ઝી ન્યૂઝ/ બ્યુરો: રાજ્યમાં પતિ-પત્નીને લઈને એવી અનેક ઘટનાઓ સામે આવતી હોય છે, જેણે સાંભળીને કદાચ તમને આશ્ચર્ય થશે. આજે અમદાવાદમાંથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના સાબરમતી વિસ્તારમાં પતિએ તેની પત્નીને ફોન પર વાતચીત કરતા જોઈને તેને પુછ્યું હતું કે તું કોના સાથે વાત કરે છે. આ સાંભળીને પત્નીનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો અને તેને જવાબ આપતા જણાવ્યું હતું કે હું મારા નવા ધણી સાથે વાતચીત કરું છું, હવે આપણે છૂટાછેડા લેવાના છે' કહીને રસોડામાંથી દસ્તો લઈને પતિને માથામાં માર્યો હતો. આ ઘટના બાદ પતિએ સાબરમતી પોલીસ સ્ટેશનમાં પત્ની અને સાળી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલા ચેનપુરમાં કેશવવિલા ફલેટ આવેલો છે. જેમાં ફ્રિલાન્સ જર્નાલિસ્ટ તરીકે કામ કરતા યુવકે સાબરમતી પોલીસ સ્ટેશનમાં પોતાની પત્ની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદ અનુસાર તેઓ શુક્રવારે સાંજે નોકરી પરથી પાછા ફર્યા હતા. ત્યારે ઘરે આવીને જોયું તો પત્ની ફોન પર વાતચીત કરી રહી હતી. જેથી તેમને પત્નીને પુછ્યું હતું કે, તું કોની સાથે વાતચીત કરી રહી છે, આ વાત સાંભળીને પત્ની ગુસ્સામાં આવી જઈને કહ્યું હતું કે હું મારા નવા ધણી સાથે વાત કરું છે અને હવે તારે શું લેવાદેવા છે, આપણે તો હવે છૂટાછેડા લેવાના છે. આ સાંભળીને પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો.
આ ઘટનામાં પતિ-પત્ની વચ્ચેના ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું, અને બન્ને વચ્ચે ઝપાઝપી થઈ હતી. પત્નીનો ગુસ્સો સાતમા આસમાને પહોંચતા તેણે રસોડામાં જઈને દસ્તો લઈને પતિના માથામાં માર્યો હતો. અને કહ્યું હતું કે, આજે તો તને છોડીશ નહીં. ઈજાગ્રસ્ત પતિને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા, જયાં સાબરમતી પોલીસ સમક્ષ તેમણે પત્ની તથા સાળી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે