Home> Gujarat
Advertisement
Prev
Next

Ram Mandir Ayodhya: અયોધ્યામાં રામ મંદિર માટે 5500 કિલોનો ભવ્ય ધ્વજ દંડ તૈયાર

Ram Mandir Ayodhya: ભગવાન રામના મંદિરમાં લાગશે અમદાવાદનો ધ્વજદંડ... ગોતાની ફેક્ટરીમાં બની રહ્યો છે 5500 કિલોગ્રામનો મુખ્ય ધ્વજ દંડ... 800 કિલોગ્રામના અન્ય 6 ધ્વજદંડ પણ કરાઈ રહ્યા છે તૈયાર....  

Ram Mandir Ayodhya: અયોધ્યામાં રામ મંદિર માટે 5500 કિલોનો ભવ્ય ધ્વજ દંડ તૈયાર

Ayodhya Ram Mandir: અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. 22 જાન્યુઆરી, 2024 ના રોજ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે. ત્યારે આ મંદિરમાં અમદાવાદનુ મોટું યોગદાન છે. અયોધ્યામાં નિર્માણાધીન મંદિરના ધ્વજ દંડનું નિર્માણ અમદાવાદમાં થઈ રહ્યું છે. અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલ એક ફેક્ટરીમાં રામ મંદિર માટે 7 ધ્વજ દંડ તૈયાર થઈ રહ્યાંછે. જેમાં મુખ્ય ધ્વજ દંડ 5500 કિલો વજનનો અને 44 ફુટ ઉંચો ધ્વજ દંડ છે. મુખ્ય ધ્વજ દંડ સિવાય 20 ફુટ અને 700 કિલો વજનના છ ધ્વજ દંડ બની રહ્યાં છે. 

fallbacks

81 વર્ષથી મંદિરો માટે કામ કરતો મેવાડા પરિવાર 
ગોતામાં ફેક્ટરી ધરાવનાર ભરત મેવાડા રામ મંદિર માટે ધ્વજ દંડ તૈયાર કરી રહ્યાં છે. તેઓ જણાવે છે કે, આ અમારી ત્રીજી પેઢી છે. અમારો મેવાડા પરિવાર છેલ્લાં 81 વર્ષથી આ વ્યવસાય સાથે સંકળાયેલો છે. જેમાં અમે અનેક મંદિરો માટે ધ્વજ દંડ બનાવ્યા છે. આ સિવાય અમે અનેક મંદિરો માટે અન્ય કામગીરી પણ કરી છે. જ્યારે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા હોય તે દિવસે 12.39 ના શુભ મુહુર્તે જ ભગવાનની મૂર્તિ, ધ્વજ દંડ અને કળશ એમ ત્રણેયની પૂજા કરાશે. 

 

 

રામ મંદિર માટે અહીં શું શું બનાવાયું

  • મંદિરના દરવાજા માટે સ્પેશિયલ પિત્તળનું હાર્ડવેર તૈયાર કરાયું છે. 
  • મંદિરના દરવાજાના એક મિજાગરા વજન 10 કિલો
  • દરવાજામાં લાગનાર પીવોટ સીસ્ટમ ૪૫ કિલોની
  • ભરત ભાઇ મેવાડાએ ૪૨ દરવાજાના હાર્ડવેર તૈયાર કરી અયોધ્યા મોકલ્યા
  • ધ્વજ દંડ અને હાર્ડવેર માટે વપરાયેલુ પિત્તળ સ્પેશ્યલ ગ્રેડનું 
  • અંદાજે ૧૫ હજાર કિલો પિત્તળનો થયો ઉપયોગ 
  • ૪૪ ફુટના ધ્વજ દંડમાં ૧૯ પર્વ અને ૨૦ રીંગ , નાગર શૈલીના આધારે તૈયાર થયો ધ્વજ દંડ
  • છ ધ્વજ દંડમાં ૯ પર્વ અને ૧૦ રીંગ 

વિધિવિધાન મુજબ બનાવાયા છે ધ્વજ દંડ
સંપુર્ણ શાસ્ત્રોક્ત વિધીથી આ ધ્વજ દંડ તૈયાર કરવામાં આવ્યો છે. શાસ્ત્રો મુજબ મંદિરના મેજરમેન્ટ પ્રમાણે લંબાઇ અને વજન મુજબ ધ્વજ દંડ તૈયાર થયો છે. મંદિરના શિખરની ઉંચાઇ ૧૬૨ ફુટ છે, જેના પર 44 ફુટમો ધ્વજ દંડ લાગશે. જેની સાથે મંદિરની ઉચાઇ 200 ફુટને પાર થશે.

 

 

લોકો દર્શન કરવા આવે છે
આ ધ્વજ દંડ રામ મંદિરમાં લાગવાના હોઈ જેને જેને ખબર પડે છે તેઓ આ ધ્વજ દંડના દર્શને આવી રહ્યાં છે. તેઓ કહે છે કે, ભગવાનની મૂર્તિ, કળશ અને ધ્વજ દંડ પૂજની હોય છે, અને તેનું મહત્વ હોય છે, તેથી લોકો અત્યારથી જ આ ધ્વજ દંડના દર્શને આવી રહ્યાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More