અમદાવાદ : રાજ્યમાં કોરોના ફરી એકવાર બેકાબુ બન્યો છે. જેને ધ્યાને રાખીને સરકારે હોળી ધુળેટીના તહેવાર પણ મનાવવામાં આવી રહ્યો છે અને તેના પર પ્રતિબંધ મુક્યો છે. લોકો ધુળેટી ન ઉજવે તે માટે પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમો પણ ફરી રહી છે. જો કે લોકો અત્યાર સુધી જેમ તહેવારો જતા કર્યા તેમ આ તહેવાર જતા કરવાનાં મુડમાં નહોતા. જેના કારણે મોઠા ભાગના અમદાવાદમાં ધુળેટીની ઉજવણી કરી હતી. તમામ પ્રકારનાં પ્રતિબંધો છતા પણ લોકોએ ધુળેટીની ઉજવણી કરી હતી. જો કે આ વખતે લોકોએ સોસાયટીમાં જ ધુળેટી ઉજવી હતી. બહાર જવાનું ટાળ્યું હતું.
પુત્રીના જન્મ પર દુબઇમાં રહેતા ગુજ્જુ પિતાની અનોખી ભેટ, દીકરી માટે ચંદ્ર પર ખરીદી જમીન
અમદાવાદની મોટા બાગની સોસાયટીઓમાં લોકોએ અંદર રહીને ઉજવણી કરી હતી. સોસાયટીનાં યુવાનોએ એક બીજા પર રંગો ઉડાવીને ધુળેટીની ઉજવણી કરી હતી. આ સાથે જ રોડ પર યંગસ્ટર્સ બાઇકો લઇને નિકલી પડ્યા હતા. નાસ્તો અને ઠંડાઇ જેવી વાનગીઓની જયાફત ઉડાવી હતી. રાજ્ય સહિત અમદાવાદમાં કોરોનાની સ્થિતી ખુબ જ બેકાબુ બની ચુકી છે. સરકારે ધુળેટીના તહેવાર ઉજવવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. કોર્પોરેશન દ્વારા આ અંગે ગાઇડલાઇન પણ બહાર પાડવામાં આવી હતી.
વિસનગરમાં 150 વર્ષથી ખાસડાઓ મારી ઉજવાય છે ધુળેટી, હવે શાકભાજીનો મારો થાય છે
કોર્પોરેશન દ્વારા JET ની ટીમો બનાવીને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગને જવાબદારી સોંપી હતી. કડક આદેશ આપ્યા હતા કે જે પણ સોસાયટીમાં ઉજવણી થતી દેખાય ત્યાંના પાણીના કનેક્શન કાપવાની ચિમકી પણ ઉચ્ચારી હતી. જો કે મોટા ભાગે પશ્ચિમની સોસાયટીઓમાં પોતાના બોરથી જ પાણી આવતું હોવાનાં કારણે તેઓ કોર્પોરેશન પર જરા પણ નિર્ભર નહોતા. જેના કારણે ગાઇડલાઇનનો ઉલાળીયો કરીને મોટા ભાગની સોસાયટીઓમાં ધૂળેટીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે