Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદ મહિલાઓ માટે અસુરક્ષિત! આ વિસ્તારમાં રાત્રે 21 વર્ષની યુવતીની છેડતી, ઘટના બાદ થઈ જોવા જેવી...

અમદાવાદ (Ahmedabad) માં ક્રાઈમ (crime news) દિવસેને દિવસે વધી રહ્યું છે. ત્યારે યુવતીની છેડતીનો વધુ એક બનાવ સામે આવ્યો છે.

અમદાવાદ મહિલાઓ માટે અસુરક્ષિત! આ વિસ્તારમાં રાત્રે 21 વર્ષની યુવતીની છેડતી, ઘટના બાદ થઈ જોવા જેવી...

ઉદય રંજન/ અમદાવાદ: પૂર્વ વિસ્તારમાં વધુ એક છેડતીની ઘટના બનવા પામી છે. મણિનગરમાં રીક્ષા ચાલક એ 21 વર્ષીય યુવતીની છેડતી કરતા પરિવારે રંગે હાથ પકડી પડતા મણિનગર પોલીસે આરોપીની ધરપકડ કરી છે.  

fallbacks

વિધાનસભાની બમ્પર જીત પાછળ ભાજપે કરોડો રૂપિયા ખર્ચ્યા હતા, હવે આંકડો આવ્યો સામે

મણિનગર પોલીસ સ્ટેશન માં ઉભેલા આ શખ્સનું નામ છે શેરખાન પઠાણ છે. જેની ઉમર વર્ષ 35 છે અને મિલત નગરમાં રહે છે અને રીક્ષા ચાલવાનો ધંધો કરે છે. ગુરુવારની રાત્રે મણિનગર પોલીસે 21 વર્ષીય યુવતીના છેડતીના ગુનામાં શેરખાન પઠાણની ધરપકડ કરી છે. 

લોકસભા પહેલા કોંગ્રેસનો મોટો દાવ, મુકુલ વાસનિકને આ કારણે સોપ્યો ગુજરાતનો પ્રભાર

આ આરોપી શેરખાન પઠાણ છેલા 3 માસથી 21 વર્ષીય યુવતીની પજવણી કરી છેડતી કરતો હતો. ત્યારે ગુરુવારની રાત્રે શેરખાન ફરિયાદી યુવતી દક્ષિણી સોસાયટીના રસ્તા પરથી પસાર થઇ રહી હતી, ત્યારે છેડતી કરતા ફરિયાદી યુવતીના બનેવી એ પીછો કરીને ઝડપી પાડ્યો હતો. 

રૂપાણીનો નહીં વાગે ગજ! લોકસભા ચૂંટણીમાં ભાજપને આ 3 રાજ્યો આપશે ટેન્શન

 ફરિયાદી યુવતી એ મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી એ મુજબ શેરખાન છેલા 3 માસ થી તેને પજવણી અને છેડતી કરી રહ્યો હતો ત્યારે 15 દિવસ પહેલા ફરિયાદી યુવતી એ પોતાની માતા ને આ બનાવ ની જાણ કરી હતી ત્યારે ફરિયાદી યુવતી ની માતા એ રીક્ષા ચાલક શેરખાન પઠાણ ને ઠપકો આપતા 15 દિવસ પજવણી કરતા બંધ થઇ ગયો હતો.

વહુનું સેક્સ દુનિયાને પીરસનાર સસરા હોટલમાં કોલગર્લ બોલાવતા, બનાવ્યો હતો ખાસ રૂમ

ત્યાર બાદ ફરી હેરાન પરેશાન કરી રહ્યો હતો ત્યારે ફરિયાદી યુવતીએ પોતાના બનેવીને જાણ કરી અને બનેવીએ ગુરુવારની રાત્રે છેડતી કરતા રંગે હાથે પકડીને મણિનગર પોલીસને હવાલે કરતા મણિનગર પોલીસે રીક્ષા ચાલક શેરખાન પઠાણની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More