અમદાવાદ: શહેરના અનેક વિસ્તારમાં મોડી રાત્રે અચાનક ધોધમાર વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી. શહેરના એસ.જી હાઇવે, નરોડા, સરસપુર, જમાલપુર, વાડજ, રાણીપ, બાપુનગર, વિરાટનગર સહિત સમગ્ર શહેરમાં ગાજવીજ સાથે વરસાદી આગમન થયુ હતું. છેલ્લા કેટલાક દિવસથી મેધરાજા રાજ્યના અનેક વિસ્તારોમાં પડી રહ્યા છે. પરંતુ અમદાવાદ શહેરમાં વરસાદ ન પડતા વાતાવરણમાં બફારો ફેલાયો હતો. અચાનક ધોધમાર વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
શહેરના વિસ્તારોમાં ક્યાં કેટલો વરસાદ
ભારે વરસાદને કારણે વાહન વ્યવહારને અસર પહોંચી છે. આ ઉપરાંત શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાના કરાણે ટ્રાફિકજામ જેવી સ્થિતિ સર્જાઇ હતી. શહેરમાં ભારે વરસાદને કારણે વાસણા બેરેજના 6 દરવાજા ખોલવામાં આવ્યા છે. અને 15 હજાર ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે.
જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે