તેજસ દવે/ મહેસાણા: ગાયોને રખડતી રસ્તે રજડતી મૂકી દેતા લોકો જરા ચેતીજજો. આવી રખડતી ગાયોને કેટલાક નરાધમ શખ્શો પકડીને તેનું કતલ કરી રહ્યા છે અને ગૌમાસ અમદાવાદમાં જઈને વેચી રહ્યા છે. જી હા... આ ઘટના છે મહેસાણાના લાખવડ વિસ્તારની. એક સપ્તાહ પહેલા મહેસાણાના લાખવડ ગામની અવાવરૂ જગ્યામાંથી સાત જેટલી ગાયોના કતલ કરેલા અવશેષો મળ્યા હતા.
આ ઘટનાની જાણ થતા જ જીવદયા પ્રેમીઓ અને ધાર્મિક સંસ્થાઓના આગેવાનો અને કાર્યકરો એકઠા થઈ ચક્કા જામ કર્યું હતું. જે ગાયોના કતલ મામલે મહેસાણા તાલુકા પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાઈ હતી.
મામલો સંવેદનશીલ હોવાથી મહેસાણા તાલુકા પોલીસ અને એલસીબી ટીમે સમગ્ર મામલો થાળે પાડી આરોપીઓને પકડી પાડવાની ખાતરી આપી ફરિયાદ નોંધ દીધી હતી. જે કેસમાં ગૌવંશની હત્યા કરી અવશેષો ફેકનાર ગેંગને ઝડપવા અલગ અલગ ટીમો બનાવી હતી.
જુલાઈમાં મેઘરાજા મચાવશે તાંડવ!ગુજરાતમાં ભારે વરસાદ મચાવશે તબાહી,અંબાલાલની મોટી આગાહી
તપાસ દરમિયાન મહેસાણા શીવાલા સર્કલ પાસેથી પસાર થતી કારની તપાસ કરતાં કારમાંથી ઢોર બાંધવાના રસ્સા અને ધારદાર છરી મળી આવી હતી. જે કારમાં સવાર ત્રણ શખ્સોની પૂછપરછ કરતા તેમની સાથે અન્ય ચાર સહિત કુલ સાત શખ્સોએ ભેગા મળીને એક સપ્તાહ પૂર્વે સાત ગાયોને ગાડીમાં ભરીને મહેસાણાના લાખવડ ગામની સીમમાં બાવળોની ઝાડીમાં લઈ જઈ ગાયોની હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું.
આ ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ફરાર ચાર આરોપીની તપાસ પોલીસે શરૂ કરી છે. ત્યારે ગૌ રક્ષકો ફરાર 4 આરોપી પોલીસ તાત્કાલિક ઝડપી પાડવાની સાથે આવી ગૌ હત્યાનો બનાવ મહેસાણા જિલ્લામાં ન બને તેવી માંગ કરી રહ્યા છે
જુલાઈમાં 6 ગ્રહોનું ગોચર અને ચાલમાં પરિવર્તન આ 5 રાશિઓની ચમકાવશે કિસ્મત,ધનમાં વધારો!
મહેસાણા એલસીબી પોલીસે પકડેલ 3 આરોપીઓ પૈકી મહંમદ ફરહાન મોહમ્મદ એકલાખ શેખ સામે અમદાવાદના સરખેજ અને શાહપુર પોલીસ મથકે 5 ગુના નોંધાયેલા છે. પકડાયેલ 3 આરોપીઓ પૈકી. 1 - મહંમદ ફરહાન મોહમ્મદ ઇખલાક શેખ, 2 - અશરફ ઇશાકભાઈ રંગરેજ અને 3 - રાહીલ મહમ્મદ રઇસ કુરેશીની ધરપકડ કરી 3 દિવસના રિમાન્ડ મેળવી વધુ તજવીજ હાથ ધરી છે.
જ્યારે બાકીના 4 ફરાર આરોપીઓ છે. જેમાં 1- સલમાન નુરજમલ મહંમદ કુરેશી, 2 - શાહરુખ હનીફભાઇ બેલીમ, 3 - ફરદીન, 4 - રેહાન છે. પોલીસે આ 4 આરોપીઓ સહિત 7 વિરુદ્ધ ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે