Home> Gujarat
Advertisement
Prev
Next

ઘરમાં સંતાનોને એકલા મૂકીને જતા માતાપિતા સાવધાન, ગઠિયાઓ આવી રીતે કરી રહ્યાં છે ટાર્ગેટ

શહેરનો વ્યાપ વધવાની સાથે જ ક્રાઈમનો વ્યાપ પણ વધી રહ્યો છે. અમદાવાદમાં છેતરપીંડીના અજીબોગરીબ કિસ્સા સામે આવી રહ્યાં છે. હવે ગઠિયાઓએ નાના બાળકોને ટાર્ગેટ બનાવ્યા છે. એક ગઠિયાએ ઘરમાં જઈને બાળકોને જ ટાર્ગેટ કર્યા હતા, અને માતાપિતાની હાજરી વગરના ઘરમાંથી 48 હજારની ચોરી કરી હતી. સંતાનોને પિતાનો અકસ્માત થયો હોવાની ખોટી વાર્તા ઉપજાવીને દવાના નામે 48 હજાર સેરવી લીધા હતા. ત્યારે સાબરમતી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સંતાનોને ઘરે એકલા મૂકીને નોકરીએ જતા તમામ માતાપિતા માટે આ કિસ્સો લાલબત્તી સમાન છે. 

ઘરમાં સંતાનોને એકલા મૂકીને જતા માતાપિતા સાવધાન, ગઠિયાઓ આવી રીતે કરી રહ્યાં છે ટાર્ગેટ

ઉદય રંજન/અમદાવાદ :શહેરનો વ્યાપ વધવાની સાથે જ ક્રાઈમનો વ્યાપ પણ વધી રહ્યો છે. અમદાવાદમાં છેતરપીંડીના અજીબોગરીબ કિસ્સા સામે આવી રહ્યાં છે. હવે ગઠિયાઓએ નાના બાળકોને ટાર્ગેટ બનાવ્યા છે. એક ગઠિયાએ ઘરમાં જઈને બાળકોને જ ટાર્ગેટ કર્યા હતા, અને માતાપિતાની હાજરી વગરના ઘરમાંથી 48 હજારની ચોરી કરી હતી. સંતાનોને પિતાનો અકસ્માત થયો હોવાની ખોટી વાર્તા ઉપજાવીને દવાના નામે 48 હજાર સેરવી લીધા હતા. ત્યારે સાબરમતી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સંતાનોને ઘરે એકલા મૂકીને નોકરીએ જતા તમામ માતાપિતા માટે આ કિસ્સો લાલબત્તી સમાન છે. 

fallbacks

માતાપિતાની ગેરહાજરીમાં આવ્યો ગઠિયો 
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આ ઘટના બની હતી. જેમાં મૂળ બનાસકાંઠાના પ્રવીણભાઈ પરમારનો પરિવાર સાબમરતી વિસ્તારમાં રહે છે. તેઓ કાલુપુરમાં પ્લાસ્ટિકની દુકાન ધરાવે છે. તેમને સંતાનમાં બે પુત્ર અને પુત્રી છે. ગત ઓક્ટોબર મહિનામાં તેઓ કામથી બહાર હતા, અને તેમની પત્ની પણ નોકરીએ ગઈ હતી, ત્યારે તેમના સંતાનો ઘરમાં એકલા હતા. ત્યારે એક શખ્સ તેમના ઘરે આવ્યો હતો. આ શખ્સે ઘરમાં આવીને  દીકરાને કહ્યુ હતું કે, તારા પપ્પાનો અકસ્માત થયો છે. દવા માટે ઘરમાં રૂપિયા પડયા હોય તો લઈ લે.

આ પણ વાંચો : ત્રણ કચ્છીઓને મુકેશ અંબાણીના ઘરનું સરનામુ પૂછવુ ભારે પડ્યું, પોલીસ દોડતી થઈ 

ગઠિયો જાણતો હતો કે ઘરમાં 80 હજાર રોકડા પડ્યા છે 
આ બાદ દીકરાએ તેની બહેનને ઊંઘમાંથી ઉઠાડીને આ વાત કહી હતી. જેથી દીકરી ડરી ગઈ હતી. દીકરીએ ઘરમાં રૂપિયા ન હોવાનુ કહ્યુ હતું. જોકે, આ શખ્સને એ વાતની જાણ હતી કે, ઘરમાં 80 રૂપિયા રોકડા પડ્યા છે. જેથી તેણે દીકરીને આ રૂપિયા આપવા કહ્યુ હતું. દીકરીએ 80 હજાર રૂપિયા લાવી આપ્યા હતા. જેમાંથી 32 હજાર બાજુ પર મૂકીને ગઠિયો 48 હજાર રૂપિયા લઈ ગયો હતો. એટલુ જ નહિ, પ્રવીણભાઈના પુત્રએ પિતાને ફોન કરવાનુ કહેતા ગઠિયાએ ફોન લગાવવાનુ નાટક કર્યુ હતું. બાદમાં ફોન ન લાગ્યો હોવાનુ કહ્યુ હતું. 

આ પણ વાંચો : અમદાવાદમાં યુવતીની છેડતી, જ્યાં જ્યાં જતી ત્યાં તેની પાછળ પાછળ પહોંચી જતો

સંતાનોએ તાત્કાલિક ફોન કરીને પિતાને જણાવ્યું 
ગઠિયો રૂપિયો લઈ ગયા બાદ સંતાનોએ પિતાને ફોન કર્યો હતો. તેમની પુત્રીએ તેમને ફોન કર્યો અને પૂછ્યું કે પપ્પા તમને અકસ્માત થયો છે? દિકરીનો સવાલ સાંભળીને પિતાએ અકસ્માત નહીં થયો હોવાનું જણાવ્યું હતું. આ બાદ દીકરીએ ગઠિયો રૂપિયા લઈ જવાની સઘળી હકીકત પિતાને જણાવી હતી. જેથી પ્રવીણભાઈએ ફરિયાદ નોંધાવતા હવે સાબરમતી પોલીસે આ મામલે તપાસ શરૂ કરી ગઠિયાને શોધવા તજવીજ હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More