Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદમાં સ્ટોન કિલિંગનો ચકચારી કિસ્સો, આરોપીએ પથ્થર વડે એવી ક્રૂર હત્યા કરી કે પોલીસ વિચારતી રહી!

નારોલ વિસ્તારમાં આવેલી સનરાઈઝ હોટલ પાછળ અવવરા મકાનમાં સ્ટોન કિલરે પથ્થર વડે મોઢું છૂંદી રાજકુમાર યાદવ નામના યુવકની કરપીણ હત્યા કરી નાંખી છે.

અમદાવાદમાં સ્ટોન કિલિંગનો ચકચારી કિસ્સો, આરોપીએ પથ્થર વડે એવી ક્રૂર હત્યા કરી કે પોલીસ વિચારતી રહી!

ઉદય રંજન/અમદાવાદ: રાજ્યમાં ફરી એકવાર સ્ટોન કિલિંગનો કિસ્સો સામે આવતા ખળભળાટ મચ્યો છે. શહેરના નારોલ વિસ્તારમાં સ્ટોન કિલિંગનો ચકચારી કિસ્સાએ આસપાસના લોકોમાં અરેરાટી વ્યાપી ગઈ છે. સ્ટોન કિલરે કરેલી હત્યાની થિયરી જોઈને તેની માનસિક વિકૃતિનો પોલીસે અંદાજો લગાવ્યો છે. સ્ટોન કિલરે યુવકનું પથ્થર વડે મોઢું છૂંદી કરપીણ હત્યા કરી છે અને ત્યારબાદ સ્ટોન કિલર ફરાર થઈ ગયો છે. પરંતુ નારોલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

fallbacks

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે નારોલ વિસ્તારમાં આવેલી સનરાઈઝ હોટલ પાછળ અવવરા મકાનમાં સ્ટોન કિલરે પથ્થર વડે મોઢું છૂંદી રાજકુમાર યાદવ નામના યુવકની કરપીણ હત્યા કરી નાંખી છે. ત્યારબાદ સ્ટોન કિલર ફરાર થઈ ગયો હતો. પરંતુ નારોલ પોલીસે આ ઘટનામાં યોગ્ય દિશામાં કાર્યવાહી કરીને ગણતરીની કલાકોમાંજ સ્ટોન કિલરને શોધી કાઢ્યો હતો.

ગુજરાતમાં આગામી તહેવાર પર પ્રતિબંધ! જાહેરનામું અમલી; ચાઇનિઝ દોરી- તુક્કલ વેચનારા ખાસ વાંચી લેજો નહીં તો...

પોલીસની પુછપરછમાં મોટા ખુલાસાઓ થયા છે. જેમાં જાણવા મળ્યું છે કે હત્યા કરનાર સ્ટોન કિલર મૃતકનો મિત્ર જ હોવાનું સામે આવ્યું છે. પરંતુ મિત્ર મિત્ર વચ્ચે પૈસાની લેતી દેતી મામલે ઝઘડો થયો હતો. અને આ ઝઘડો ઉગ્ર બનતા સ્ટોન કિલરે એક પ્લાન ઘડ્યો હતો. જેમાં સ્ટોન કિલરે રાજકુમાર યાદવ નામના વ્યક્તિને સનરાઈઝ હોટલ પાછળના અવાવરું મકાનમાં પૈસા આપવા માટે બોલાવ્યો હતો, જ્યાં તેણે છેતરીને પથ્થર વડે મોઢું છૂંદી તેની કરપીણ હત્યા કરી નાંખી છે. 

ગુજરાતની સ્કૂલોમાં કોરોનાની મોટી અસર; વડોદરાની 11 પ્રાથમિક શાળાઓમાં તાબડતોડ શિક્ષણ બંધ કરાયું

નોંધનીય છે કે, આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ નારોલ પોલીસ સતર્ક બની ગઈ હતી અને આરોપીની ગણતરીની કલાકમાં જ ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More