Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદમાં આંગડિયા પેઢીનો કર્મી લૂંટાયો, અંદાજિત 26 લાખથી વધુની લૂંટ કરી લૂંટારું ફરાર

આ ઘટનામાં આંગડીયા પેઢીનો કર્મચારી ઇજાગ્રસ્ત થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે. લૂંટારરુંઓ લૂંટ કરીને બેગ લઈ ફરાર થયા છે. આ ઘટનાના પગલે DCP સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. 

અમદાવાદમાં આંગડિયા પેઢીનો કર્મી લૂંટાયો, અંદાજિત 26 લાખથી વધુની લૂંટ કરી લૂંટારું ફરાર

ઉદય રંજન/અમદાવાદ: શહેરના જમાલપુર વિસ્તારમાં સમી સાંજે ફાયરિંગ વીથ લૂંટનો બનાવ સામે આવ્યો છે. આંગડિયા પેઢીના કર્મચારી ને માર મારી ફાયરિંગ કરી લાખો રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી છે. જ્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા ક્રાઈમ બ્રાંચ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યા હતો.

fallbacks

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે,હર હંમેશ માટે અનેક લોકોની અવરજવર અને ભરચક વિસ્તાર એવા જમાલપુર વિસ્તારમાં સમી સાંજે ફાયરિંગ વીથ લુટનો બનાવ બનતાં પોલીસ દોડતી થઈ ગઈ છે... કાચની મસ્જિદ નજીક જમાલપુર થી ઝવેરી વાડ તરફ જઈ રહેલા આંગડિયા પેઢીના કર્મચારી ને એક શખ્સ લોખંડનો રોડ મારી તેમજ ફાયરિંગ કરી તેની પાસે રહેલી ત્રણ બેગમાંથી એક બેગ છીનવીને ફરાર થઈ ગયો છે.. સમગ્ર ઘટનાની જાણ જ્યારે પોલીસને કરવામાં આવી હતી ત્યારે ડીસીપી અને ક્રાઈમ બ્રાન્ચ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યા હતો.

તું નહીં તો હું અને હું નહીં તો તું : ગુજરાતમાં કોંગ્રેસીઓ રમી રહ્યાં છે પકડદાવ

ઝવેરી વાડ માં આવેલ રામેશ્વર એન્ટરપ્રાઇઝ નામની આંગડિયા પેઢીના કર્મચારી ઓ જમાલપુર થી ઝવેરી વાડ તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન કાચની મસ્જિદ પાસે રોડ પર આ બનાવ બન્યો હતો. લૂંટારૂ એ આંગડિયા પેઢીના કર્મચારી ને ચહેરાના વાગે લોખંડનો રોડ માર્યો હતો અને એક રાઉન્ડ હવામાં પણ ફાયરિંગ કર્યું હોવાનું જાણવા મળ્યું છે. આંગડિયા પેઢીના કર્મચારી ઓ પાસે કુલ ત્રણ બેગ હતી જેમાં રોકડ રકમ હતી.

જોકે લૂંટારૂ એક બેગ લઈને ભાગી જવામાં સફળ થયો છે. જેમાં કેટલા રૂપિયા હતા તેની પણ આંગડિયા પેઢીના માલિક દ્વારા કરાઈ કરવામાં આવી રહી છે.. જોકે આ બેગમાં અંદાજિત 25 લાખ જેટલી રકમ હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે.

ઊંટડીના દૂધનો પ્રથમ પ્લાન્ટ શરૂ, દુબઇ-પાકિસ્તાન નથી કરી શક્યું તે કચ્છે કરી દેખાડ્યુ

હાલમાં પોલીસ દ્વારા સમગ્ર મામલે આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવી ને આરોપી સુધી પહોંચવા માટેના તમામ પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે. જોકે મહત્વની બાબત તો એ છે કે આટલા ભરચક અને સાંકડા વિસ્તારમાં આ પ્રકારે લાખો ની લૂંટ કરીને આરોપી બિન્દાસ ફરાર થઈ જાય છે. જે એક ખૂબ જ ગંભીર બાબત છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More