Ahmedabad News : અમદાવાદમાં ખાણીપીણીના ફેમસ માર્કેટ માણેકચોકને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. એક મહિના સુધી અમદાવાદીઓને માણેકચોકનો સ્વાદ માણવા નહિ મળે. AMC દ્વારા ડ્રેનેજ લાઈન રિહેબીલીટેશનની કામગીરીના પગલે જરૂરિયાત અનુસાર માણેકચોક બંધ કરાશે. જેથી માણેકચોક ખાણીપીણી બજારને પણ થોડો સમય બંધ રાખવામાં આવી શકે છે. સંભવતઃ હોળીના તહેવાર બાદ માણેકચોકમાં કામગીરી શરૂ કરવાની તૈયારી છે.
અમદાવાદની ઓળખ છે માણેકચોક. આ માર્કેટ વગર અમદાવાદની ખાણીપીણી અધૂરી છે. આવામાં આ પ્રખ્યાત માર્કેટ થોડો સમય માટે બંધ રહેવાનું છે. AMC દ્વારા અમદાવાદના મધ્ય ઝોનમાં 55 કરોડના ખર્ચે ડ્રેનેજની લાઈન નાંખવાની કામગીરી કરવામાં આવનાર છે. હાલ તેની સરવેની કામગીરી ચાલી રહી છે. જે પૂરી થયા બાદ રિહેબીલીટેશન માટેની કામગીરીના પગલે માણેકચોક એક મહિનો બંધ રાખવામાં આવશે તેવું AMC ના સત્તાધીશોએ જણાવ્યું.
શક્યતા છે કે, હોળીના તહેવાર બાદ ડ્રેનેજની કામગીરી હાથ ધરાશે. તેથી હોળી બાદ માણેકચોક બંધ રાખવામાં આવી શકે છે. જો માણેકચોક બંધ રહે તો અહી ખાણીપીણીના વેપારીઓને મોટો ફટકો પડી શકે છે. તેમના ધંધા રોજગાર પર અસર પડી શકે છે. સાથે જ ખાણીપીણીના શોખીનોને એક મહિના સુધી દૂર રહેવું પડી શકે છે. જોકે, AMC ક્યારે કામગીરી શરૂ કરે છે, અને કેટલા સમયમાં પૂર્ણ કરે છે તે જોવું રહ્યું.
ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, ફેબ્રુઆરીના અંતમાં આવેલું વાવાઝોડું માર્ચમાં વરસાદ લાવશે
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે