Home> Gujarat
Advertisement
Prev
Next

AHMEDABAD: સોલા સિવિલમાં દર્દીઓના સ્વજનો માટે એરકુલર યુક્ત ડોમ બનાવાયો

સોલા સિવિલ હોસ્પિટલ ખાતે કોવીડગ્રસ્ત દર્દીઓના સ્વજનોને કોઈ પણ પ્રકારની હાલાકી ન પડે તે માટે જિલ્લા વહીવટીતંત્રએ કમર કસી છે. કોવીડના દર્દીઓની સંખ્યામાં વધારો થતા જિલ્લા વહીવટીતંત્ર સોલા સિવિલ હોસ્પિટલ ખાતે દિન-પ્રતિદિન નવી વ્યવસ્થાઓ વિકસાવી રહ્યું છે. આ આયોજનના ભાગરુપે સોલા સિવિલ હોસ્પિટલના પ્રાંગણમાં દર્દીઓના સ્વજનો માટે ડોમની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.આ ડોમમાં દર્દીઓના સ્વજનોને ઉનાળામાં ગરમીથી રાહત રહે તે માટે એરકુલરની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. 

AHMEDABAD: સોલા સિવિલમાં દર્દીઓના સ્વજનો માટે એરકુલર યુક્ત ડોમ બનાવાયો

અમદાવાદ: સોલા સિવિલ હોસ્પિટલ ખાતે કોવીડગ્રસ્ત દર્દીઓના સ્વજનોને કોઈ પણ પ્રકારની હાલાકી ન પડે તે માટે જિલ્લા વહીવટીતંત્રએ કમર કસી છે. કોવીડના દર્દીઓની સંખ્યામાં વધારો થતા જિલ્લા વહીવટીતંત્ર સોલા સિવિલ હોસ્પિટલ ખાતે દિન-પ્રતિદિન નવી વ્યવસ્થાઓ વિકસાવી રહ્યું છે. આ આયોજનના ભાગરુપે સોલા સિવિલ હોસ્પિટલના પ્રાંગણમાં દર્દીઓના સ્વજનો માટે ડોમની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.આ ડોમમાં દર્દીઓના સ્વજનોને ઉનાળામાં ગરમીથી રાહત રહે તે માટે એરકુલરની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. 

fallbacks

VADODARA: કરજણના MLA ના પુત્રએ વૃદ્ધને અડફેટે લેતા ઘટના સ્થળે જ નિપજ્યું મોત

આ ઉપરાંત અહીં શરુ કરવામાં આવેલા હેલ્પડેસ્ક પરથી દર્દીઓના સ્વજનોને જરુરી રિપોર્ટ પણ મળી રહે છે. આ ઉપરાંત દર્દીના પરિવારજનો દર્દીના ખબર-અંતર પૂછી શકે તે માટે વીડિયો કોલિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. દર્દીના સ્વજનો સવારે ૯-૦૦ થી ૧૨-૦૦ અને બપોરે ૩-૦૦ થી ૫-૦૦ વાગ્યા દરમિયાન દર્દી સાથે વાત કરી શકે છે. 

ખાનગી હોસ્પિટલો બાદ હવે સ્મશાનમાં પણ ભ્રષ્ટાચારનો અખાડો, પૈસા આપો સારી સેવા મેળવો

આ સુવિધા અંગે વાતચીત કરતા સોલા સિવિલ હોસ્પિટલના RMO ડો. પ્રદિપભાઈ પટેલ કહે છે કે, દર્દીઓમાંથી અન્ય લોકોમાં ક્રોસ ઈન્ફેકશન ન ફેલાય તે માટે અમે ગ્રાઉન્ડ ફ્લોર પર ડોમની સુવિધા ઉભી કરી છે. જેને અમે હેલ્પડેસ્ક નામ આપ્યું છે. ડો.પ્રદિપભાઈ ઉમેરે છે કે વીડિયો કોલિંગની ફેસિલિટીથી અમે દર્દી અને તેમના સ્વજનો વચ્ચે વાતચીત કરાવીએ છીએ. જેથી દર્દીના સ્વજનોને પણ માનસિક રીતે રાહત રહે છે.  
અમદાવાદના વાસણા વિસ્તારના દેવલભાઈ થાનકી આ સુવિધાઓ અંગે સંતોષ વ્યક્ત કરતા કહે છે કે, અહીં સુવિધાઓ સારી છે. ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજન અને રેમડેસિવિર લાવવાની ચિંતા રહે છે પણ અહીં સરકારી હોસ્પિટલમાં તે અંગે અમે નિશ્ચિંત છીએ. દેવલભાઈના બહેનના સસરા રસિકભાઈ થાનકી સોલા સિવિલ હોસ્પિટલમાં હાલ સારવાર હેઠળ છે. 

AHNA એ આક્રોશ ઠાલવતા કહ્યું, કયા દર્દીને ક્યારે રેમડેસિવર આપવું તે સરકાર તબીબો પર છોડે

ઉલ્લેખનીય છે કે સોલા સિવિલ હોસ્પિટલમાં સુચારુ સંચાલન થાય  અને નાગરિકોને ઉત્તમ આરોગ્ય સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે સાયન્સ-ટેકનોલોજી વિભાગના સચિવ હારિત શુક્લાની આગેવાનીમાં અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદિપ સાંગલે અને જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુ, સોલા સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો. પીના  સોની સહિતના ઉચ્ચ અધિકારીઓની ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More