ઉદય રંજન/અમદાવાદ: શહેરમાં ફ્રૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સપાટો બોલાવામાં આવ્યો છે. બે મેડિકલ સ્ટોરમાં રેડ કરવામાં આવી કે, જ્યા નશા માટે કફ સીરપ દાવાઓનો ઉપયોગ થાય છે. અને ગેરકાયદેસર રીતે વહેંચણી કરવામાં આવે છે. તેવી દુકાનોમાં રેડ કરાવમાં આવી હતી.
જેમાં શાહઆલમની કેર કેમિસ્ટ દુકાન અને બહેરામપુરામાં આવેલ જયમિક મેડિકલ સ્ટોરમાં રેડ કરવામાં આવી રેડ દરમ્યાન 350થી વધુ કોડેક નામની દવાનો જથ્થો મળી આવ્યો છે. જયમિક મેડિકલ સ્ટોરનું લાયસન્સ પણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા 6 મહિના પહેલા રદ કરવામાં આવ્યું હતું.
મહત્વનું છે કે, 6 મહિના પહેલા પણ ગેરકાયદેસર રીતે નશા માટે દવાઓનું વહેંચણી કરતા ઝડપાયો હતો. પ્રવીણ ડાંગર નામનો શખ્સ આ દુકાન ચલાવતો હતો. હાલમાં તો ફૂડ અનેડ ડ્રગ્સ વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી તમામ દવાઓ જપ્ત કરવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે