અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં રહેતી એક યુવતીએ હાઈરાઈઝ બિલ્ડિંગના 14મા માળેથી છલાંગ લગાવી આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. પોલીસે હાલ આગળની કાર્યવાહી શરૂ કરી છે અને સમગ્ર ઘટનાની તફતીશ હાથ ધરી છે.
12 સિંહોના 2 અદ્દભૂત VIDEO વાયરલ, રસ્તા પર ટહેલતા અને વરસાદની મઝા માણતા દેખાયા
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, ચાંદખેડા વિસ્તારમાં યુવતીએ 14મા માળેથી છલાંગ મારી આપઘાત કરતા ખળભળાટ મચી ગયો છે. પ્રેમીએ ન્યુડ વીડિયો બનાવી બ્લેકમેઇલ કરતા યુવતીએ આપઘાત કર્યો છે. મૃતક યુવતી અને મોહિત ઉર્ફે મિતરાજ મકવાણા વચ્ચે પ્રેમસંબંધ હતો. પરંતુ બાદમાં હાર્દિક રબારી અને મોહિતે બંનેએ યુવતીનો ન્યુડ વીડિયો બનાવી બ્લેકમેઇલ કરી હતી. મૃતક યુવતીએ મોહિતને રૂપિયા 6000 આપ્યા હતા અને પોતાની સોનાની ચેઇન પણ ગીરવે મુકાવી હતી. પરંતુ તેમ છતાં યુવતી છેતરાઈ હતી.
"I love you Jaanu...", 7 વર્ષ બાદ ફરી છલકાયો હસીન જહાંનો પ્રેમ ! શમી માટે ગાયું ગીત
ન્યુડ વીડિયો ડિલીટ કરવા માટે યુવતી પોતાના મિત્ર સાથે સોલા પોલીસ સ્ટેશન પહોંચી હતી. જ્યાં પોલીસની હાજરીમાં વીડિયોઝ ડિલીટ થયા હોવા છતાં આરોપીઓ ફરીથી બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું હતું. મૃતક યુવતી વિડિયો વાયરલ થવાની ડરથી જીવન ટૂંકાવવાનો નિર્ણય લીધો હતો. ચાંદખેડા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે મોહિત મકવાણાંની પણ ધરપકડ કરી છે. બીજી બાજુ પોલીસ ફરાર થયેલા હાર્દિક રબારીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની સોનુ અભિનેત્રી નિધિએ આ કારણે છોડ્યો શો, જાણો
નોંધનીય છે કે યુવતીના મોહિત મકવાણા નામના યુવક સાથે પ્રેમસંબંધ હતા. આરોપ છે કે, મોહિત અને તેના એક મિત્રએ મળીને યુવતીનો અશ્લીલ વીડિયો બનાવી તેનું બ્લેકમેઇલિંગ કરવાનું શરૂ કર્યું હતું. યુવતીએ અગાઉ આ વીડિયો મામલે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પરંતુ સતત થતા ત્રાસથી યુવતીમાં હિંમત તૂટતા આખરે તેણે જીવ ગુમાવી દીધો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે