Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદનો વિચિત્ર કિસ્સો! પ્રેગ્નેન્ટ નહોતી થઈ રહી પત્ની, પતિએ ટેસ્ટ કરાવતા પગ નીચેથી સરકી ગઈ જમીન

Gujarat News: અમદાવાદમાં લગ્નના એકાદ વર્ષ પછી પણ પત્ની પ્રેગ્નેટ ના થતાં પતિએ તેની ડોક્ટરી તપાસ કરાવી હતી. ત્યારે સોનોગ્રાફી રિપોર્ટમાં જે સામે આવ્યું તે સાંભળીને પતિના જમીન નીચેથી જમીન સરકી ગઈ. આ ઘટના બાદ પતિએ પત્ની વિરુદ્ધ છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે.

અમદાવાદનો વિચિત્ર કિસ્સો! પ્રેગ્નેન્ટ નહોતી થઈ રહી પત્ની, પતિએ ટેસ્ટ કરાવતા પગ નીચેથી સરકી ગઈ જમીન

Gujarat News: અમદાવાદમાં એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મહિલા માતા બની ના શકતા પતિએ તેની મેડિકલ તપાસ કરાવી. જેમાં પતિએ મહિલા સામે તેની ઉંમર છુપાવવા અને પત્ની મોટી ઉંમરની હોવાથી છેતરપિંડી કરવા બદલ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. પતિએ પત્ની વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરી છે. જેમાં પતિએ પત્નીના પરિવાર સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. પતિનો આરોપ લગાવ્યો છે કે મારી પત્નીએ મારી સાથે ઉંમરની છેતરપિંડી કરી છે. અમદાવાદ પોલીસે પતિની ફરિયાદ પરથી FIR નોંધી છે. તબીબી તપાસમાં મહિલાની ઉંમર 32 વર્ષની જગ્યાએ 40 વર્ષથી વધુ હોવાનું બહાર આવ્યું છે. 

fallbacks

પતિ સહિત આઠ વિરુદ્ધ કેસ દાખલ
અમદાવાદના સરખેજ વિસ્તારમાં રહેતી મહિલા એક વર્ષ સુધી ગર્ભધારણ કરી ના શકતા 34 વર્ષીય પતિ તેણે ડૉક્ટર પાસે લઈ ગયો હતો. મેડિકલ રિપોર્ટમાં મહિલા ખૂબ જ વૃદ્ધ હોવાનું બહાર આવ્યું છે. તે ડોક્ટરી સારવાર વિના માતા બની શકતી નથી. સોનોગ્રાફી રિપોર્ટમાં ખુલાસા બાદ પતિના પગ નીચેથી જમીન સરકી ગઈ. લગ્ન સમયે પત્નીની ઉંમર 32 વર્ષ નોંધવામાં આવી હતી, પરંતુ સોનોગ્રાફીમાં તેની ઉંમર 40 વર્ષથી વધુ હોવાનું જાણવા મળ્યું હતું. પત્નીની ઉંમર છુપાવવા બદલ પતિએ અમદાવાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. પતિએ પોતાની ફરિયાદમાં કહ્યું છે કે પત્ની અને તેના પરિવારના સભ્યો સામે કાર્યવાહી કરવામાં આવે. પોલીસે પતિની ફરિયાદ પર વિશ્વાસઘાત, બનાવટી, છેતરપિંડી, ગુનાહિત કાવતરું અને ધાકધમકીથી સંબંધિત IPC કલમો હેઠળ પત્ની, તેના પિતા અને તેના સંબંધીઓ સહિત આઠ લોકો વિરુદ્ધ FIR નોંધી છે.

જૂન, 2023માં થયા હતા લગ્ન
34 વર્ષીય પતિએ પોલીસને જણાવ્યું હતું કે મને 2023માં થનાર પત્ની સાથે પરિચય કરાવ્યો હતો. ત્યારે તેના બાયોડેટામાં તેની જન્મ તારીખ 18 મે, 1991 દર્શાવવામાં આવી હતી, જે તેના કરતા 18 મહિના નાની હતી. તેના પરિવારને મળ્યા પછી અમારા લગ્ન 19 જૂન, 2023 ના રોજ નક્કી કરવામાં આવ્યા હતા. યુવતીના પરિવારે લગ્ન પાલનપુરના એક ગામમાં કરવા વિનંતી કરી હતી. પતિનો આરોપ છે કે વારંવાર વિનંતી કરવા છતાં તેમના પરિવારે ઉંમર અને શિક્ષણનો પુરાવો આપવામાં વિલંબ કર્યો હતો. લગ્નના દિવસે લગ્ન સમારંભ દરમિયાન તેઓએ શાળા છોડવાના પ્રમાણપત્ર અને પાસપોર્ટની નકલો જમા કરાવી, જેણે અસલી માની લેવામાં આવી હતી. પછી લગ્ન રજિસ્ટરમાં પત્નીની જન્મ તારીખ 18 મે, 1991 નોંધવામાં આવી હતી.

છુપાવી દીધા પહેલી રિપોર્ટના નિષ્કર્ષ
પતિના જણાવ્યા અનુસાર, ઘણા મહિનાઓ સુધી પ્રયાસો કર્યા પછી પણ ગર્ભ ધારણ કરવાના પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા. આથી ઘરે કોઈને કહ્યા વિના તેણે તેની પત્ની અને ભાભી સાથે મળીને જુહાપુરામાં ડોક્ટર પાસે તપાસ કરાવી. પત્નીએ તેના પતિને જાણ કરી નહોતી. આ પછી પતિએ સપ્ટેમ્બર 2023માં ફરીથી પાલડીના ગાયનેકોલોજિસ્ટની સલાહ લીધી. સોનોગ્રાફી રિપોર્ટમાં પત્નીની ઉંમર 40 થી 42 વર્ષની આસપાસ હોવાનું બહાર આવ્યું હતું. ડૉક્ટરે કહ્યું કે પત્ની કુદરતી રીતે ગર્ભ ધારણ કરી શકશે નહીં. પછી પતિએ જુહાપુરાના ડોક્ટર પાસેથી રિપોર્ટ પણ મેળવ્યો. બંનેના તારણો એક જ હોવાનું જાણવા મળ્યું હતું.

છ વર્ષનો ઘટાડો કર્યો ઉંમરમાં!
પતિનો આરોપ છે કે જ્યારે તેણે પત્ની પાસે ઘણી વખત અસલ દસ્તાવેજો માંગ્યા તો પત્નીએ આપવાનું ટાળ્યું હતું. પતિના જણાવ્યા પ્રમાણે ડોક્ટરી તપાસમાં જાણવા મળ્યું કે પત્નીની ઉંમર 18 મે, 1985 હતી. જે બદલીને 18 મે 1991 કરવામાં આવી હતી. જ્યારે તેની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે છેતરપિંડીનો સ્વીકાર કર્યો અને માફી માંગી હતી. પતિએ આ ઘટના સાથે સંબંધિત બે કલાકની ઓડિયો ટેપ પણ આપી છે. પતિનો આરોપ છે કે લગ્ન પછી તેની પત્ની અવારનવાર તેના માતા-પિતાના ઘરે જતી અને ઘણી વાર તેને અને તેના પરિવાર દ્વારા આપવામાં આવેલી કિંમતી વસ્તુઓ લઈ જતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More