Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદમાં કિન્નરોની હથોડાવાળી! ઘરમાં ઘૂસીને કરી તોડફોડ, પરિવારને ધમકાવ્યો, VIDEO વાયરલ

અમદાવાદના જુના વાડજ વિસ્તારમાં 10 કિન્નરોએ એક પરિવાર પર હુમલો કરી ઘર ખાલી કરવાની ધમકી આપી હતી. કિન્નરોએ હથોડા અને લાકડીઓ વડે ઘરમાં તોડફોડ કરી હતી, જેના કારણે કાર, ટીવી અને અન્ય વસ્તુઓને નુકસાન થયું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
 

અમદાવાદમાં કિન્નરોની હથોડાવાળી! ઘરમાં ઘૂસીને કરી તોડફોડ, પરિવારને ધમકાવ્યો, VIDEO વાયરલ

ઝી બ્યુરો/અમદાવાદ: અમદાવાદના જુના વાડજ વિસ્તારમાં 10 કિન્નરોએ એક પરિવાર પર હુમલો કરી ઘર ખાલી કરવાની ધમકી આપી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કિન્નરોએ હથોડા અને લાકડીઓ વડે ઘરમાં તોડફોડ કરી, સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. પીડિતા શિવાની વ્યાસ (20)એ વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. શિવાનીના જણાવ્યા અનુસાર જ્યારે તે તેના પરિવાર સાથે ઘરે હતી ત્યારે 10 કિન્નરોએ પાછલા દરવાજેથી ઘરમાં ઘૂસી ગયા હતા અને દરવાજો ખોલીને અંદર આવ્યા હતા.

fallbacks

હથિયારધારી કિન્નરોએ પરિવારને ડરાવી-ધમકાવી ઘર ખાલી કરી દેવાની ધમકી આપી અને ગાળો બોલવાનું શરૂ કર્યું હતું. ડરના કારણે પરિવારના સભ્યોએ પોતાને એક રૂમમાં બંધ કરી દીધા હતા. આ પછી કિન્નરોએ ઘરમાં રાખેલી ઓડી કાર, વોટર કુલર, વોશ બેસિન, ડાઈનિંગ ટેબલ, ટીવી, સીસીટીવી કેમેરા અને એક એક્ટિવા સ્કૂટર તોડી નાખ્યું હતું.

પરિવારે તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી, પરંતુ પોલીસ પહોંચે તે પહેલા જ તમામ કિન્નરો ભાગી ગયા હતા. વાડજ પોલીસે ઘટનાના સીસીટીવી ફૂટેજ મેળવીને કામિની દે, જિયા દે, હિના દે, સાવન દે, ગઝલા દે, સોનમ દે, રિમઝિમ દે, અંજના દે, કરીના દે અને ઈશિતા દે સામે ગુનો નોંધ્યો છે.

પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી
પોલીસનું કહેવું છે કે તેઓએ તમામ આરોપીઓ સામે BNSની કલમ 333, 296(b), 351(3), 324(5), 189(2), 189(4), 190, 61 હેઠળ કેસ નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે. છે. આ ઘટના બાદ પીડિતાનો પરિવાર ખૂબ જ ડરી ગયો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More