Home> Gujarat
Advertisement
Prev
Next

અનેક હોટલમાં દુષ્કર્મ, બે વાર ગર્ભ પડાવ્યો, ગોળીઓ ખવડાવી, જાણો અમદાવાદી યુવતીને પ્રેમમાં મળેલી સજા!

શહેરમાં રહેતી એક યુવતીને પ્રેમીએ દગો આપ્યો છે. પહેલા પ્રેમ કર્યો બાદમાં લગ્ન કરવાના વાયદા આપી હોટલમાં લઇ જઇ બળાત્કાર ગુજાર્યો હતો, બાદમાં યુવતીને ગર્ભ રહી જતા પ્રેમીએ ગર્ભ પડાવવાની ગોળીઓ ખવડાવી હતી. બે બે વાર ગર્ભ પડાવી નાખનાર પ્રેમીએ આખરે લગ્ન કરવાની ના પાડતા આરોપી પ્રેમી સામે બળાત્કારની ફરિયાદ નોંધાતા હવે જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે.

અનેક હોટલમાં દુષ્કર્મ, બે વાર ગર્ભ પડાવ્યો, ગોળીઓ ખવડાવી, જાણો અમદાવાદી યુવતીને પ્રેમમાં મળેલી સજા!

ઉદય રંજન/અમદાવાદ: શહેરમાં રહેતી એક યુવતીને પ્રેમીએ દગો આપ્યો છે. પહેલા પ્રેમ કર્યો બાદમાં લગ્ન કરવાના વાયદા આપી હોટલમાં લઇ જઇ બળાત્કાર ગુજાર્યો હતો, બાદમાં યુવતીને ગર્ભ રહી જતા પ્રેમીએ ગર્ભ પડાવવાની ગોળીઓ ખવડાવી હતી. બે બે વાર ગર્ભ પડાવી નાખનાર પ્રેમીએ આખરે લગ્ન કરવાની ના પાડતા આરોપી પ્રેમી સામે બળાત્કારની ફરિયાદ નોંધાતા હવે જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે.

fallbacks

કોરોનાનો નવો સબ-વેરિઅન્ટ શું ગુજરાતમાં મચાવશે હાહાકાર? નવસારીમાં કોરોનાની એન્ટ્રી

આ ઘટનામાં પોલીસે ધરપકડ કરેલ અને બળાત્કારનો આરોપીનું નામ અતુલ શર્મા છે. જેની હાલ ખોખરા પોલીસે બળાત્કારના ગુનામાં ધરપકડ કરી છે. આરોપી એ તેની સાથે કામ કરતી યુવતી સાથે સંબંધો કેળવ્યા હતા. બાદમાં પ્રેમનું અને બાદમાં લગ્નું નાટક કર્યું. આરોપી અનેક વાર યુવતીને લગ્નની લાલચો આપીને હોટલમાં લઇ જઇ બળાત્કાર ગુજારતો હતો.

સુરત: શિક્ષણજગતમાં ખળભળાટ, 8 વર્ષના બાળકને ટ્યૂશન ટીચર બાથરૂમમાં લઈ ગયો અને પછી…

યુવતીને ગર્ભ રહી જતા આરોપીએ તેને ગોળીઓ ખવડાવી ગર્ભ પડાવી દીધો હતો. છતાંય આરોપી તેની પર બળાત્કાર ગુજારતો રહ્યો હતો. એક દિવસ યુવતીએ ગોળીઓ ખાવાની ના પાડી લગ્ન કરવાનું કહેતા યુવકે મોં ફેરવી દીધું, અને બાદમાં તેની સગાઇ બીજે થવાની છે કહીને યુવતીને દગો આપ્યો હતો. જેથી યુવતીએ આ મામલે અતુલ શર્મા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More