મૌલિક ધામેચા/અમદાવાદ: શહેરના વાસણા પોલીસ સ્ટેશનની નજીક આવેલા સોરાઈ નગરમાં હત્યા કરેલો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. મૃતદેહનુ માત્ર ધડ જ પોલીસને મળી આવ્યુ છે. મૃતકનું માથુ કે હાથપગ ન મળી આવતા પોલીસે મૃતકની શોધખોળ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં યુવકની હત્યા કરાઈ મૃતદેહ નાખી દેવામાં આવ્યો હોવાનું પોલીસ માની રહી છે ત્યારે સવાલ એ છે કે, આ મૃતદેહ કોનો છે? હત્યા ક્યાં થઈ? અને હત્યારા કોણ?
આ વિશે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના વાસણા વિસ્તારમાં આવેલા સોરાઈ નગરમા યુવકની હત્યા કરાયેલો મૃતદેહ મળી આવતા પોલીસ દોડતી થઈ હતી. હત્યા પણ એવી કે મૃતક નુ માત્ર ધડ જ મળી આવ્યુ હતુ. ના તો મૃતકનું માથુ મળ્યુ કે, ના તો તેના હાથ પગ, અને તેથી જ પોલીસે આ અંગે હત્યા ની આશંકા એ તપાસ હાથ ધરી છે. સાથે જ મૃતકની ઓળખ અંગે કાર્યવાહી હાથ ધરી છે. મૃતદેહની તપાસ બાદ પોલીસ એ નિષ્કર્ષ પર પહોંચી છે કે, યુવકની હત્યા કરી મૃતદેહ નિકાલ કરવા માટે નાખી દેવામા આવ્યો હોઈ શકે છે.
મૂળ અમદાવાદની જનેતાને જર્મન સરકારનો કડવો અનુભવ, 17 મહિનાની દીકરી માટે કઠોર સંઘર્ષ
સોરાઈ નગરમાં કચરાની ડમ્પીંગ સાઈડ પાસેથી આ મૃતદેહ મળી આવ્યો છે. જોકે માત્ર મૃતદેહનો ધડ જ મળી આવતા મૃતક યુવક કોણ છે તેની શોધખોળ હાથ ધરી છે. સાથે જ હત્યા 3 દિવસ પહેલા થઈ હોવાનું પોલીસ માની રહી છે. જેથી અઠવાડિયામાં ગુમ થયેલા યુવકો ની માહિતી મેળવી મૃતક કોણ છે તે અંગે તપાસ શરૂ કરી છે. સાથે યુવકની ઓળખ માટે પોલીસ દ્વારા તેના ડીએનએ ની પણ તપાસ કરવામા આવશે.
ગુજરાતી શિક્ષકનું અનોખું ટેલેન્ટ, 'ઊંધું લખી અને બોલી શકે છે આ બહુમુખી પ્રતિભાના ધની'
મૃતદેહની તપાસ કરતા FSLનું કહેવુ છે કે, હત્યા 35 કલાકથી વધુ સમય પહેલા હોવાની સંભાવના છે, અને મૃતદેહ વાસણા ખાતે નાંખી દેવામા આવ્યો છે. ત્યારે હવે વાસણા પોલીસે તપાસમા લાગી છે કે મૃતક કોણ છે? હત્યા ક્યાં થઇ હોઈ શકે અને હત્યારા કોણ. જોકે સ્થાનિક પોલીસ અને ઝોન 7 LCB ટીમ પણ આ તપાસમાં જોતરાઈ મૃતકની ઓળખ કરી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે