Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદમાં ભાભીએ જ સગીર નણંદનો સોદો કર્યો, જાતે ગ્રાહકો શોધી જબરદસ્તી શારીરિક સંબંધ બંધાવતી...

બે હજાર રૂપિયાની લાલચમાં બે લોકોને હવાલે કરી દીધી હતી અને બન્ને હેવાનોએ સગીર નણંદ પર બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટના બાદ સગીર નણંદની ભાભી, તેની બહેનપણી અને બે લોકો સામે ગુનો નોંધાયો છે.

અમદાવાદમાં ભાભીએ જ સગીર નણંદનો સોદો કર્યો, જાતે ગ્રાહકો શોધી જબરદસ્તી શારીરિક સંબંધ બંધાવતી...

ઝી ન્યૂઝ/બ્યુરો: અમદાવાદમાં ભદ્ર સમાજ માટે આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો છે. સમાજમનાં હવે સંબંધોને નેવે મૂકીને નણંદ ભાભીનો સંબંધ લજવતો કિસ્સો સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જેમાં ભાભીના ઘરે રહેવા ગયેલી નણંદને કડવો અનુભવ થયો છે. સગી ભાભી પોતાની સગીર નણંદને દેહવિક્રય કરવા મજબૂર કરતી હતી. સાંભળીને ઝાટકો લાગ્યોને... પણ આ હકીકત છે. બે હજાર રૂપિયાની લાલચમાં બે લોકોને હવાલે કરી દીધી હતી અને બન્ને હેવાનોએ સગીર નણંદ પર બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટના બાદ સગીર નણંદની ભાભી, તેની બહેનપણી અને બે લોકો સામે ગુનો નોંધાયો છે. વટવા જીઆઇડીસી પોલીસે ગુનો નોંધી આરોપીની નજરકેદ કર્યા છે.

fallbacks

આ ગંભીર ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે અમદાવાદ વટવા GIDC પોલીસ સ્ટેશનમાં સગીર નણંદે પોતાની સગી ભાભી વિશે ફરિયાદ નોંધાવી છે. જબરદસ્તીથી દેહવિક્રયના ધંધામાં ધકેલતી ભાભીના કાળા કરતૂતોને જાણી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે આ ઘટનાની ફરિયાદ નોંધીને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. સગીર વયની નણંદ સાથે જબરદસ્તી રોજ અલગ અલગ લોકો આવીને સેક્સ માણતા હતા. તેના માટે ભાભી જ ગ્રાહકો શોધી લાવતી હતી અને બે હજાર રૂપિયામાં યુવકોને મોકલી બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરાતી હતી. 

LRD ભરતી મુદ્દે મોટા સમાચાર: 11 હજાર જગ્યા માટે કેટલા ઉમેદવારોએ અરજી કરી, આંકડો જાણી ચોંકી જશો

આ ઘટનામાં ભોગ બનેલ સગીર વયની નણંદ દિવાળીના તહેવારો હોવાથી પોતાના ભાઈને ત્યાં રોકાવા આવી હતી. ત્યારે ભાભીએ તેની ઈચ્છા વિરુદ્ધ આ કૃત્ય કરાવતી હતી. નણંદ પોતાના ઘરે જઈને પોતાના બીજા ભાઈને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. તેણે ભાઈને જણાવ્યું હતું કે હું જ્યારે ભાઈના ઘરે રોકાવા આવી હતી ત્યારે બાભીએ તેને એક બહેનપણી સાથે મોકલી હતી, જ્યાં તેણે બે હજાર રૂપિયા લઈને તેને એક યુવક સાથે હોટલમાં મોકલી હતી. તે યુવકે હોટલમાં તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધો બાંધ્યો હતો. ત્યારબાદ સગીરા માટે આ રોજનું બન્યું હતું.

શું તમારે શરીરની ચરબી ઓગાળીને જહાન્વી કપૂર જેવું સેક્સી ફિગર બનાવી છે?, બસ ઘરે કરો આ કસરત

ભાભીએ સગીર નણંદને આ બાબતની જાણ કોઈને ન કરવા જણાવ્યું હતું. પરંતુ સગીરાએ સમગ્ર ઘટનાની જાણ તેના બીજા ભાઈને કરતાં મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. હાલમાં પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More