Home> Gujarat
Advertisement
Prev
Next

ડબલ મર્ડરઃ પ્રેમ લગ્ન કરનાર બહેન અને તેના પતિની ભાઈએ કરી હત્યા

અમદાવાદના સાણંદમાં ડબલ મર્ડરની ઘટના બની છે. 
 

 ડબલ મર્ડરઃ પ્રેમ લગ્ન કરનાર બહેન અને તેના પતિની ભાઈએ કરી હત્યા

અમદાવાદઃ સાણંદમાં પતિ પત્નીની હત્યા કરાયાની હિચકારી ઘટના સામે આવી છે. પ્રેમલગ્ન કરનાર દંપતીની ચપ્પાના ઘા ઝીંકી ઘાતકી હત્યા કરવામાં આવી છે. પ્રેમલગ્નના કારણે નારાજ થયેલ હાર્દીક ચાવડાએ તેની બહેન તરૂણા અને તેના બનેવી વિશાલની નિર્મમ હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ યુવક ભાગી ગયો હતો. સાણંદ પોલીસે હત્યારા યુવકને શોધવા તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. દેત્રોજ ગામમાં રહેતી તરૂણાએ  સાણંદના છારોડી ગામમાં રહેતા  વિશાલ સાથે પ્રેમલગ્ન કર્યાં હતા ત્યારે પ્રેમલગ્નથી નારાજ થયેલ ભાઇએ તેની બહેનના ઘરે જઇને બન્નેની નિર્મમ હત્યા કરી હતી. એકતરફ કાયદા વ્યવસ્થાને લઇ પોતાની વાહવાહી કરવામાં પોલીસ તંત્ર અને સરકાર દ્વારા કોઇ પ્રયાસ છોડવામાં આવતા નથી ત્યારે બે લોકોની પ્રેંમલગ્ન કરવાના કારણે હત્યા કરી દેવાની ઘટના બની છે.

fallbacks

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More