Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદમાં શરૂ થયો છેતરપીંડીનો નવો ખેલ! હવે તમારું સીમ સ્વેપિંગ કરી થઈ રહી છે છેતરપિંડી

માર્ચ 2023ના વેપારીએ આ અંગે ફરિયાદ નોંધાવી હતી. સાયબર ક્રાઇમ બ્રાંચે ટેકનિકલ એનાલીસિસ કરી ગુનામાં સંડોવાયેલ ત્રણ આરોપીને કલકત્તાથી ઝડપી પાડયા છે.

અમદાવાદમાં શરૂ થયો છેતરપીંડીનો નવો ખેલ! હવે તમારું સીમ સ્વેપિંગ કરી થઈ રહી છે છેતરપિંડી

ઉદય રંજન/અમદાવાદ: સાયબર ક્રાઇમ બ્રાન્ચે એ સીમ સ્વેપિંગ કરી કરોડ રૂપિયા પડાવી લેવાના કેસમાં 3 આરોપીની ધરપકડ કરી છે. સાયબર ક્રાઇમ બ્રાંચની ગિરફતમાં ઉભેલા માસ્ટર માઇન્ડના નામ અતિકુર રહેમાન ખાન, પરવેઝ ખાન, મુખ્તાર અલી છે. આ ત્રણેય આરોપીઓની સાયબર ક્રાઇમ બ્રાંચે કલકત્તાથી ધરપકડ કરી છે. 

fallbacks

GST કલેક્શનથી ગુજરાત સરકારની તિજોરી છલકાઈ, એપ્રિલ 2023માં GSTથી થઇ આટલી આવક

પકડાયેલ આરોપીઓએ અમદાવાદના બેરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા અમિત કુમાર જાની નામના વેપારી સાથે એક કરોડ 19 લાખ 37 હજાર રૂપિયા છેતરપિંડી આચરી હતી. જેમાં આરોપીઓએ વેપારીના ઈમેલ આઇડી હેક કરીને સીમ કાર્ડ બદલવાની રીકવેસ્ટ મોકલીને સેક્યુલર કંપનીમાંથી નવું સીમ લઈ તેમાંથી OTP મેળવી આ રકમની ઓનલાઇન ટ્રાન્સફર કરી છેતરપિંડી આચરી હતી. વેપારીને એકાઉન્ટનટ દ્વારા બેંકનું એકાઉન્ટ તપાસતા આ રકમ ટ્રાન્સફર થાય હોવાનું માલૂમ થયું હતું. માર્ચ 2023ના વેપારીએ આ અંગે ફરિયાદ નોંધાવી હતી. સાયબર ક્રાઇમ બ્રાંચે ટેકનિકલ એનાલીસિસ કરી ગુનામાં સંડોવાયેલ ત્રણ આરોપીને કલકત્તાથી ઝડપી પાડયા છે.

ફ્રેન્ડશીપ કરતા પહેલાં વિચારજો, કપલ બોક્સ- ચેન્જ રૂમમાં સગીરા સાથે માણ્યું શરીરસુખ

અમદાવાદ સાયબર ક્રાઇમ આરોપીઓને પકડીને પ્રાથમિક તપાસ કરતા વેપારી સાથે એક કરોડની છેતરપિંડીમાંથી 60 લાખ રૂપિયા ઝડપાયેલ આરોપીઓ બેંક એકાઉન્ટમાંથી રોકડા ઉપડ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. પકડાયેલ આરોપીઓમાં અતીકુર ખાન બેંકમાંથી હોમ લોન પર્સનલ લોન અને વીમા પોલિસી કાઢવાનું કામ કરતા હોવાનું સામે આવ્યું છે.

AAPના નેતા ઈસુદાન ગઢવી પર પોલીસે લગાવી આ કલમો, હવે બચવું મુશ્કેલ, જાણો શું છે કેસ

અન્ય આરોપી પરવેઝ અહેમદ બિલ્ડિંગના વ્યવસાય સાથે કામ કરે છે અને મુક્તાર અલી કાપડનો વ્યવસાય કરે છે. પકડાયેલ આરોપીઓ સાથે આ ગેંગમાં બેંકના કર્મચારી સેક્યુલર 6 કંપનીના કર્મચારી તેમ જ નાઝીરિયન ગેંગ પણ સંડોવાયેલનું સામે આવતા સાયબર ક્રાઇમ બ્રાંચ એ તે બાબતે તપાસ શરૂ કરી છે.

ત્રણ દિવસ બાદ સક્રિય થશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ, આ વિસ્તારોમાં મેઘો તાંડવ કરશે

આ કેસમાં ઝડપાયેલ આરોપીઓએ ગુજરાતના વેપારી સહિત દેશ ભરના અન્ય રાજ્ય અને શહેરના વેપારી સાથે આ રીતે સીમ સ્વેપ કરી કરોડો રૂપિયા પડાવ્યાનું પોલીસ માની રહી છે, ત્યારે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓના 7 દિવસના રિમાન્ડ મેળવીને વધુ ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More