Ahmedabad News સપના શર્મા/અમદાવાદ : અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના મોત કાંડમાં પોલીસે આરોપી ડૉક્ટર પ્રશાંત વઝીરાણીના 7 દિવસના રિમાન્ડ મેળવીને તપાસના ધમધમાટ ચલાવ્યો છે. ત્યારે પોલીસથી પ્રારંભિક તપાસમાં સામે આવ્યું છે કે ખ્યાતિ હોસ્પિટલનો ચેરમેન કાર્તિક પટેલ ઓસ્ટ્રેલિયા છે. સાથે જ ધરપકડ કરાયેલા આરોપી ડૉક્ટર પ્રશાંત વઝીરાણીએ પોલીસ સમક્ષ કબૂલ કર્યુ છે કે તેને એક દર્દીના એન્જિયોગ્રાફી માટે 800 રૂપિયા અને એન્જિયોપ્લાસ્ટી માટે 15 હજાર રૂપિયા મળતા.. આરોપી ડૉક્ટર રેગ્યુલર ઓપરેશનો કરતો હોવાથી પોલીસ હવે આરોપી ડૉક્ટરની ડીગ્રીની પણ તપાસ કરશે. તો સાથે જ ડૉ.પ્રશાંત વઝીરાણી સિવાયના બાકીના ફરાર આરોપીઓને પકડવા માટે પણ પોલીસે વિવિધ ટીમો બનાવીને શોધખોળ શરૂ કરી દીધી છે. તો DGP વિકાસ સહાયે પણ ગતરાત્રે આખા કેસ મામલે ઝોન-1ના ડીસીપી પાસેથી વિગતો મેળવી છે.
લોકોના જીવ સાથે રમત રમનારી અમદાવાદની ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ન માત્ર 19 દર્દીઓ, પરંતુ ઘણા લોકોને કડવો અનુભવ થયો છે. આવો જ એક અનુભવ ઘાટલોડીયાના પ્રજાપતિ પરિવારને પણ થયો. જે ઓપરેશનની જરૂર પણ ન હતી તે ઓપરેશન કરાવવા પ્રજાપતિ પરિવારને દબાણ કર્યું હતું.
ગુજરાત પર આવી રહ્યું છે મોટું સંકટ, ઠંડી પહેલા આવી જશે માવઠું, અંબાલાલની છે આગાહી
અમદાવાદના હંસાબેન પ્રજાપતિ પડી જતા તેમને બેક પ્રોબ્લેમ શરૂ થઈ. હંસાબેનની સારવાર માટે તેમને ખ્યાતિ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. અહીં તેમને કરોડરજ્જુમાં ક્રેક પડવાના કારણે ઓપરેશન કરવાનું ડોક્ટરે કહ્યું. ઓપરેશનનો ખર્ચ PM-JAY કાર્ડથી થવાના કારણે પરિવાર ઉપર આર્થિક બોજો પડવાની સમસ્યા ન હતી. તેથી તેમણે કોઈ બીજી હોસ્પિટલમાં લઈ જવાનો વિચાર પણ ન કર્યો. હોસ્પિટલે સારવારના ત્રણથી ચાર લાખ રૂપિયા સુધીનો ખર્ચ પરિવારને કહ્યો હતો.
આ દરમિયાન હંસાબેન ઓપરેશનના 24 કલાક પહેલા અનકોન્સિયસ થઈ જતા ડોક્ટરે સમયમાં ઓપરેશન કરવાનું ટાળ્યું અને PMJAY કાર્ડને બદલે હોસ્પિટલના ખર્ચે સારવાર લેવાની સલાહ આપી. પ્રજાપતિ પરિવારની સ્થિતિ સારી ન હોવાથી તેમણે અન્ય જગ્યાએ સારવાર કરાવવાનું નક્કી કર્યું હતું.
ખ્યાતિ હોસ્પિટલથી ડિસ્ચાર્જ થયા બાદ પ્રજાપતિ પરિવાર સોના સિવિલ હોસ્પિટલમાં ગયો હતો. અહીંના ડોક્ટરની વાત સાંભળી પ્રજાપતિ પરિવાર દંગ રહી ગયો હતો. હંસાબેનના રિપોર્ટ જોતા ડોક્ટરે કહ્યું કે ઓપરેશન કરાવવાની કોઈ જરૂર જ નથી. આ બાદ માત્ર પેન કીલરની દવાથી જ હંસાબેન બે અઠવાડિયામાં સારા પણ થઈ ગયા હતા.
ગુજરાતનું નવુ આકર્ષણ બનશે સિંહ આકારનું ભવ્ય મંદિર, પાકિસ્તાનથી આવશે માતાજીની જ્યોત
આ ઘટના જણાવતા હંસાબેન પ્રજાપતિના ભત્રીજા મીત પ્રજાપતિએ જણાવ્યું કે, ખ્યાતિ હોસ્પિટલે મારા કાકીને ડિસ્ચાર્જ કરતા સમયે સમરી રિપોર્ટ પણ ના આપ્યો. સમરી રિપોર્ટમાં દર્દીને સારવાર આપવામાં આવી છે અને આગામી સમયમાં સારવાર શું આપવાની છે તેની માહિતી હોય છે, પરંતુ હોસ્પિટલે આવી કોઈ જ માહિતી ન આપી.
અમદાવાદની ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જેવા મેડિકલ માફીઓના કારણે મહેસાણાના કડીના બોરીસણા ગામના 2 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો. હોસ્પિટલના સંચાલકો પૈસા કમાવાની લ્હાયમાં માનવતા નેવે મૂકી લોકોના જીવ સાથે ચેડા કરી રહ્યા છે. કડીના બોરીસણા ગામે આરોગ્ય વિભાગની પરમિશન કે મંજૂરી વગર મેડિકલ કેમ્પ યોજાયો જેમાં હૃદય રોગ સહિત પેટનો દુખાવો મણકાના રોગ હાડકાના દુખાવો સાંધાનો દુખાવો સહિતના બેનર લગાવી કેમ્પનું આયોજન કરાયું હતું પરંતુ આ કેમ્પમાં માત્ર હૃદય રોગ મામલે જ સારવાર આપવાની હોય તેમ અન્ય કોઈ પણ રોગોનું નિદાન કેમ્પમાં કરવામાં આવ્યું ન હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. એટલે માત્ર અને માત્ર આયુષ્માન કાર્ડ અંતર્ગત લોકોના ખોટા ઓપરેશન કરી સરકારી યોજનાના પૈસા મેળવવા આ પ્રકારના કેમ્પો કરાતા હોય તેવી વાત સામે આવી રહી છે. બોરીસણામાં હાલ શોકનો માહોલ છવાયો છે. મૃતકના પરિવારજનો હાલ મેડિકલ માફિયાઓ વિરુદ્ધ સરકાર કડકમાં કડક કાર્યવાહી કરે એવી માંગ કરી રહ્યાં છે. હાલમાં તો હોસ્પિટલ સંચાલક ડોક્ટર સહિત પાંચ વ્યક્તિઓ વિરુદ્ધ મૃતકના પરિવારજનોએ ફરિયાદ નોંધાવી છે. પરંતુ હવે જોવે રહ્યું કે સરકાર દ્વારા આ મેડિકલ માફિયાઓ વિરુદ્ધ ક્યારે કાર્યવાહી કરવામાં આવે છે.
પાટીદારો દ્વારા ભવ્ય સમૂહ લગ્નનું આયોજન! વર-કન્યા માટે 18.60 કરોડનો વીમો ઉતારાયો
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે