Home> Gujarat
Advertisement
Prev
Next

ટિકટોક ગર્લ કીર્તિ પટેલ ફરી વિવાદમાં આવી, અમદાવાદની યુવતીએ કરી તેની ફરિયાદ

Tiktok પર વીડિયો બનાવી સતત વિવાદોમાં રહેલી સુરતની કીર્તિ પટેલ એક મોટા વિવાદમાં ફસાઈ છે. અમદાવાદની યુવતીએ કીર્તિ પટેલ સામે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, કીર્તિ પટેલે તેની સાથે મારામારી કરી હતી.

ટિકટોક ગર્લ કીર્તિ પટેલ ફરી વિવાદમાં આવી, અમદાવાદની યુવતીએ કરી તેની ફરિયાદ

ઝી મીડિયા/બ્યૂરો :Tiktok પર વીડિયો બનાવી સતત વિવાદોમાં રહેલી સુરતની કીર્તિ પટેલ એક મોટા વિવાદમાં ફસાઈ છે. અમદાવાદની યુવતીએ કીર્તિ પટેલ સામે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, કીર્તિ પટેલે તેની સાથે મારામારી કરી હતી.

fallbacks

અમદાવાદના રાણીપ વિસ્તારમાં રહેતી 27 વર્ષીય યુવતીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા કહ્યુ કે, 21 ફેબ્રુઆરીના રોજ તે ઈન્સ્ટાગ્રામ પર લાઈવ હતી, ત્યારે કોઈએ લાઈવમા કોમેન્ટ કરી હતી કે, તમારી ગાડીના કાચ તૂટ્યા છે. યુવતીએ નીચે આવીને પાર્કિંગમાં જોયુ તો ગાડીના કાચ તૂટેલા હતા. તેના બાદ યુવતી કર્ણાવતી ક્લબ પાસે ટી સ્ટોલ પર ગઈ હતી. ત્યારે કીર્તિ પટેલ બે લોકો સાથે ત્યાં આવી હતી. કોઈએ યુવતીના માથા અને બરડાના ભાગમાં ફટકા માર્યા હતા. યુવતીએ પાછળ જોયુ તો કીર્તિ પટેલ હાથમાં લોખંડના પાઈપ સાથે ઉભી હતી. ત્યારે યુવતીની ફરિયાદના આધારે પોલીસે કીર્તિ પટેલ તથા તેના બે સાથીદારો સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો : પિયરમાં આવીને પતિ પત્નીને વળગી પડ્યો, અને એવો બ્લાસ્ટ થયો કે પત્નીના શરીરના ફૂરચેફૂરચા ઉડી ગયા 

ટિકટોક સ્ટારના વિવાદ
કીર્તિ પટેલ સતત વિવાદોમાં રહેવા ટેવાયેલી છે. tiktokના વીડિયો વિવાદિત હોય છે. થોડા સમય અગાઉ પ્રતિબંધિત પક્ષી એવા ઘુવડ સાથેનો તેનો tik tokનો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો જ્યારે વનવિભાગ પાસે પહોંચ્યો ત્યારે વનવિભાગે કીર્તિ પટેલ પાસેથી 25 હજારનો દંડ પણ વસુલ કર્યો હતો. આ ઉપરાંત બે વર્ષ પહેલા હત્યાની કોશિશના મામલે કીર્તિ પટેલની સુરતની પુણા પોલીસે ધરપકડ કરી છે. 

ભુરી ડોન સાથે બનાવ્યો હતો વીડિયો
આ ઉપરાંત કિર્તી પટેલે લેડી ડોન ભૂરી સાથે પણ વીડિયો બનાવ્યો હતો. વીડિયોમાં ટિકટોક કીર્તિ પટેલે કહ્યુ હતું કે, ‘ભૂરી, રસ નથી અમને કોઈ મગજમારીમાં. અમે તો મસ્ત છીએ અમારી ફ્રેન્ડ યારીમાં. ઘટે તો જિંદગી ઘટે. પણ અમારી લાજપોર જેલની ભાઈબંધી છે હો ભાઈ. એમાં કાંઈ ન ઘટે. અમારી ફ્રેન્ડશિપ એટલે કૃષ્ણ સુદામાની જોડી છે. બાકી જો, મગજ હટે તો બધાનો બાપ છીએ. હો મોજ હો.. અમારી જેલની ભાઈબંધીને નજર ન લગાવતા હો....’

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More