ગૌરવ પટેલ/અમદાવાદ: હાલ એક દુ:ખદ સમાચાર મળી રહ્યા છે. સેવાના ઇલાબેન ભટ્ટનું નિધન થયું છે. બીમારી બાદ સેવાના ઇલાબેન ભટ્ટ 89 વર્ષની વયે હોસ્પિટલમાં નિધન થયું છે. ઇલાબેને મહિલાઓ માટે 'સેવા' સંસ્થાની સ્થાપના કરી હતી.
ઇલાબેન તેમના જીવનકાળ દરમિયાન અનેક મહિલાઓ માટે કામ કર્યું છે. ઇલાબેન રેમોન મેગ્સેસે સાથે અનેક આંતરરાષ્ટ્રીય એવોર્ડ વિજેતા રહ્યા છે. છેલ્લે ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ પદે પણ સેવા આપી રહ્યા હતા. સેવાના ઇલાબેન ભટ્ટને અનેક એવોર્ડ મળ્યા છે, જેમાં પદ્મશ્રી, પદ્મભૂષણ, રાઈટ લાઈવલીહુડ એવોર્ડ પણ પ્રાપ્ત થયા હતા.
જાણીતા સમાજ સેવિકા ઈલાબહેન ભટ્ટનું 89 વર્ષની વયે નિધન#Gujarat #BREAKING #ZEE24Kalak pic.twitter.com/092YyMWxGE
— Zee 24 Kalak (@Zee24Kalak) November 2, 2022
તમને જણાવી દઈએ કે, ઇલાબહેન ભટ્ટનો જન્મ 7 સપ્ટેમ્બર 1933ના રોજ ગુજરાતના અમદાવાદ ખાતે થયો હતો. તેમના પિતાનું નામ સુમંતરાય ભટ્ટ તથા માતાનું નામ માતા વનલીલા વ્યાસ હતુ. પિતા સુમંતરાય ભટ્ટ એક સફળ વકીલ હતા અને તેમની માતા વનલીલા વ્યાસ સ્ત્રીઓની ચળવળમાં સક્રિય હતા. તેમની કુલ ત્રણ પુત્રીઓમાં ઇલાબહેન ભટ્ટ બીજા ક્રમે હતાં.
1985માં તેમને ભારત સરકારે પદ્મશ્રી એનાયત કર્યો અને 1986માં તેમને પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા. 1977માં સમુદાય નેતૃત્વ માટે તેમને રેમોન મેગ્સેસે પુરસ્કાર મળ્યો અને 1984માં રાઈટ લાઈવલીહુડ એવૉર્ડ મળ્યો.
ઇલાબેન ભટ્ટના પુત્ર મિહિર ભટ્ટનું નિવેદન
ઇલાબેન ભટ્ટના પુત્ર મિહિર ભટ્ટે જણાવ્યું હતું કે, આજે બપોરે 12:20 વાગ્યે ઇલાબેન ભટ્ટનું નિધન થયું છે. થોડા સમય પહેલા સ્ટ્રોક આવ્યો હતો, જેના ઈલાજ બાદ ધીરે ધીરે તેઓ સ્વસ્થ થયા હતા. ત્યારબાદ ગોલબ્લેડરનું ઓપરેશન કરાવવું પડ્યું હતું. ઓપરેશન બાદ ગેંગરીનની સમસ્યા થઈ હતી. ઓપરેશન બાદ તેમને ઘરે લાવવામાં આવ્યા હતા, ધીરે ધીરે તેઓ સ્વસ્થ થઈ રહ્યા હતા. પરંતુ શરીરના જુદા જુદા અંગોમાં સમસ્યાને કારણે બપોરે 12.20 વાગ્યે નિધન થયું છે. આવતીકાલે સવારે 9 વાગે વી.એસ. હોસ્પિટલ પાસે આવેલા સ્મશાન ગૃહમાં તેમની અંતિમ વિધિ કરાશે.
સમાજ સેવિકા ઈલાબહેનની વિદાય
ઈલા ભટ્ટને મળેલા પુરસ્કાર
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે