાં તેઓ શારિરીક સંબંધ માટે કોઇ સલામતીના સાધન જેમકે કોન્ડમ લઇ ગયા ન હતા. જેથી તેણે સલમાનના પ્રાઇવેટ પાર્ટ પર ફેવિક્વિક લગાવી દીધું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More