ahmedabad iskcon bridge accident video : અમદાવાદમાં અકસ્માત સર્જીને 10 લોકોને કચડી નાંખનાર કરોડપતિ નબીરામાં પોલીસની ભૂમિકા પહેલેથી જ શંકાસ્પદ બની રહી છે. ચાર દિવસમાં એવી ઘટનાઓ બની છે, જેમાં ખાખી વર્દીની કામગીરી પર સવાલ ઉઠી રહ્યાં છે. તથ્ય પટેલને છાવરવામાં આવી રહ્યો છે. ત્યારે આ વચ્ચે એક પોલીસ ઓફિસરનું નામ સામે આવ્યું છે. કરોડપતિ નબીરા તથ્ય પર સૌથી મોટો ખુલાસો થયો છે. સિંધુભવન રોડ પર સર્જેલા અકસ્માતની ઘટનામાં મોટો ખુલાસો એ છે કે, તથ્યને બચાવવા DySPએ મોટી ભૂમિકા ભજવી હતી. તથ્ય પટેલે બેદરકારીપૂર્વક થાર હંકાવીને કાફેની દિવાલ તોડી હતી. 3 જુલાઈએ નબીરા તથ્યએ આ અકસ્માત સર્જ્યો હતો. જેમાં હોટલ માલિક સાથે સમાધાન કરવા એક DySP ની ભૂમિકાનો ખુલાસો થયો છે.
તથ્યએ થાર સાથે કર્યો હતો અકસ્માત
એક પછી એક તથ્યના કારનામા સામે આવતા જાય છે, ત્યારે તથ્યનો વધુ એક વિડિયો વાયરલ થયો છે. જેમાં 15 દિવસ અગાઉ થાર ગાડી લઈને નીકળેલા તથ્ય પટેલે દીવાલમાં કાર ઘુસાડી હોવાની વાત સામે આવી છે. સિંધુ ભવન રોડ પરના આ બનાવના હાલ CCTV સામે આવ્યા છે. જોકે ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં આ મામલે સમાધાન થતા કેસ દાખલ થયો નહોતો. ત્યારે સિંધુભવન અકસ્માત કેસમાં તથ્ય પટેલ સામે ફરિયાદ ન થવા દેવામાં સૌરાષ્ટ્રના એક DySPએ મોટી ભૂમિકા ભજવી હોવાનું પોલીસ બેડામાં ચર્ચાઈ રહ્યું છે.
તથ્યના મિત્રો વિશે મોટો ખુલાસો : કરોડપતિ તથ્યની આ એક બાબત પાછળ ઘેલા હતા
સામધાન કરાવવામાં ડીવાયએસપીની મોટી ભૂમિકા
ચર્ચા એ છે કે, સિંધુ ભવનના કેફે અકસ્માતમાં તથ્ય પટેલ ભેરવાય એમ હતો. આવામાં તેના કાકા મોન્ટુ પટેલે આ ડીવાયએસપીને ફોન લગાવ્યો હતો. તેથી આ અધિકારીએ લાગતા વળગતા અધિકારીઓને ફોન કરીને તેઓને કાફે મોકલ્યાહ તા. જ્યાં કાફેના માલિકને સમાધાન માટે સમજાવાયો હતો. જેથી કાફેના માલિકે કોઈ ફરિયાદ કરી ન હતી. પરંતુ જો આ અકસ્માત પર ઢાંકપિછોડો ન કરાયો હોત તો ઈસ્કોનનો અકસ્માત સર્જાયો ન હોત.
કરોડપતિ નબીરા તથ્ય અંગે સૌથી મોટો ખુલાસો; સિંધુભવન રોડ પર સર્જેલા અકસ્માતની ઘટનામાં તથ્યને બચાવવા DySPએ ભજવી હતી મોટી ભુમિકા#AhmedabadAccident #Gujarat #Ahmedabad pic.twitter.com/gRGizDHhHW
— Zee 24 Kalak (@Zee24Kalak) July 25, 2023
કાકા પણ છે તથ્યના મોટા મદદગાર
ગદાર પરિવારની છબી ધરાવતા તથ્ય પટેલ કેસમાં સરકાર અને પોલીસ ભીનું સંકેલવાના મૂડમાં હોય તેવુ લાગી રહ્યું છે. તથ્ય પટેલ કેસમાં પડદા પાછળ શું રંધાઈ રહ્યું છે તે ગોલમાલ જેવું છે. ચર્ચા છે કે, તથ્ય પટેલ અને તેના મિત્રોને બચાવવામાં આવી રહ્યા છે. તથ્ય પટેલનું પાપ ઢંકાઈ જશે તેવી ચર્ચા વહેતી થઈ છે. ચર્ચા છે કે, તથ્ય પટેલના કાકા મોન્ટુ પટેલ પોલીસ અધિકારીઓ સાથે સાંઠગાંઠ ઘરાવે છે. તેઓ તથ્ય પટેલને બચાવવાના પ્રયાસો કરી રહ્યાં છે. આમ, ઈસ્કોન બ્રિજ અકસ્માતમાં ખાખી વર્દીની ભૂમિકા શંકાસ્પદ બની રહી છે. તથ્ય પટેલનું તથ્ય ઢંકાઈ જશે તેવું સાબિત થઈ રહ્યું છે.
કેનેડા-અમેરિકામાં પેનિક સ્થિતિ : આ વસ્તુ ખરીદવા સુપરમાર્કેટમાં ગુજરાતીઓએ કરી પડાપડી
પોલીસની આ કામગીરી પર સવાલો
અકસ્માત સર્જીને 10 નિર્દોષોને મોતને ઘાટ ઉતારનાર તથ્યને સારવારને બહાને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. એટલુ જ નહિ, તેનો ટેસ્ટ પણ કલાકો બાદ કરાય હતો. બીજી તરફ, પોલીસે અકસ્માત બાદ તથ્યના મિત્રોને કલાકો સુધી શોધવાની કોઈ તસ્દી લીધી ન હતી. ઘટનાના 23 કલાક બાદ તેમના ટેસ્ટ લેવાયા હતા. જેથી આ તમામે ડ્રગ્સનું સેવન કર્યુ હતું કે નહિ તે પુરવાર ન થઈ શકે. અમદાવાદમાં જ્યારે આટલો ભયાનક અકસ્માત સર્જાયો ત્યારે તથ્ય સિવાયના પાંચેય યુવક-યુવતીઓ 16 કલાક સુધી ક્યા છુપાયા હતા તે પોલીસ જાણતી હતી. આખરે પોલીસ અધિકારીની ભલામણથી બધા હાજર થયા હતા. ત્યારે ચર્ચા ઉઠી છે કે, રાજકીય વગ અને પૈસાને કારણે માલેતુજાર પરિવારના સંતાનો સતત આવા કારનામા કરી રહ્યાં છે.
તથ્ય પટેલ જેલ હવાલે
કોર્ટે તથ્ય પટેલના 24 જુલાઈએ સાંજે 4 કલાક સુધીના રિમાન્ડ મંજૂર કર્યાં હતા. રિમાન્ડ પૂરા થતા પોલીસ બંદોબસ્ત સાથે તથ્યને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં પોલીસે વધુ રિમાન્ડની માંગ ન કરતા તથ્યને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. હવે તથ્યને સાબરમતી જેલમાં રાખવામાં આવશે. નોંધનીય છે કે તથ્ય પટેલના પિતાને પણ જેલમાં રાખવામાં આવ્યા છે.
હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ : ગુજરાતીઓને રાહત થાય તેવી વરસાદની આગાહી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે