ઝી બ્યુરો/અમદાવાદ: ડિજિટલ અરેસ્ટ નામે ચાલતી ઠગાઈનો પર્દાફાશ થયો છે. ઠગાઈનો બિઝનેસ ભારતમાં ચલાવવા 4 વર્ષ રિસર્ચ કર્યું..જે બાદ ડિજિટલ એરેસ્ટ,શેર માર્કેટમાં રોકાણ, ગેમિંગ ઝોનના નામે આરોપીઓ કરોડો રૂપિયાની છેતરપીંડી કરી. તાઇવાનથી લઇ ભારતનાં જુદા જુદા રાજ્યોમાં ફેલાયેલા નેટવર્કના 17 જેટલા આરોપીઓની સાયબર ક્રાઇમ એ ધરપકડ કરી. કેવી રીતે ડાર્ક રૂમથી ચાલતું હતું ઠગાઈનું આંતરરાષ્ટ્રીય રેકેટ.
આસોમાં અષાઢી માહોલ..! દિવાળી પહેલા મોસમનો મિજાજ બદલાયો, આ 9 જિલ્લામાં છે મહાખતરો
સાયબર ક્રાઇમની કસ્ટડીમાં જોવા મળતા આરોપીઓ મુચી સંગ ઉર્ફે માર્ક, ચાંગ હાવ યુન ઉર્ફે માર્કો, વાંગ ચુન વેઇ ઉર્ફે સુમોકા અને શેન વેઇ હાવ ઉર્ફે ક્રીશની ધરપકડ કરી. ચારેય તાઇવાન આરોપીઓ ડિજિટલ અરેસ્ટનાં માસ્ટર માઈન્ડ છે. તેઓ સાયબર સ્ક્રેમ માટે જુદા જુદા રાજ્યોમાં ઠગ ગેંગ ઉભી કરી હતી. આ આંતરરાષ્ટ્રીય ગેંગની અંદર ભારતીયો સહિત 17 લોકોની ધરપકડ કરી પર્દાફાશ થયો છે.
આ તારીખે આવી રહ્યું છે સંક્ટ! અરબ સાગર અને બંગાળની ખાડી ગુજરાતની 'પથારી' ફેરવી દેશે!
સમગ્ર ઘટનાની વાત કરીએ તો અમદાવાદના એક સિનિયર સિટીઝનને આ ગેંગ દ્વારા CBIના નામે ડરાવી ધમકાવીને ડિજીટલ અરેસ્ટ કરીને રૂપિયા 80 લાખ રૂપિયા પડાવ્યા હતા. જે મામલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાતા સાયબર ક્રાઇમની ટીમે ટેકનિકલ એનાલિસીસ કરીને ગુજરાતના અમદાવાદ, વડોદરા, સુરત, લીંબડી તથા મુંબઈ, ઓડિશા, દિલ્હી, બેંગલોર, ડુંગરપુર સહિત અલગ અલગ જગ્યાએ સર્ચ ઓપરેશન કરી સમગ્ર નેટવર્ક ઝડપી પાડવામાં આવ્યું છે.
ગુજરાતમાં સરકારી નોકરી શોધતા ઉમેદવારોની દિવાળી સુધરી, GPSCએ જાહેર કરી ભરતી
સાયબર ક્રાઇમની ટીમે આ ઠગાઈ કેસમાં ઉપયોગમાં લેવાયેલ બેંક એકાઉન્ટના હોલ્ડર પહેલો ભાવેશ સુથારની ધરપકડ કરીને પૂછપરછ કરતા વડોદરાનું નેટવર્ક ખુલ્યું. જે બાદ 2 આરોપી ધરપકડ કરી પૂછતા તેઓ બેંક એકાઉન્ટ અન્ય લોકોનાં ભાડે લઈને તેમને કમિશન આપતા હતા. પ્રવીણ પંચાલની ધરપકડ કરતા નવી દિલ્હીના સેફ હૈદર ઉર્ફે સેમ સિદ્દીકી નામ ખૂલ્યું હતું. સાયબર ક્રાઇમની ટીમે દિલ્હીમાં રેડ કરી તપાસ કરતા તાઇવાન નાગરિકો દ્વારા ઠગાઈનું આતંર રાષ્ટ્રીય નેટવર્ક ચલાવવામાં આવતું હોવાનું પર્દાફાશ થયો હતો..જે બાદ સાયબર ક્રાઇમ એ વડોદરા, દિલ્હી, મુંબઈ અને બેંગલોરમાંથી ચાર ડાર્ક રૂમ ઝડપાયા છે. જે સીસ્ટમ ડેવલોપ કરનાર મુખ્ય આરોપી તાઇવાનનો મુચી સંગ ઉર્ફે માર્ક હોવાનું ખુલ્યું છે, જેને દિલ્હીની તાજ હોટલમાંથી ધરપકડ કરી છે.
લોરેન્સ જેલમાં શું શું કરે છે? આવો જાણીએ અંદરની વાત, Zee પાસે એક્સકલ્યુઝિવ માહિતી
આ આતંરરાષ્ટ્રીય ગેંગ દ્વારા અલગ અલગ ટાસ્ક આપી ઠગાઈની છેતરપીંડી કરાવતા હતા. જોકે પકડાયેલ તાઇવાનના આરોપી ભાડેથી મેળવેલા બેંક એકાઉન્ટ અને મોબાઈલ દ્વારા ઉભી કરવામાં આવેલ ડાર્ક રૂમ ઓપરેટ કરતા હતા. આ બેંક એકાઉન્ટમાં અલગ અલગ ફ્રોડ સ્કીમથી આવેલા નાણાંને બીટ કોઈનમાં કન્વર્ટ કરતા હોવાનું તેમજ મની લોન્ડિંગ માટે ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું છે. આ આરોપી દરરોજનું 2થી 2.5 કરોડનું ઠગાઈના પૈસાનું ટર્ન ઓવર હોવાનું ખૂલ્યું છે. જોકે આ ઠગાઈનું નેટવર્ક વધારીને ટર્ન ઓવર 10 કરોડ કરવાનો ટાર્ગેટ તાઇવાનના ઠગ ટોળકીનો હતો. જેની માટે તાઇવાન નાગરિકો બેંગલોરમાં પોતાની ગેંગ સાથે મિટિંગ કરવા સ્પેશિયલ આવ્યા હતા.
વડોદરાવાસીઓ સાચવી લેજો! મોરબી જેવી દુર્ઘટના થશે તો જવાબદાર કોણ, આ 12 બ્રિજ છે ક્ષતિ
તાઇવાનનો ઠગ મુખ્ય આરોપી મૂચી સંગ સહિત ટોળકી દ્વારા ભારતમાં ઠગાઈનું નેટવર્ક ઉભુ કરવા માટે ચાર વર્ષ સુધી રિસર્ચ કર્યું હતું. આ ઠગ ટોળકી વિરુદ્ધ NCRB પોર્ટલ માં 450થી વધુ ફરિયાદો થયેલી છે, સાથે જ છેલ્લા ધણા વર્ષોથી આ ટોળકીએ એક હજારથી વધુ લોકો ભોગ બન્યા હોવાની આશકાં સાયબર ક્રાઇમ વ્યક્ત કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે