ahmedabad accident રઘુવીર મકવાણા/બોટાદ : અમદાવાદમાં અડધી રાત્રે બેફામ બનેલી કાર લોકોના ટોળા પર ફરી વળથા 9 લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા..જેમાં બોટાદના કૃણાલ, રોનક અને અક્ષયનો ભોગ લેતા સમગ્ર બોટાદ શોકમગ્ન બન્યું છે. ત્યારે ZEE 24 કલાકની ટીમ મૃતક અક્ષર પટેલના ઘરે પહોંચી પરિવારની સ્થિતિ જાણી. નિલભાઈ પટેલ પોતાનો એકનો એક દીકરો ગુમાવી નિરાધાર બન્યા છે. અક્ષર અમદાવાદમાં MBA ના અભ્યાસ માટે એડમિશન લેવા માટે આવ્યો હતો. ત્યારે મિત્ર કૃણાલ અને રોનક સાથે રાત્રે ચા પીવા માટે ઈસ્કોન આવ્યો હતો. ત્યારે અકસ્માત સર્જાતા ત્રણેય મિત્રો મદદ માટે ગયા હતા. પરંતુ ત્યારે તથ્ય પટેલની બેકાબૂ બનેલી કાર આવી અને તેમના ઉપર ચડી ગઈ હતી. ત્યારે ત્રણેય મિત્રોના મોતથી પરિવારજનો આક્રંદ સાથે રોષ ઠાલવી રહ્યા છે. પરિવારજનો કહી રહ્યા છે અમે સહાયનું શું કરીએ. સરકાર અમારો લાડકવાયો પાછો લાવી આપે તો અમે સામે રૂપિયા આપીશું. અમારે ફુલ જેવા બાળકોનો ભોગ લેનારને જાહેરમાં જ ફાંસીની સજા આપવી જોઈએ.
અંબાલાલની ઘાતક આગાહી, આ તારીખે આવશે વરસાદનું બીજું વહન, જળબંબાકાર થશે ગુજરાત
પપ્પા અહીં વરસાદ છે.. હું સાજે નહીં સવારે આવીશ... આ શબ્દો સાંભળતા પિતાને હાશકારો થયો.. પરંતુ બોટાદમાં એક પિતા અને પરિવાર રાહ જોતો રહી ગયો અને ઘરે સીધી અક્ષરની ડેડબોડી આવી... આ દ્રશ્યો જોઇને પરિવાર આક્રંદમાં ડૂબી ગયો... અમદાવાદમાં ઇસ્કોન હાઇવે પર બનેલી દુર્ઘટનામાં 9 લોકોના ઘટના સ્થળે મોત થયા હતા.. જેમાં બોટાદના 3 યુવાનો સામેલ છે... બોટાદમાં મૃત અક્ષર પટેલના ઘરે અમારી ટીમ પહોંચી ત્યારે પરિવારનું હૈયાફાટ રુદન સાંભળીને સૌ કોઇ રડી પડ્યા.... પરિવારની એક જ માગ છે કે, સરકાર આરોપીને ફાંસી આપે અથવા તો દિકરાની જીવની સામે દિકરો આપે... અમદાવાદમાં ગઈ કાલે મોડી રાત્રે બનેલ અકસ્માતમાં 9 લોકોના ઘટના સ્થળે મોત થયા હતા. જેમાં ત્રણ યુવાનો બોટાદના હતા. કૃણાલ, રોનક અને અક્ષય, જે ત્રણેય યુવાનોની ગઈ કાલે અંતિમ વિધિ કરવામાં આવી હતી. ત્યારે આજે ઝી 24 કલાકની ટીમ બોટાદ શહેરના ભાવનગર રોડ પર રહેતા અક્ષર પટેલના ઘરે પહોચી હતી.
નબીરા તથ્ય વિરુદ્ધ કાર્યવાહી કરવા RTO પણ આવ્યું મેદાનમાં, ડ્રાઈવિંગ લાયસન્સ થઈ શકે છે રદ#Gujarat #AhmedabadAccident #Ahmedabad pic.twitter.com/gaEaCDr6gl
— Zee 24 Kalak (@Zee24Kalak) July 21, 2023
યુરિયા ખાતર અંગે સરકારની મોટી સ્પષ્ટતા, અફવા અંગે ખેડૂતોને કર્યા સાવધાન
અક્ષરના પિતા અનિલભાઈ પટેલે ઝી 24 કલાક સાથે વાત કરતા જણાવ્યું કે, એકનો એક લાડકવાયો અક્ષર દીકરો હતો અને એક દીકરી છે. પરિવારમાં માત્ર ચાર લોકો હતા, અક્ષરે અમદાવાદમાં BBA ની ડીગ્રી પૂર્ણ કરી હતી અને ત્યારબાદ તે બોટાદ રહેતો હતો અને MBA ના અભ્યાસ ના એડમિશન માટે ગયા મંગળવારે બોટાદથી અમદાવાદ ગયો હતો. રોનક, કૃણાલ અને અક્ષર ત્રણેય મિત્રો રાત્રે ઇસ્કોન ભેગા થયા હતા. તે દરમિયાન ઇસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જાયો હતો. તે ત્યાં જોવા અને મદદ કરવા માટે દોડી ગયા હતા. તે દરમિયાન અમદાવાદનો નબીરો તથ્ય પટેલ પોતાના શોખ ખાતર ફૂલ સ્પીડે પોતાના કાર ચલાવી અકસ્માત નિહાળી રહેલા લોકોના ટોળા પર કાર ચડાવી લોકોને કચડી નાખ્યા હતા. જેમાં ઘટના સ્થળે 9 ના મોત થયા હતા ત્યારે ત્રણેય યુવાનોના પરિવારોમાં આક્રદ મચી જવા પામ્યો છે.
અમદાવાદ ઈસ્કોન બ્રિજ અકસ્માત । મૃતકોના પરિજનોનું હૈયાફાટ રૂદન, નથી રોકાઈ રહ્યા આંસુ!#AhmedabadAccident #Gujarat #BreakingNews pic.twitter.com/qpBQqc8v7K
— Zee 24 Kalak (@Zee24Kalak) July 21, 2023
કેનેડાની ખુલ્લી ઓફર, ભારતીયો માટે એવી સ્કીમ લોન્ચ કરી કે શરૂ કરતા જ થઈ પડાપડી
મૃતક અક્ષરના માતા પિતા અને પરિવારના સભ્યોએ હૈયાફાટ રુદન કરતા આક્રોશ ઠાલવ્યો હતો કે, લાખો રૂપિયાને શુ કરવાં છે અમે સરકારને કહીએ છીએ અમારો લાડકવાયો પાછો આપો. અમે સરકારને રૂપિયા આપીશું. પોતાના શોખ માટે થઈ નિર્દોષ લોકોના જીવ લેનાર નરાધમને અમારી સામે જાહેરમાં ફાંસી આપવાની માંગ કરી હતી અને આ નરાધમ તથ્ય પટેલની ગાડીમાં છોકરીઓ અને ડ્રગ્સ તેમજ દારૂ પણ સાથે હોવાનું પરિવારના સભ્યોએ આક્ષેપ કર્યો હતો. તાત્કાલિક આકરામાં આકરી ફાંસીની સજા આપવાની માંગ કરી હતી.
તોફાની વરસાદનું એલર્ટ : ગુજરાતના કયા જિલ્લામાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ છે તે ખાસ જાણી લેજો
9 નિર્દોષની હત્યા કરનારા તથ્યને આજે કોર્ટમાં રજૂ કરાશે#Gujarat #AhmedabadAccident #Ahmedabad pic.twitter.com/6thXnVb5HQ
— Zee 24 Kalak (@Zee24Kalak) July 21, 2023
માતાનો વલોપાત
અક્ષરના માતાએ ભારે આક્રંદ કરતા કહ્યું કે, મારે રૂપિયા નથી જોઈતા, જોવે તો હું સામે 10 લાખ રૂપિયા આપું. મારે એ છોકરાનો જીવ લેવો છે. મારે અમદાવાદ આવવુ પડે તો અમદાવાદ આવીશ. મારે હાથે એને ગળુ દબાવીને મારવો છે. મારે દેખાડવુ છે કે કોઈ દિવસ આવા બીજા કોઈના દીકરાને મારે નહિ. અમને માવતરને બાવા કરી નાંખ્યા. તેણે હાથે કરીને ખૂન કર્યું છે. અહીથી કહીને ગયો હતો કે સાંજે પાછો આવીશ, અમે રાહ જોઈતા હતા, પણ એ પાછો ન આવ્યો.
આ વીડિયો છે પુરાવો : 9 નિર્દોષની હત્યા કરીને તથ્યએ સ્વીકાર્યું, ગાડીની સ્પીડ વધુ હતી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે