Home> Gujarat
Advertisement
Prev
Next

Ahmedabad: સંતાન પ્રાપ્તિ માટે ભુવાએ કહ્યું 'તું મારી સાથે સંબધ રાખીશ તો તારે બાળકો થશે'

જુહાપુરા (Juhapura) ની આ યુવતીના લગ્નના 13 વર્ષ થયા છે. પરંતુ લગ્ન બાદ તેને સંતાન પ્રાપ્તિ નહી થતા પડોશમાં રહેતી એક બાળકીને તેને એડોપ્ટ કરી હતી.

Ahmedabad: સંતાન પ્રાપ્તિ માટે ભુવાએ કહ્યું 'તું મારી સાથે સંબધ રાખીશ તો તારે બાળકો થશે'

મૌલિક ધામેચા / અમદાવાદ: પરિણીતા (Married Woman) ને સંતાન પ્રાપ્તિ થાય તે માટે ભુવાએ તેની સાથે શરીર સુખની માંગ કરતા મહિલાએ વેજલપુર (Vejalpur) પોલીસ સ્ટેશન (Police Station) માં  ફરિયાદ નોંધાવી છે. કુટુંબમાં થતા ભુવાની બ્લેકમેઈલીંગ (Blackmail) થી મહિલાએ કંટાળીને પોલીસ સ્ટેશનના દરવાજા ખખડાવ્યા હતા. પોલીસે બન્ને પક્ષો વચ્ચે થયેલી અઠડામણને લઈને ક્રોસ ફરિયાદ નોંધી છે.

fallbacks

પરિણીતા (Married Woman)ને સંતાન પ્રાપ્તિ થાય તે માટે ભુવાએ તેની સાથે શરીર સુખ (Sex) ની માંગ કરીને કહયુ આપડે બન્ને હોટલમાં જઇએ અને તું મારી સાથે સંબધ રાખીશ તો તારે બાળકો થશે. જુહાપુરા (Juhapura)  વિસ્તારમા રહેતી એક પરણિતાને  સંતાન પ્રાપ્તિ માટે ભુવાને ઘરે બોલાવતા મામલો પોલીસ સ્ટેશન (Police Station) સુધી પહોચ્યો છે. ભુવાએ યુવતીને સંતાન પ્રાપ્તિ થાય તે માટે પોતાની શરીર સંબધ બાધવા માટેની વાત કરતા મામલો બીચક્યો હતો. 

NRI યુવતિના રાક્ષસી પતિની સચ્ચાઇ સાંભળી લોહી ઉકળવા માંડશે, સેક્સ બાદ ટોર્ચ વડે ચેક કરતો હતો ગુપ્તાંગ

યુવતીએ ભુવાને ઘરમાંથી કાઢી મુક્યા બાદ તેના વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. ભુવા વિરુદ્ધ અરજી થતા તેના ભાઇઓ યુવતીના ઘરે આવ્યા હતા અને ગાળો બોલીને ફરિયાદ પરત ખેંચવા માટે ધમકી આપી હતી. જેથી યુવતીએ વેજલપુર (Vejalpur) પોલીસ સ્ટેશન (Police Station) માં કહેવાતો ભુવો ઇમ્તિયાઝ હૂસૈન ઉર્ફે જલાલી શેખ, મુબીન, ઇરફાન અને અફરોજ નામના યુવકો વિરુદ્ધ ફરિયાદ કરી છે. 

જુહાપુરા (Juhapura) ની આ યુવતીના લગ્નના 13 વર્ષ થયા છે. પરંતુ લગ્ન બાદ તેને સંતાન પ્રાપ્તિ નહી થતા પડોશમાં રહેતી એક બાળકીને તેને એડોપ્ટ કરી હતી. આ દપંતી ભુવા  ઇમ્તિયાઝ હુસૈન શેખ સંપર્કમા આવ્યા.આ ભુવાએ સંતાન માટે દોરાધાગા કરી આપવા યુવતીએ તેને પોતાના ઘરે બોલાવ્યો હતો.અને સંતાન પ્રાપ્તિ થતી નથી અને ઘરમાં પણ પ્રોબ્લેમ હોવાનું કહ્યુ હતું. યુવતીની વાત સાંભળીને ઇમ્તિયાઝ બોલ્યો હતો કે તારે બાળકોના થતા હોય તો તારે બીજા પુરૂષ સાથે સંબધ બાંધવો પડે તો તારા બાળકો થાય. 

Ahmedabad: તમારી સોસાયટી અને ફ્લેટના સિક્યુરિટી ગાર્ડ કેટલા સજાગ છે? તસવીરોમાં જુઓ પુરાવા

ઇમ્તિયાઝે પરણિતાને હોટલ (Hotel) માં જઇએ અને તું મારી સાથે સંબધ રાખીશ તો તારે બાળકો થશે તેવી વાત કરી હતી. ઇમ્તિયાઝની વાત સાંભળીને યુવતી ઉશ્કેરાઇ હતી અને તેને ઘરમાં કાઢી મુક્યા બાદ પોલીસમાં ફરિયાદ આપી હતી. આ ઘટનામાં મહિલાએ ઇમ્તિયાઝ વિરુદ્ધ ફરિયાદ કરતા આરોપીના પરિવારજનોએ મહિલાના ઘરમા મારામરી કરી હોવાનો આરોપ દપંતીએ લગાવ્યો હતો. હાલમા વેજલપુર પોલીસે (Vejalpur Police)આ આક્ષેપોને લઈને બન્ને પક્ષે ફરિયાદ લઈને વધુ તપાસ શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More