Home> Gujarat
Advertisement
Prev
Next

પોલીસને હવે ફિલ્મી હિરો બનવાના અભરખા જાગ્યા, પોલીસ સ્ટેશનમાં જ ફિલ્મી ડાયલોગનો વીડિયો બનાવ્યો! આખરે ત્રણેય સસ્પેન્ડ

કાલુપુર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓએ ગુંડાઓના ડાયલૉગ બોલીને વીડિયો બનાવીને ફ્રેમસ થવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે પોલીસકર્મીઓએ ફિલ્મી ડાયલોગનો વીડિયો વાયરલ થઈ ગયા હતા. કાલુપુર પોલીસ સ્ટેશનનો વીડિયો વાયરલ થતા લોકોના મનમાં સૌથી મોટો સવાલ ઉભો થયો હતો કે આ પોલીસ સ્ટેશન છે કે એક્ટિંગ ક્લાસ?

પોલીસને હવે ફિલ્મી હિરો બનવાના અભરખા જાગ્યા, પોલીસ સ્ટેશનમાં જ ફિલ્મી ડાયલોગનો વીડિયો બનાવ્યો! આખરે ત્રણેય સસ્પેન્ડ

અમદાવાદ/ઝી ન્યૂઝ: આજકાલ સોશિયલ મીડિયામાં રિલ બનાવવાનો ક્રેઝ વધ્યો છે. ત્યારે તેમાંથી પોલીસ વિભાગના અમુક કર્મચારીઓ પણ બાકાત નથી. આજે અમદાવાદના મધ્યમાં આવેલ કાલુપુર પોલીસ સ્ટેશન વિવાદમાં સપડાયું છે. પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓને પોલીસ સ્ટેશનની અંદર એક્ટર બનવું ભારે પડ્યું છે. કાલપુર પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓએ અંદર ફિલ્મી ડાયલોગના વીડિયો બનાવ્યો હતા. જે વાયરલ થઈ જતા ચારેબાજુ વિવાદનો મધપૂડો છંછેડાયો છે. આખરે DCPએ ત્રણ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કર્યા છે.

fallbacks

કાલુપુર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓએ ગુંડાઓના ડાયલૉગ બોલીને વીડિયો બનાવીને ફ્રેમસ થવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે પોલીસકર્મીઓએ ફિલ્મી ડાયલોગનો વીડિયો વાયરલ થઈ ગયા હતા. કાલુપુર પોલીસ સ્ટેશનનો વીડિયો વાયરલ થતા લોકોના મનમાં સૌથી મોટો સવાલ ઉભો થયો હતો કે આ પોલીસ સ્ટેશન છે કે એક્ટિંગ ક્લાસ? લાગે છે કાલપુર પોલીસ સ્ટેશનના કર્મીઓને એક્ટર બનવું છે. એટલે શૂટ આઉટ એટ વડાલા' ફિલ્મના ડાયલૉગ પર વીડિયો બનાવી રહ્યા છે.

શું હવે ઘટશે લીંબુનો ભાવ? ગુજરાતમાં લીંબુ ખૂટી પડ્યા તો તુર્કીથી 15 ટન મંગાવ્યા, જાણો વિદેશી લીંબુની વિશેષતા

જાણો સમગ્ર ઘટના વિશે?
આ વિશે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદનું કાલુપુર પોલીસ સ્ટેશનના પોલીસકર્મચારીઓએ ફિલ્મોના ડાયલોગ બોલીને વીડિયો બનાવી રહ્યા હતા. એમાં પણ ખાસ કરીને ગુંડાઓ પ્રત્યે લાગણી હોય એમ તેમની સ્ટાઈલો કરીને તેમના ડાયલોગ બોલ્યા હતા. તાજેતરમાં ચાર પોલીસકર્મચારીએ 'શૂટ આઉટ એટ વડાલા' ફિલ્મના ગુંડા અને પોલીસ વચ્ચે ચાલતા સંવાદોનો વીડિયો બનાવ્યો હતો. મજાની વાત એ છે કે આ વીડિયો શેર કરીને પોલીસનું જ નીચું દેખાડવાનો પ્રયાસ કર્યો હતો.

વાયરલ વીડિયોમાં જાણો શું છે?
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, બે લોકો પોલીસ કર્મચારી બને છે અને બે ગુંડાની સ્ટાઈલમાં ડાયલોગ બોલે છે, જેમાંથી એક કર્મચારી પોલીસ સ્ટેશમાં એન્ટ્રી મારીને કહે છે, ગાડી મેં બેઠો સાહબ તો સામે ગુંડાઓની સ્ટાઈલમાં પોલીસકર્મચારીઓ કહે છે, વોરંટ લાયા હૈ, ગવાહ હૈ તેરે પાસ, ફરી બે પોલીસવાળા કહે છે પૂરે મહોલ્લેને દેખા હૈ તુમકો યે કરતે. તો ગુંડા બનેલા પોલીસકર્મચારીઓ કહે છે, યહાં ગવાહ ગાંધી કા નહીં હમારા બંદર હૈ.

ગુજરાતમાં પવનોની દિશા બદલાઈ, આગામી સમયમાં ગરમી વધશે કે મળશે છૂટકારો, જાણો હવામાન વિભાગની આગાહી

ઉલ્લેખનીય છે કે અગાઉ પોલીસ સ્ટેશનમાં વીડિયો બનાવવા બદલ અલ્પિતા ચૌધરીને સસ્પેન્ડ કર્યા હતા, તો કચ્છના પોલીસ કોન્સ્ટેબલો દ્વારા ખાનગી કારમાં ફિલ્મી ગીત પર ડાન્સ કરવા બદલ સસ્પેન્ડ કરવામા આવ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More