Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદના કાંકરિયા લેકમાં ફરવા જવાના હોય તો ખાસ વાંચી લેજો આ સમાચાર

Kakariya Lake : અમદાવાદનું કાંકરિયા લેક હવે સોમવારે પણ રહેશે ખુલ્લુ...ઉનાળુ વેકેશનમાં વધુ લોકો મુલાકાત લઈ શકે તે માટે લેવાયો નિર્ણય...મોટી સંખ્યામાં લોકો મોજ મસ્તી માટે કાંકરિયામાં ઉમટ્યા....
 

અમદાવાદના કાંકરિયા લેકમાં ફરવા જવાના હોય તો ખાસ વાંચી લેજો આ સમાચાર

Ahmedabad News : અમદાવાદમાં ફરવાલાયક સ્થળોમાંનું એક છે કાંકરિયા લેક. આ સ્થળ વિવિધ સુવિધા, એડવેન્ચર એક્ટિવિટી, મનોરંજનથી ભરપૂર છે. જેને કારણે અહી બારેમાસ મુલાકાતીઓ રહેતા હોય છે. ત્યારે વેકેશન શરુ થતા જ અહીં મુલાકાતીઓની સંખ્યા વધી જાય છે. આવામાં એએમસી દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે કે, કાંકરિયા તળાવ હવે સોમવારે પણ ખુલ્લુ રહેશે. જેથી વધુ મુલાકાતીઓ તેનો લાભ લઈ શકે.

fallbacks

અમદાવાદનું કાંકરિયા તળાવ એટલે બાળકોને મામાના ઘર જેવુ લાગે. અમદાવાદમાં વેકેશન માટે કાંકરિયા તળાવ સ્વર્ગ સમાન છે. ત્યારે હવે અમદાવાદના કાંકરિયા તળાવની સોમવારે પણ મુલાકાત લઈ શકાશે. ઉનાળુ વેકેશન શરૂ થતા સોમવારે કાંકરિયા ખુલ્લુ રાખવાનો નિર્ણય લેવાયો છે. 

અખાત્રીજના પરોઢિયે જામનગરના ખેડૂતોએ કર્યો વરતારો, ચોમાસા માટે આપ્યા ચિંતાજનક સમાચાર

વેકેશનમાં કાંકરિયા ખાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ અહીં આવતા હોય છે. તેથી પ્રવાસીઓની હાલાકી ના પડે તે માટે સોમવારે પણ કાંકરિયા ખુલ્લું રહેશે. ઉલ્લેખનીય છે કે, મેઈન્ટેનન્સ માટે કાંકરિયાને સોમાવારે બંધ રાખવામાં આવે છે. તેથી હાલ વેકેશન પૂરતુ જ કાંકરિયા સોમવારે ખુલ્લુ રહેશે. વેકેશન પૂર્ણ થયા બાદ ફરી રાબેતા મુજબ સોમવારે બંધ રહેશે.

અંબાલાલ પટેલની આગાહીથી ચેતજો : માવઠું કે ગરમી નહિ, ગુજરાત પર હજી મોટું સંકટ આવશે
 
ગઈ કાલે કાંકરિયામાં અંદાજિત 40 હજાર જેટલા મુલાકાતીઓએ મુલાકાત લીધી હતી. સામાન્ય દિવસોમાં કાંકરિયામાં 10 હાજર જેટલા લોકો આવતા હોય છે. પરંતુ વેકેશનમાં મુલાકાતીઓનો આંકડો વધીને 15-20 હજાર સુધી પહોંચી જાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More